સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સવાલ ૭

બાઇબલમાં આપણા દિવસો વિશે અગાઉથી શું જણાવ્યું છે?

‘એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે. આ બધું તો દુઃખોની શરૂઆત જ છે.’

માથ્થી ૨૪:​૭, ૮

“ઘણા જૂઠા પ્રબોધકો ઊભા થશે અને ઘણાને ખોટા માર્ગે દોરશે. દુષ્ટતા વધી જવાથી, ઘણા લોકોનો પ્રેમ ઠંડો પડી જશે.”

માથ્થી ૨૪:૧૧, ૧૨

“તમે યુદ્ધોનો ઘોંઘાટ અને યુદ્ધોની ખબરો સાંભળો ત્યારે ચોંકી ન જતા. આ બધું થાય એ જરૂરી છે, પણ એટલેથી અંત નહિ આવે.”

માર્ક ૧૩:૭

“મોટા મોટા ધરતીકંપો થશે, એક પછી એક ઘણી જગ્યાએ ખોરાકની અછત પડશે અને રોગચાળો ફેલાશે. ડરાવી નાખતા બનાવો બનશે અને આકાશમાંથી મોટી મોટી નિશાનીઓ થશે.”

લૂક ૨૧:૧૧

“છેલ્લા દિવસોમાં સંકટના સમયો આવશે, જે સહન કરવા અઘરા હશે. કેમ કે લોકો સ્વાર્થી, પૈસાના પ્રેમી, બડાઈખોર, ઘમંડી, નિંદા કરનારા, માબાપની આજ્ઞા ન પાળનારા, આભાર ન માનનારા, વિશ્વાસઘાતી, પ્રેમભાવ વગરના, જિદ્દી, બદનામ કરનારા, સંયમ ન રાખનારા, ક્રૂર, ભલાઈના દુશ્મન, દગાખોર, હઠીલા, અભિમાનથી ફુલાઈ જનારા, ઈશ્વરને પ્રેમ કરવાને બદલે મોજશોખને પ્રેમ કરનારા, ભક્તિભાવનો દેખાડો કરનારા પણ એ પ્રમાણે નહિ જીવનારા હશે.”

૨ તિમોથી ૩:​૧-૫