સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સવાલ ૧૦

ભાવિ વિશે બાઇબલ કયાં વચનો આપે છે?

“સચ્ચાઈથી ચાલનારા ધરતીના વારસ થશે અને એમાં તેઓ સદા જીવશે.”

ગીતશાસ્ત્ર ૩૭:⁠૨૯

“પૃથ્વી કાયમ ટકી રહે છે.”

સભાશિક્ષક ૧:૪

“તે કાયમ માટે મરણને મિટાવી દેશે, વિશ્વના માલિક યહોવા બધાના ચહેરા પરથી આંસુ લૂછી નાખશે.”

યશાયા ૨૫:૮

“એ સમયે આંધળાની આંખો ઉઘાડવામાં આવશે. બહેરાના કાન ખોલવામાં આવશે. એ સમયે લંગડો હરણની જેમ કૂદશે. મૂંગાની જીભ ખુશીથી પોકારી ઊઠશે. વેરાન પ્રદેશમાં પાણીના ઝરા ફૂટી નીકળશે અને ઉજ્જડ પ્રદેશમાં ઝરણાં વહેવા લાગશે.”

યશાયા ૩૫:​૫, ૬

“ઈશ્વર તેઓની આંખોમાંનું એકેએક આંસુ લૂછી નાખશે. શોક કે વિલાપ કે દુઃખ રહેશે નહિ. અરે, મરણ પણ રહેશે નહિ! ઈશ્વર આપણાં બધાં દુઃખો દૂર કરશે!”

પ્રકટીકરણ ૨૧:૪

“તેઓ ઘરો બાંધશે અને એમાં રહેશે. તેઓ દ્રાક્ષાવાડીઓ રોપશે અને એનાં ફળ ખાશે. એવું નહિ થાય કે તેઓ ઘરો બાંધે અને એમાં બીજું કોઈ રહે, તેઓ દ્રાક્ષાવાડીઓ રોપે અને એનાં ફળ બીજું કોઈ ખાય. મારા લોકો વૃક્ષની જેમ લાંબું જીવશે. મારા પસંદ કરેલા લોકો પોતાની મહેનતનાં ફળનો આનંદ ઉઠાવશે.”

યશાયા ૬૫:૨૧, ૨૨