નીતિવચનો ૮:૧-૩૬

  • બુદ્ધિ પોકાર કરે છે (૧-૩૬)

    • ‘હું ઈશ્વરના હાથની સૌથી પહેલી કારીગરી છું’ (૨૨)

    • ‘હું કુશળ કારીગર તરીકે ઈશ્વરની સાથે હતી’ (૩૦)

    • “મનુષ્યોને હું ખૂબ ચાહતી હતી” (૩૧)

 બુદ્ધિ* પોકાર કરે છેઅને સમજશક્તિ મોટા સાદે બોલાવે છે.+  ૨  રસ્તાની કોરે ઊંચી ટેકરીઓ પર+અને ચાર રસ્તા પર એ ઊભી છે.  ૩  શહેરના પ્રવેશદ્વાર પાસે,દરવાજે ઊભી રહીને એ મોટેથી બૂમ પાડે છે:+  ૪  “હે લોકો, સાંભળો, હું તમને બોલાવું છું,હું તમને બધાને* કંઈક કહું છું.  ૫  હે ભોળા* માણસો, તમે સમજદારીથી કામ કરવાનું શીખો,*+હે મૂર્ખ માણસો, તમે સમજણ* મેળવો.  ૬  મારું સાંભળો, કેમ કે હું મહત્ત્વની વાત કહું છું,મારા હોઠ સાચી વાત બોલે છે.  ૭  હું ધીમે ધીમે સત્યની વાત કહું છું,મારા હોઠ ખરાબ વાતો ધિક્કારે છે.  ૮  મારા મુખમાંથી નીકળતી બધી વાતો સાચી છે,એકેય વાત જૂઠી કે કપટી નથી.  ૯  સમજુ લોકો માટે એ વાતો સ્પષ્ટ છે,જેઓને જ્ઞાન મળ્યું છે, તેઓ માટે એ વાતો સાચી છે. ૧૦  ચાંદીને બદલે મારી શિસ્ત* સ્વીકારો,ઉત્તમ સોનાને બદલે મારું જ્ઞાન સ્વીકારો,+ ૧૧  કેમ કે કીમતી પથ્થરો* કરતાં બુદ્ધિ વધારે સારી,મૂલ્યવાન વસ્તુઓ પણ એની તોલે ન આવી શકે. ૧૨  હું બુદ્ધિ છું અને સમજણ* મારી જોડે રહે છે,મને જ્ઞાન મળ્યું છે, વિવેકબુદ્ધિ* મળી છે.+ ૧૩  યહોવાનો ડર એટલે દુષ્ટતાનો ધિક્કાર કરવો.+ હું અભિમાન, ઘમંડ,+ દુષ્ટ માર્ગો અને જૂઠી વાતોને ધિક્કારું છું.+ ૧૪  મારી પાસે સારી સલાહ અને ડહાપણ* છે,+મારી પાસે સમજણ+ અને તાકાત છે.+ ૧૫  મારી મદદથી રાજાઓ રાજ કરે છેઅને મોટા મોટા પ્રધાનો યોગ્ય કાયદા ઘડે છે.+ ૧૬  મારી મદદથી અધિકારીઓ અધિકાર ચલાવે છેઅને આગેવાનો અદ્દલ ઇન્સાફ કરે છે. ૧૭  જેઓ મને પ્રેમ કરે છે, તેઓને હું પ્રેમ કરું છું,જેઓ મને શોધે છે, તેઓને હું મળું છું.+ ૧૮  મારી પાસે સંપત્તિ અને મહિમા છે,મારી પાસે નેકી અને અવિનાશી ધન* છે. ૧૯  મારી ભેટ સોના કરતાં, હા, ચોખ્ખા સોના કરતાં વધારે સારી છે,મારી બક્ષિસ ઉત્તમ ચાંદી કરતાં વધારે સારી છે.+ ૨૦  હું સાચા માર્ગમાં ચાલું છું,હું ન્યાયના માર્ગમાં વચ્ચોવચ ચાલું છું. ૨૧  મને પ્રેમ કરનારાઓને હું કીમતી વારસો આપું છુંઅને તેઓના ભંડારો ભરી દઉં છું. ૨૨  ઘણા સમય પહેલાં યહોવાએ મારું સર્જન કર્યું,+તેમણે સૃષ્ટિમાં સૌથી પહેલા મને બનાવી,હું તેમના હાથની સૌથી પહેલી કારીગરી છું.