સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સવાલ ૨

તમે ઈશ્વર વિશે કઈ રીતે શીખી શકો?

“આ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહિ. તારે રાત-દિવસ એ વાંચવું અને મનન કરવું, જેથી એમાં જે જે લખ્યું છે એ તું સારી રીતે પાળી શકે. એમ કરીશ તો જ તું સફળ થઈશ અને સમજદારીથી વર્તી શકીશ.”

યહોશુઆ ૧:૮

“તેઓ સાચા ઈશ્વરના નિયમશાસ્ત્રમાંથી મોટે અવાજે વાંચતા, સારી રીતે સમજાવતા અને એનો અર્થ જણાવતા. આમ જે વાંચવામાં આવી રહ્યું હતું એ સમજવા તેઓએ લોકોને મદદ કરી.”

નહેમ્યા ૮:૮

‘ધન્ય છે એ માણસને, જે દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી. તે યહોવાના નિયમશાસ્ત્રથી ઘણો ખુશ થાય છે અને રાત-દિવસ નિયમશાસ્ત્ર વાંચીને મનન કરે છે. તે દરેક કામમાં સફળ થશે.’

ગીતશાસ્ત્ર ૧:​૧-૩

“ફિલિપ રથની સાથે દોડ્યો. તેણે જોયું કે પેલો અધિકારી યશાયા પ્રબોધકનું લખાણ મોટેથી વાંચી રહ્યો છે. ફિલિપે પૂછ્યું: ‘તમે જે વાંચો છો શું એ ખરેખર સમજો છો?’ તેણે કહ્યું: ‘કોઈના શીખવ્યા વિના હું કેવી રીતે સમજી શકું?’”

પ્રેરિતોનાં કાર્યો ૮:​૩૦, ૩૧

“ઈશ્વરે જે રીતે દુનિયાને રચી છે, એનો વિચાર કરવાથી આપણે તેમના અદૃશ્ય ગુણો સમજી શકીએ છીએ. તેમણે બનાવેલી વસ્તુઓ પરથી જોઈ શકાય છે કે તે કેવા ઈશ્વર છે. એ સાબિતી આપે છે કે તેમની શક્તિનો કોઈ પાર નથી અને તે જ ઈશ્વર છે. હવે તેઓ પાસે ઈશ્વરમાં ન માનવાનું કોઈ બહાનું નથી.”

રોમનો ૧:​૨૦

“આ વાતો પર વિચાર કરજે અને એમાં મન પરોવેલું રાખજે, જેથી તારી પ્રગતિ બધા લોકોને સાફ દેખાઈ આવે.”

૧ તિમોથી ૪:​૧૫

‘પ્રેમ અને સારાં કામો કરવા ઉત્તેજન મળે એ માટે ચાલો આપણે એકબીજાનો દિલથી વિચાર કરીએ અને ભેગા મળવાનું છોડી ન દઈએ.’

હિબ્રૂઓ ૧૦:૨૪, ૨૫

“જો કોઈને ડહાપણની જરૂર હોય, તો તેણે ઈશ્વર પાસે માંગતા રહેવું. તેને એ આપવામાં આવશે, કેમ કે ઈશ્વર બધાને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી.”

યાકૂબ ૧:૫