નીતિવચનો ૨૫:૧-૨૮

  • ખાનગી વાત ઉઘાડી ન પાડવી ()

  • યોગ્ય સમયે બોલેલો શબ્દ (૧૧)

  • કોઈકના ઘરે વારંવાર ન જા (૧૭)

  • દુશ્મનના માથા પર ધગધગતા અંગારાનો ઢગલો કર (૨૧, ૨૨)

  • સારા સમાચાર ઠંડા પાણી જેવા છે (૨૫)

૨૫  યહૂદાના રાજા હિઝકિયાના+ માણસોએ નકલ કરેલાં* સુલેમાનનાં બીજાં નીતિવચનો:*+  ૨  કોઈ વાતને ગુપ્ત રાખવામાં ઈશ્વરનો મહિમા છે+અને કોઈ વાતને શોધી કાઢવામાં રાજાઓનું ગૌરવ છે.  ૩  જેમ આકાશોની ઊંચાઈ અને પૃથ્વીની ઊંડાઈ માપી શકાતી નથી,તેમ રાજાઓના દિલમાં શું છે એ જાણી શકાતું નથી.  ૪  જ્યારે ચાંદીમાંથી અશુદ્ધિ દૂર થાય છે,ત્યારે એ પૂરી રીતે શુદ્ધ થઈ જાય છે.+  ૫  રાજા આગળથી દુષ્ટ માણસને દૂર કરઅને તેની રાજગાદી ન્યાયના પાયા પર સ્થિર રહેશે.+  ૬  રાજા આગળ બડાઈઓ ન હાંક+અને મોટા મોટા લોકો વચ્ચે બેસીશ નહિ.+  ૭  અધિકારી આગળ રાજા તારું અપમાન કરે એના કરતાં,+તે તને કહે કે “અહીં ઉપર આવીને બેસ,” એ વધારે સારું.  ૮  પડોશી પર મુકદ્દમો કરવામાં ઉતાવળ ન કર. તે તને જૂઠો સાબિત કરશે તો તું શું કરીશ?+  ૯  તારા પડોશી સાથે તું ભલે વાદવિવાદ કરે,+પણ તને જણાવેલી ખાનગી વાત* ઉઘાડી ન પાડ,+ ૧૦  નહિતર તારા મોઢે ખરાબ વાત* ફેલાશે, તું શબ્દો પાછા ખેંચી નહિ શકેઅને તારી વાત સાંભળનાર તને શરમમાં મૂકશે. ૧૧  યોગ્ય સમયે બોલેલો શબ્દચાંદીની ટોપલીમાં* મૂકેલા સોનાના સફરજન જેવો છે.+ ૧૨  બુદ્ધિમાનનો ઠપકો એના સાંભળનાર માટેસોનાની બુટ્ટી અને શુદ્ધ સોનાનાં ઘરેણાં જેવો છે.+ ૧૩  વફાદાર સંદેશવાહક તેના મોકલનાર માટેકાપણીના ગરમ દિવસોમાં ઠંડા બરફ જેવો છે,તે પોતાના માલિકને તાજગી આપે છે.+ ૧૪  જે માણસ ભેટ આપવાની બડાઈ મારે છે પણ આપતો નથી,+તે એવાં પવન અને વાદળાં જેવો છે, જે વરસાદ લાવતાં નથી. ૧૫  ધીરજથી અધિકારીનું દિલ જીતી લેવાય છેઅને માયાળુ શબ્દો* હાડકું ભાંગે છે.+ ૧૬  જો તને મધ મળે, તો જરૂર હોય એટલું જ ખા. જો તું વધારે ખાઈશ, તો તારે એ ઓકી કાઢવું પડશે.+ ૧૭  કોઈકના* ઘરે વારંવાર ન જા,નહિતર તે તારાથી કંટાળી જશે અને તને ધિક્કારશે. ૧૮  પોતાના પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી આપનાર માણસયુદ્ધમાં વપરાતા દંડા, તલવાર અને તીક્ષ્ણ તીર જેવો છે.+ ૧૯  આફતના સમયે અવિશ્વાસુ* પર ભરોસો રાખવોતૂટેલા દાંત અને લથડતા પગ પર ભરોસો રાખવા જેવું છે. ૨૦  ઉદાસ માણસ આગળ ગીતો ગાવાં+ઠંડીમાં પોતાનાં કપડાં કાઢી નાખવા જેવુંઅને ખાર* પર સરકો રેડવા જેવું છે. ૨૧  જો તારો દુશ્મન* ભૂખ્યો હોય, તો તેને ખાવા રોટલી આપ,જો તે તરસ્યો હોય, તો તેને પીવા પાણી આપ.+ ૨૨  આમ તું તેના માથા પર ધગધગતા અંગારાનો ઢગલો કરીશ*+અને યહોવા તને ઇનામ આપશે. ૨૩  ઉત્તરનો પવન ધોધમાર વરસાદ લાવે છેઅને બીજાની પંચાત કરતી જીભ ગુસ્સો ભડકાવે છે.+ ૨૪  ઝઘડાળુ* પત્ની સાથે એક ઘરમાં રહેવા કરતાં+ધાબા પર ખૂણામાં પડ્યા રહેવું વધારે સારું. ૨૫  દૂર દેશથી આવેલા સારા સમાચાર+થાકેલા જીવ* માટે ઠંડા પાણી જેવા છે. ૨૬  દુષ્ટ આગળ નમતું જોખનાર* નેક માણસકાદવથી ભરેલા ઝરા અને ગંદા પાણીના કૂવા જેવો છે. ૨૭  જેમ વધારે પડતું મધ ખાવું સારું નથી,+તેમ પોતાનો જ મહિમા શોધવો પણ સારું નથી.+ ૨૮  ગુસ્સા પર કાબૂ ન રાખનાર માણસ+તૂટેલા કોટવાળા શહેર જેવો છે.

ફૂટનોટ

અથવા, “કહેવતો; સુવાક્યો.” શબ્દસૂચિ જુઓ.
અથવા, “ભેગાં કરેલાં અને નકલ ઉતારેલાં.”
અથવા, “બીજાની ખાનગી વાત.”
અથવા, “બદનામ કરતી અફવા.”
અથવા, “નકશીકામ કરેલી ટોપલીમાં.”
મૂળ, “કોમળ જીભ.”
અથવા, “તારા પડોશીના.”
અથવા કદાચ, “કપટી.”
અથવા, “ધોવાના સોડા.”
મૂળ, “તને નફરત કરનાર.”
એટલે કે, વ્યક્તિને નરમ પાડવી અને તેનું કઠણ દિલ પિગાળવું.
અથવા, “વાંક કાઢતી; ટોકટોક કરતી.”
શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
અથવા, “તડજોડ કરનાર.” મૂળ, “લથડિયાં ખાનાર.”