સ્કીપ ટુ કન્ટેન્ટ

“યહોવાના સાક્ષીઓ” નામ ક્યાંથી આવ્યું?

“યહોવાના સાક્ષીઓ” નામ ક્યાંથી આવ્યું?

બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે. (નિર્ગમન ૬:૩; ગીતશાસ્ત્ર ૮૩:૧૮) સાક્ષી કોને કહેવાય? એવી વ્યક્તિ, જે એવા વિચારો અને સત્ય જાહેર કરે, જેના વિશે એને પૂરી ખાતરી હોય.

સાચા ઈશ્વરભક્તોના સમૂહ તરીકે અમે આખી સૃષ્ટિના સરજનહાર યહોવાનું સત્ય જાહેર કરીએ છીએ. તેથી, અમે પોતાને “યહોવાના સાક્ષીઓ” તરીકે ઓળખાવીએ એ યોગ્ય છે. (પ્રકટીકરણ ૪:૧૧) અમારી જીવનઢબ દ્વારા અને બાઇબલમાંથી જે શીખીએ છીએ એ વિશે બીજાઓને જણાવીને અમે સાક્ષી આપીએ છીએ.—યશાયા ૪૩:૧૦-૧૨; ૧ પીતર ૨:૧૨.