સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ક-૭-ક

ઈસુના પૃથ્વી પરના જીવનના મુખ્ય બનાવો—ઈસુના પ્રચારકાર્ય પહેલાં

સમયક્રમ પ્રમાણે ખુશખબરનાં ચાર પુસ્તકો

ચાર્ટની સાથે નકશા આપવામાં આવ્યા છે, જે બતાવે છે કે ઈસુ કઈ જગ્યાઓએ ગયા અને ક્યાં તેમણે પ્રચાર કર્યો. નકશામાં આપેલી તીરની નિશાનીઓ, તેમણે વાપરેલો ચોક્કસ રસ્તો નહિ, પણ દિશા બતાવે છે.

ઈસુના પ્રચારકાર્ય પહેલાં

સમય

જગ્યા

બનાવ

માથ્થી

માર્ક

લૂક

યોહાન

ઈ.સ. પૂર્વે ૩

યરૂશાલેમ, મંદિર

ગાબ્રિયેલ દૂત ઝખાર્યાને જણાવે છે કે બાપ્તિસ્મા આપનાર યોહાનનો જન્મ થશે

   

૧:૫-૨૫

 

આશરે ઈ.સ. પૂર્વે ર

નાઝરેથ; યહૂદિયા

ગાબ્રિયેલ દૂત મરિયમને જણાવે છે કે ઈસુનો જન્મ થશે; મરિયમ પોતાની સંબંધી એલિસાબેતને મળવા જાય છે

   

૧:૨૬-૫૬

 

ઈ.સ. પૂર્વે ૨

યહૂદિયાનો પહાડી પ્રદેશ

બાપ્તિસ્મા આપનાર યોહાનનો જન્મ, તેને નામ આપવામાં આવ્યું; ઝખાર્યા ભવિષ્યવાણી કરે છે; યોહાન વેરાન પ્રદેશમાં રહેશે

   

૧:૫૭-૮૦

 

ઈ.સ. પૂર્વે ૨, આશરે ઑક્ટો. ૧

બેથલેહેમ

ઈસુનો જન્મ; “શબ્દ મનુષ્ય બન્યો”

૧:​૧-​૨૫

 

૨:૧-૭

૧:૧૪

બેથલેહેમ નજીક; બેથલેહેમ

દૂત ઘેટાંપાળકોને ખુશખબર જણાવે છે; દૂતો ઈશ્વરની સ્તુતિ કરે છે; ઘેટાંપાળકો બાળકની મુલાકાત લે છે

   

૨:૮-૨૦

 

બેથલેહેમ; યરૂશાલેમ

ઈસુની સુન્‍નત (૮ મો દિવસ); માબાપ તેમને મંદિરમાં લઈ ગયાં (૪૦ મા દિવસ પછી)

   

૨:૨૧-૩૮

 

ઈ.સ. પૂર્વે ૧ અથવા ઈ.સ. ૧

યરૂશાલેમ; બેથલેહેમ; ઇજિપ્ત; નાઝરેથ

જ્યોતિષીઓ મળવા આવે છે; કુટુંબ ઇજિપ્ત નાસી જાય છે; હેરોદ નાના છોકરાઓને મારી નાખે છે; કુટુંબ ઇજિપ્તથી પાછું આવીને નાઝરેથમાં રહે છે

૨:૧-૨૩

 

૨:૩૯, ૪૦

 

ઈ.સ. ૧૨, પાસ્ખાનો તહેવાર

યરૂશાલેમ

બાર વર્ષના ઈસુ મંદિરમાં ધર્મગુરુઓને સવાલો પૂછે છે

   

૨:૪૧-૫૦

 
 

નાઝરેથ

નાઝરેથ પાછા આવે છે; માતા-પિતાને આધીન રહે છે; સુથારીકામ શીખે છે; મરિયમે બીજા ચાર દીકરાઓનો અને બીજી દીકરીઓનો ઉછેર કર્યો (માથ ૧૩:૫૫, ૫૬; માર્ક ૬:૩)

   

૨:૫૧, ૫૨

 

૨૯, વસંત

વેરાન પ્રદેશ, યર્દન નદી

બાપ્તિસ્મા આપનાર યોહાન પ્રચારકાર્ય શરૂ કરે છે

૩:૧-૧૨

૧:૧-૮

૩:૧-૧૮

૧:૬-૮