સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ વિશે જાણકારી

બાઇબલમાં આપણા માટે ઈશ્વરનો સંદેશો છે. બાઇબલ જણાવે છે કે ઈશ્વરની કૃપા મેળવવા અને સુખી થવા આપણે શું કરવું જોઈએ. એ નીચેના સવાલોના જવાબ પણ આપે છે:

  1. ઈશ્વર કોણ છે?

  2. તમે ઈશ્વર વિશે કઈ રીતે શીખી શકો?

  3. બાઇબલ કોણે લખ્યું?

  4. શું બાઇબલ વિજ્ઞાનની નજરે ખરું છે?

  5. બાઇબલનો સંદેશો શું છે?

  6. બાઇબલમાં ઈસુ મસીહ વિશે અગાઉથી શું જણાવ્યું છે?

  7. બાઇબલમાં આપણા દિવસો વિશે અગાઉથી શું જણાવ્યું છે?

  8. શું આપણાં દુઃખો માટે ઈશ્વર જવાબદાર છે?

  9. આપણા પર દુઃખ-તકલીફો કેમ આવે છે?

  10. ૧૦ ભાવિ વિશે બાઇબલ કયાં વચનો આપે છે?

  11. ૧૧ મરણ પછી માણસનું શું થાય છે?

  12. ૧૨ ગુજરી ગયેલા લોકો માટે આપણને કઈ આશા છે?

  13. ૧૩ કામકાજ વિશે બાઇબલ શું જણાવે છે?

  14. ૧૪ તમારી માલ-મિલકત સમજી-વિચારીને વાપરવા શું કરશો?

  15. ૧૫ તમે કઈ રીતે સુખી થઈ શકો?

  16. ૧૬ તમે ચિંતાનો સામનો કઈ રીતે કરી શકો?

  17. ૧૭ બાઇબલ કઈ રીતે તમારા કુટુંબને મદદ કરી શકે?

  18. ૧૮ ઈશ્વરને સારી રીતે ઓળખવા તમે શું કરી શકો?

  19. ૧૯ બાઇબલનાં અલગ અલગ પુસ્તકોમાં કઈ માહિતી છે?

  20. ૨૦ બાઇબલ વાંચનમાંથી વધારે લાભ મેળવવા તમે શું કરશો?

બાઇબલમાં કલમો કઈ રીતે શોધવી

બાઇબલમાં ૬૬ નાનાં પુસ્તકો છે. આખું બાઇબલ બે ભાગમાં વહેંચાયેલું છે: હિબ્રૂ-અરામિક શાસ્ત્રવચનો (“જૂનો કરાર”) અને ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો (“નવો કરાર”). બાઇબલના દરેક પુસ્તકને અધ્યાયો અને કલમોમાં વહેંચી દેવામાં આવ્યું છે. જ્યારે શાસ્ત્રવચન ટાંકવામાં આવે, ત્યારે પુસ્તકના નામ પછીનો આંકડો અધ્યાયને રજૂ કરે છે અને એ પછીનો આંકડો કે આંકડાઓ કલમ કે કલમોને રજૂ કરે છે. દાખલા તરીકે, ઉત્પત્તિ ૧:૧ એટલે ઉત્પત્તિના પહેલા અધ્યાયની પહેલી કલમ.