સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સવાલ ૧૪

તમારી માલ-મિલકત સમજી-વિચારીને વાપરવા શું કરશો?

“મોજશોખનો પ્રેમી કંગાળ થઈ જશે, દ્રાક્ષદારૂ અને તેલનો શોખીન ધનવાન થશે નહિ.”

નીતિવચનો ૨૧:⁠૧૭

“ઉધાર લેનાર ઉધાર આપનારનો ચાકર છે.”

નીતિવચનો ૨૨:૭

“તમારામાંથી એવું કોણ છે જેને ઘર બાંધવું છે અને જે પહેલા બેસીને હિસાબ નહિ કરે કે તેની પાસે પૂરતા પૈસા છે કે નહિ? એમ નહિ કરે તો તે કદાચ ઘરનો પાયો નાખે, પણ એને પૂરું નહિ કરી શકે. એ જોનારા બધા તેની મશ્કરી કરવા લાગશે. તેઓ કહેશે: ‘આ માણસે બાંધવાનું શરૂ તો કર્યું, પણ પૂરું ન કરી શક્યો.’”

લૂક ૧૪:૨૮-​૩૦

“બધાએ ધરાઈને ખાઈ લીધા પછી ઈસુએ શિષ્યોને કહ્યું: ‘વધેલા ટુકડા ભેગા કરો, જેથી જરા પણ બગાડ ન થાય.’”

યોહાન ૬:​૧૨