ગીતશાસ્ત્ર ૭૨:૧-૨૦

  • ઈશ્વરના રાજાના રાજમાં શાંતિ

    • “નેક માણસ ખીલી ઊઠશે” ()

    • સમુદ્રથી સમુદ્ર સુધીની પ્રજા ()

    • હિંસામાંથી છુટકારો (૧૪)

    • ધરતી પર પુષ્કળ પાક (૧૬)

    • ઈશ્વરના નામનો હંમેશ માટે જયજયકાર (૧૯)

સુલેમાન વિશે. ૭૨  હે ઈશ્વર, રાજાને તમારા નીતિ-નિયમો શીખવો,રાજાના દીકરાને તમારા ખરા માર્ગે ચાલવાનું વરદાન આપો.+  ૨  તે સચ્ચાઈથી* તમારા લોકો માટે લડે,તમારા લાચાર લોકોનો અદ્દલ ઇન્સાફ કરે.+  ૩  ઓ પર્વતો, લોકો માટે શાંતિ લઈ આવો,ઓ ટેકરીઓ, સત્યનો પ્રકાશ ફેલાવો.  ૪  રાજા ગરીબ લોકોનું રક્ષણ* કરે,તે ગરીબના દીકરાઓનો બચાવ કરેઅને દગાખોરને કચડી નાખે.+  ૫  જ્યાં સુધી સૂરજ-ચાંદ રહેશે,ત્યાં સુધી પેઢી દર પેઢી+તેઓ તમારો ડર રાખશે.  ૬  રાજા તો કાપેલા ઘાસ પર પડતા વરસાદ જેવા થશે,ધરતીને સિંચતાં વરસાદનાં ઝાપટાં જેવા થશે.+  ૭  તેમના દિવસોમાં નેક માણસ ખીલી ઊઠશે,*+ચંદ્ર રહેશે ત્યાં સુધી શાંતિ વધતી ને વધતી જશે.+  ૮  રાજા સમુદ્રથી સમુદ્ર સુધી,અને નદીથી* લઈને પૃથ્વીના છેડા સુધી રાજ કરશે.*+  ૯  રણમાં રહેનારાઓ તેમની આગળ નમન કરશે,તેમના વેરીઓ ધૂળ ચાટતા થઈ જશે.+ ૧૦  તાર્શીશ અને ટાપુઓના રાજાઓ વેરો ભરશે.+ શેબા અને સેબાના રાજાઓ ભેટ-સોગાદો લાવશે.+ ૧૧  બધા રાજાઓ તેમની આગળ નમન કરશેઅને બધી પ્રજાઓ તેમની સેવા કરશે. ૧૨  મદદનો પોકાર કરનાર ગરીબને તે છોડાવશે,લાચાર અને નિરાધારને તે બચાવશે. ૧૩  દીન-દુખિયાઓને તે કરુણા બતાવશે,ગરીબનો તે જીવ બચાવશે. ૧૪  તે તેઓને જુલમ અને હિંસામાંથી છોડાવશે,તેઓનું લોહી તેમની નજરમાં અનમોલ ગણાશે. ૧૫  તે જુગ જુગ જીવે અને તેમને શેબાનું સોનું આપવામાં આવે.+ તેમના માટે સતત પ્રાર્થના કરવામાં આવે,આખો દિવસ તેમના પર આશીર્વાદો વરસે. ૧૬  પુષ્કળ પાકથી ધરતી લહેરાઈ ઊઠશે,+મબલક પાકથી પર્વતોનાં શિખરો ઊભરાઈ જશે. લબાનોનની જેમ રાજાના બાગ-બગીચાનાં ફળો લચી પડશે.+ ધરતી પરના ઘાસની જેમ શહેરોમાં લોકો વધશે.+ ૧૭  રાજાનું નામ અમર થાય,+સૂર્ય રહે ત્યાં સુધી એ નામનો મહિમા વધે. તેમનાથી લોકોને આશીર્વાદ મળે,+બધી પ્રજાઓ તેમને સુખી જાહેર કરે. ૧૮  ઇઝરાયેલના ઈશ્વર, યહોવા ઈશ્વરની સ્તુતિ થાઓ,+તે એકલા જ અજાયબ કામો કરે છે.+ ૧૯  તેમના ગૌરવશાળી નામનો હંમેશ માટે જયજયકાર થાઓ,+આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર થાઓ.+ આમેન અને આમેન. ૨૦  અહીં યિશાઈના દીકરા દાઉદની પ્રાર્થનાઓ પૂરી થાય છે.+

ફૂટનોટ

અથવા, “ન્યાયથી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
મૂળ, “લોકોનો ન્યાય.”
મૂળ, “ફૂલશે-ફાલશે.”
અથવા, “તેમની પ્રજા હશે.”
એટલે કે, યુફ્રેટિસ.