સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સવાલ ૧

ઈશ્વર કોણ છે?

“બધા લોકો જાણે કે તમારું નામ યહોવા છે અને આખી પૃથ્વી પર તમે એકલા જ સર્વોચ્ચ ઈશ્વર છો.”

ગીતશાસ્ત્ર ૮૩:⁠૧૮

“યહોવા જ ઈશ્વર છે એ જાણો. તેમણે આપણું સર્જન કર્યું છે, આપણે તેમના જ છીએ.”

ગીતશાસ્ત્ર ૧૦૦:૩

“હું યહોવા છું. એ જ મારું નામ છે. હું મારું ગૌરવ કોઈને આપતો નથી, હું મારી સ્તુતિ કોતરેલી મૂર્તિઓને આપતો નથી.”

યશાયા ૪૨:૮

“જે કોઈ યહોવાને નામે પોકાર કરશે, તે ઉદ્ધાર મેળવશે.”

રોમનો ૧૦:⁠૧૩

“ખરું કે દરેક ઘર કોઈકે બનાવ્યું છે, પણ બધી વસ્તુઓ બનાવનાર તો ઈશ્વર છે.”

હિબ્રૂઓ ૩:૪

“તમારી આંખો ઊંચી કરીને આકાશ તરફ જુઓ. એ બધા તારા કોણે બનાવ્યા છે? તે તેઓને સૈન્યની જેમ ગણી ગણીને બહાર લઈ આવે છે અને બધાને નામથી બોલાવે છે. તેમની પ્રચંડ તાકાત અને અજાયબ શક્તિને લીધે કોઈ બાકી રહી જતો નથી.”

યશાયા ૪૦:⁠૨૬