+ ૨૩  યુગોના યુગો પહેલાં,* પૃથ્વીની રચના થઈ એ પહેલાં,+શરૂઆતથી મને ઊંચા સ્થાને મૂકવામાં આવી.+ ૨૪  મારો જન્મ થયો* ત્યારે ઊંડા સમુદ્રો ન હતા,+પાણીથી ઊભરાતા ઝરા ન હતા. ૨૫  પર્વતોને એની જગ્યાએ મૂકવામાં આવ્યા એ પહેલાં,ટેકરીઓને સ્થિર કરવામાં આવી એ પહેલાં મારો જન્મ થયો હતો. ૨૬  એ સમયે તેમણે પૃથ્વી અને મેદાનો બનાવ્યાં ન હતાં,અરે, માટીનું ઢેફું પણ બનાવ્યું ન હતું! ૨૭  તેમણે આકાશો બનાવ્યાં+ ત્યારે હું ત્યાં હતી. જ્યારે તેમણે પાણીની સપાટી પર ક્ષિતિજ બનાવી,*+ ૨૮  જ્યારે તેમણે ઉપર વાદળો મૂક્યાં*અને ઊંડા પાણીનાં ઝરણાં બનાવ્યાં, ૨૯  જ્યારે તેમણે સમુદ્ર માટે નિયમ ઠરાવ્યો,જેથી એનાં મોજાં હદ* ઓળંગે નહિ,+જ્યારે તેમણે પૃથ્વીના પાયા નાખ્યા, ૩૦  ત્યારે હું કુશળ કારીગર તરીકે તેમની સાથે હતી.+ મારા લીધે તેમને રોજ અપાર ખુશી મળતી,+આખો વખત હું તેમની આગળ આનંદ કરતી.+ ૩૧  જ્યારે તેમણે માણસો માટે પૃથ્વી બનાવી, ત્યારે હું ખૂબ ખુશ થઈ,મનુષ્યોને* હું ખૂબ ચાહતી હતી. ૩૨  મારા દીકરાઓ, મારું સાંભળો,કેમ કે મારા માર્ગો પર ચાલનાર લોકો સુખી છે. ૩૩  મારી શિસ્ત* સ્વીકારો+ અને બુદ્ધિમાન બનો,એનો કદી ત્યાગ કરશો નહિ. ૩૪  સુખી છે એ માણસ, જે મારું સાંભળે છે,જે રોજ મારા દરવાજે આવીને વહેલી સવારે ઊભો રહે છેઅને મારા ઘરના બારણે મારી રાહ જુએ છે. ૩૫  કેમ કે જેને હું મળું છું, તેને જીવન મળે છે,+તેને યહોવાની કૃપા મળે છે. ૩૬  પણ જે મારો નકાર કરે છે, તે પોતાનું જ નુકસાન કરે છે. જે મને નફરત કરે છે, તે મોતને ચાહે છે.”+

ફૂટનોટ

“બુદ્ધિ” માટે વપરાયેલો હિબ્રૂ શબ્દ સ્ત્રીલિંગ છે. અહીં બુદ્ધિને સ્ત્રી તરીકે રજૂ કરવામાં આવી છે.
મૂળ, “માણસોના દીકરાઓને.”
અથવા, “બિનઅનુભવી.”
મૂળ, “તમે શાણપણ શીખો.”
અથવા, “સમજુ હૃદય.”
અથવા, “પરવાળાં.”
અથવા, “સમજવાની અને વિચારવાની આવડત.”
મૂળ, “શાણપણ.”
અથવા, “વ્યવહારુ બુદ્ધિ.”
અથવા, “કીમતી વારસો.”
અથવા, “અનાદિકાળથી.”
અથવા, “પ્રસવપીડા સાથે મારો જન્મ થયો.”
મૂળ, “વર્તુળ દોર્યું.”
મૂળ, “મજબૂત કર્યાં.”
અથવા, “તેમનો હુકમ.”
અથવા, “માણસોના દીકરાઓને.”