સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સવાલ ૧૫

તમે કઈ રીતે સુખી થઈ શકો?

“નફરત હોય ત્યાં પકવાન ખાવા કરતાં, પ્રેમ હોય ત્યાં સાદું ભોજન ખાવું વધારે સારું.”

નીતિવચનો ૧૫:⁠૧૭

“હું યહોવા તમારો ઈશ્વર છું. હું તમારા લાભ માટે શીખવું છું. તમારે જે માર્ગે ચાલવું જોઈએ એના પર હું તમને દોરી જાઉં છું.”

યશાયા ૪૮:⁠૧૭

“જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે તેઓ સુખી છે, કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.”

માથ્થી ૫:૩

“તું જેવો પોતાના પર એવો પોતાના પડોશી પર પ્રેમ રાખ.”

માથ્થી ૨૨:⁠૩૯

“જેમ તમે ચાહો છો કે લોકો તમારી સાથે વર્તે, એમ તમે પણ તેઓની સાથે વર્તો.”

લૂક ૬:​૩૧

“સુખી છે તેઓ, જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાળે છે!”

લૂક ૧૧:⁠૨૮

“ભલે કોઈની પાસે ઘણું હોય, તોપણ મિલકતથી તેને જીવન મળતું નથી.”

લૂક ૧૨:⁠૧૫

“તેથી, જે ખોરાક અને કપડાં મળે, એમાં આપણે સંતોષ માનીએ.”

૧ તિમોથી ૬:૮

“લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.”

પ્રેરિતોનાં કાર્યો ૨૦:⁠૩૫