સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ખ-૧

બાઇબલનો સંદેશો

યહોવા ઈશ્વરને જ રાજ કરવાનો હક છે. રાજ કરવાની તેમની રીત સૌથી સારી છે. પૃથ્વી અને મનુષ્યો માટેનો તેમનો હેતુ જરૂર પૂરો થશે.

ઈ.સ. પૂર્વે ૪૦૨૬ પછી

યહોવાના રાજ કરવાના હક પર અને તેમની રાજ કરવાની રીત પર “સાપ,” એટલે કે શેતાન સવાલ ઉઠાવે છે. યહોવા વચન આપે છે કે પોતે “વંશજ” અથવા “સંતાન” મોકલશે, જે આખરે શેતાનનો નાશ કરશે. (ઉત્પત્તિ ૩:૧-૫, ૧૫, ફૂટનોટ) પણ યહોવા હમણાં મનુષ્યને રાજ કરવાની છૂટ આપે છે, જેઓ શેતાનના હાથમાં છે.

ઈ.સ. પૂર્વે ૧૯૪૩

યહોવા ઇબ્રાહિમને જણાવે છે કે વચન પ્રમાણેના “વંશજ” ઇબ્રાહિમથી જ આવશે.​—ઉત્પત્તિ ૨૨:૧૮.

ઈ.સ. પૂર્વે ૧૦૭૦ પછી

રાજા દાઉદને અને પછી તેમના દીકરા સુલેમાનને યહોવા ખાતરી આપે છે કે વચન પ્રમાણેના “વંશજ” તેઓના કુટુંબમાંથી આવશે.​—૨ શમુએલ ૭:૧૨, ૧૬; ૧ રાજાઓ ૯:૩-૫; યશાયા ૯:૬, ૭.

ઈ.સ. ૨૯

યહોવા ઈસુને વચન પ્રમાણેના “વંશજ” તરીકે ઓળખાવે છે. તે દાઉદની રાજગાદીના વારસ છે.—ગલાતીઓ ૩:૧૬; લૂક ૧:૩૧-૩૩; ૩:૨૧, ૨૨.

ઈ.સ. ૩૩

વચન પ્રમાણેના “વંશજ” ઈસુને સાપ, એટલે કે શેતાન મારી નંખાવે છે. આમ થોડા સમય માટે જાણે તેમને ઘાયલ કરે છે. યહોવા ઈસુને જીવતા કરીને સ્વર્ગનું જીવન આપે છે. તે ઈસુના સંપૂર્ણ જીવનનું મૂલ્ય સ્વીકારે છે. એના આધારે તે આદમના વંશજોને પાપોની માફી અને સદાનું જીવન આપવાનો માર્ગ ખોલે છે.​—ઉત્પત્તિ ૩:૧૫; પ્રેરિતોનાં કાર્યો ૨:​૩૨-૩૬; ૧ કોરીંથીઓ ૧૫:૨૧, ૨૨.

લગભગ ઈ.સ. ૧૯૧૪

સાપને, એટલે કે શેતાનને ઈસુ પૃથ્વી પર ફેંકી દે છે. તે તેને થોડા સમય માટે પૃથ્વી પૂરતો મર્યાદિત કરી દે છે.​—પ્રકટીકરણ ૧૨:૭-૯, ૧૨.

ભાવિ

ઈસુ ૧,૦૦૦ વર્ષ માટે શેતાનને કેદ કરે છે અને પછી તેનો નાશ કરે છે, જાણે કે તેનું માથું છૂંદે છે. પૃથ્વી અને મનુષ્ય માટેનો યહોવાનો મૂળ હેતુ પૂરો થાય છે. તેમના નામ પર લાગેલું કલંક દૂર થાય છે. તેમની રાજ કરવાની રીત ખરી સાબિત થાય છે.​—પ્રકટીકરણ ૨૦:૧-૩, ૧૦; ૨૧:૩, ૪.