ગીતશાસ્ત્ર ૮૩:૧-૧૮

  • દુશ્મનો સામે થયા ત્યારની પ્રાર્થના

    • “હે ઈશ્વર, તમે શાંત ન રહેશો” ()

    • દુશ્મનો વંટોળમાં ઊડતા સૂકા ઝાંખરા જેવા (૧૩)

    • ઈશ્વરનું નામ યહોવા છે (૧૮)

આસાફનું ગીત.+ ૮૩  હે ઈશ્વર, તમે શાંત ન રહેશો,+હે ઈશ્વર, તમે ચૂપચાપ ઊભા રહીને જોયા ન કરશો.  ૨  જુઓ, તમારા દુશ્મનો હુલ્લડ મચાવે છે,+તમને નફરત કરનારાઓ ઘમંડી બનીને તમારી સામા થાય છે.  ૩  તેઓ ચોરીછૂપીથી તમારા લોકો સામે કાવતરાં ઘડે છે,તેઓ તમારા પસંદ કરેલા લોકો વિરુદ્ધ કાવાદાવા કરે છે.  ૪  તેઓ કહે છે: “ચાલો, ઇઝરાયેલી પ્રજાનો પૂરો નાશ કરી દઈએ,+જેથી એનું નામ હંમેશ માટે ભુલાઈ જાય.”  ૫  તેઓ એક થઈને* યોજના ઘડે છે. તેઓ તમારી વિરુદ્ધ ભેગા થઈને કરાર કરે છે;+  ૬  તંબુઓમાં રહેનારા અદોમીઓ અને ઇશ્માએલીઓ, મોઆબીઓ+ અને હાગ્રીઓ,+  ૭  ગબાલીઓ, આમ્મોનીઓ+ અને અમાલેકીઓ,પલિસ્ત+ અને તૂરના રહેવાસીઓ તેઓ સાથે ભળી ગયા છે.+  ૮  આશ્શૂરીઓ+ પણ તેઓ સાથે જોડાઈ ગયા છે. તેઓ લોતના દીકરાઓને ટેકો આપે છે.+ (સેલાહ)  ૯  તેઓના એવા હાલ કરો જેવા તમે મિદ્યાનીઓના કર્યા હતા,+કીશોનના ઝરણા પાસે સીસરા અને યાબીનના કર્યા હતા.+ ૧૦  એન-દોરમાં+ તેઓનો વિનાશ થયો. તેઓ ખાતર બનીને જમીનમાં ભળી ગયા. ૧૧  તેઓના શાસકોના હાલ ઓરેબ અને ઝએબ જેવા કરો,+તેઓના રાજવીઓના* હાલ ઝેબાહ અને સાલ્મુન્‍ના જેવા કરો.+ ૧૨  તેઓએ કહ્યું હતું: “ચાલો, ઈશ્વર રહે છે એ દેશ કબજે કરી લઈએ.” ૧૩  હે મારા ઈશ્વર, તેઓને વંટોળમાં ઊડતા સૂકા ઝાંખરા જેવા કરો,+પવનમાં ઊડતા સૂકા ઘાસ જેવા કરો. ૧૪  જંગલને ભસ્મ કરી દેતી આગની જેમ,પર્વતોને બાળી નાખતી જ્વાળાઓની જેમ,+ ૧૫  તમે તમારા વાવાઝોડાથી તેઓનો પીછો કરો,+તમારી આંધીથી તેઓને થથરાવી દો.+ ૧૬  તેઓનાં મોં પર બદનામી છવાઈ જાઓ,જેથી હે યહોવા, તેઓ તમારું નામ શોધે. ૧૭  તેઓ હંમેશ માટે લજવાઓ અને ભયથી થરથર કાંપો. તેઓનું અપમાન થાઓ અને તેઓ નાશ પામો. ૧૮  બધા લોકો જાણે કે તમારું નામ યહોવા છે+અને આખી પૃથ્વી પર તમે એકલા જ સર્વોચ્ચ ઈશ્વર છો.+

ફૂટનોટ

અથવા, “એકદિલના થઈને.”
અથવા, “આગેવાનોના.”