સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કુટુંબ માટે મદદ | યુવાનો

લાલચનો સામનો કઈ રીતે કરશો?

લાલચનો સામનો કઈ રીતે કરશો?

મુશ્કેલી

‘કોઈક વાર છોકરીઓ મારો ફોન નંબર માંગે છે અને “હૂક અપ”ની ઑફર કરે છે. “હૂક અપ” એટલે કે “કોઈ એવાને ચુંબન કરવું કે તેની સાથે સેક્સ માણવું, જેને તમે ફરી મળવાનું વિચારતા પણ નથી.” હું ના પાડી દેતો અને ત્યાંથી નીકળી જતો. પણ મનમાં હજીયે ક્યાંક એવો વિચાર આવ્યા કરતો કે “મેં મારો નંબર આપ્યો હોત તો?” અમુક છોકરીઓ ખરેખર બહુ આકર્ષક હોય છે. એટલે સહેલાઈથી તેઓને “હા” પાડવાનું મન થઈ શકે.’—કાર્લોસ, * ૧૬ વર્ષ.

શું તમને પણ કાર્લોસની જેમ લાલચનો સામનો કરવો અઘરું લાગે છે? જો હા, તો તમે આ લડાઈમાં જીતી શકો છો.

તમારે શું જાણવું જોઈએ?

જો તમે લાલચને વશ થઈ જશો તો બદલામાં ફક્ત દુઃખ જ મળશે

લાલચ સામે સૌ કોઈ હથિયાર નાંખી દે છે, અરે મોટાઓ પણ. લાલચ તો કોઈ પણ રૂપ ધારણ કરી શકે. ઈશ્વરભક્ત પાઊલે લખ્યું: ‘હું ઈશ્વરના નિયમમાં આનંદ માનું છું. પણ હું મારા અવયવોમાં એક જુદો નિયમ જોઉં છું, તે મારા મનના નિયમની સામે લડે છે, અને મારા અવયવોમાં રહેલા પાપના નિયમ બંધનમાં મને લાવે છે.’ તેમણે બાઇબલમાં આમ લખ્યું ત્યારે તે યુવાન ન હતા. (રોમનો ૭:૨૨, ૨૩) ભલે પાઊલ પર ખોટી ઇચ્છાનું દબાણ આવ્યું, તોય તે એને વશ થયા નહિ. તમે પણ તેમની જેમ જીતી શકો છો! ખોટી ઇચ્છાઓના ગુલામ શા માટે બનવું? (૧ કોરીંથી ૯:૨૭) નાની ઉંમરથી લાલચોનો સામનો કરવાનું શીખવાથી તમને હમણાં ઘણી બધી ચિંતાઓથી રાહત મળશે. એટલું જ નહિ, ભવિષ્યમાં પણ એ કામ લાગશે.

આજનું મનોરંજન બળતામાં ઘી રેડે છે. “જુવાનીના વિષયો” કે ઇચ્છાઓ વિશે બાઇબલમાં જણાવ્યું છે. ખોટી ઇચ્છાઓ એટલી પ્રબળ હોય છે કે એનાથી જ વ્યક્તિ લલચાઈ જઈ શકે. (૨ તીમોથી ૨:૨૨) પણ આજના યુવાનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતાં ફિલ્મો, ટીવી કાર્યક્રમો, મ્યુઝિક અને બુક્સ ખોટી ઇચ્છાઓને વધારે પ્રબળ બનાવે છે. તેઓ એવો મૅસેજ આપે છે કે ખોટી ઇચ્છાઓને વશ થવામાં કંઈ વાંધો નથી. દાખલા તરીકે, કોઈ ફિલ્મમાં એવું બતાવવામાં આવ્યું હોય કે બે કલાકારો એકબીજાના ‘પ્રેમમાં છે’ તો, એ ચોક્કસ છે કે કહાનીમાં ક્યાંક તો આગળ જતા તેઓ બંને સેક્સ માણશે. જોકે, બાઇબલ જણાવે છે કે વાસ્તવિક જીવનમાં સ્ત્રી અને પુરુષ પાસે “શારીરિક દુર્વાસનાઓ”થી દૂર રહેવાની તાકાત છે. (૧ પીતર ૨:૧૧, કોમન લેંગ્વેજ) એનો અર્થ થાય કે તમે ચાહો તો ખોટી ઇચ્છાઓ નકારી શકો. પણ કઈ રીતે?

તમે શું કરી શકો?

તમારી નબળાઈઓ જાણો. જ્યાં નબળી કડી હોય, ત્યાંથી આખી ચેઇન તૂટી જાય છે. એવી જ રીતે, સાચું કરવાનો તમારો પાક્કો નિર્ણય જીવનનાં એવાં પાસાંમાં તૂટી જઈ શકે, જ્યાં તમે નબળા છો. તમારે કયાં પાસાંમાં વધારે ધ્યાન રાખવાની જરૂર છે?—બાઇબલ સિદ્ધાંત: યાકૂબ ૧:૧૪.

અગાઉથી લાલચો પારખો. એવી પરિસ્થિતિનો વિચાર કરો જ્યાં તમારી સામે લાલચો આવી શકે. એવી લાલચ આવે ત્યારે કઈ રીતે સામનો કરશો, એનો મનમાં પહેલેથી વિચાર કરો.—બાઇબલ સિદ્ધાંત: નીતિવચનો ૨૨:૩.

મનમાં મજબૂત ગાંઠ વાળો. બાઇબલ જણાવે છે કે જ્યારે યુસફ સામે જાતીય ઇચ્છાની લાલચ આવી, ત્યારે તેણે કહ્યું કે “એવું મોટું કુકર્મ કરીને, હું ઈશ્વરનો અપરાધી કેમ થાઉં?” (ઉત્પત્તિ ૩૯:૯) “હું ઈશ્વરનો અપરાધી કેમ થાઉં?” એવા શબ્દો યુસફે કહ્યા ત્યારે, એ બતાવતા હતા કે શું ખરું છે અને શું ખોટું એ વિશે તેમણે મનમાં મજબૂત ગાંઠ વાળી હતી. શું તમે પણ એવું કરશો?

મદદ કરે એવા મિત્રો શોધો. જો તમારી સંગત એવા લોકોની સાથે હશે, જેઓએ પણ તમારી જેમ સારું કરવાની મનમાં ગાંઠ વાળી છે. તો તમે મોટા ભાગની લાલચો સફળતાપૂર્વક નકારી શકશો. બાઇબલ જણાવે છે: “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે.”—નીતિવચનો ૧૩:૨૦.

એવા સંજોગો ટાળો જ્યાં લાલચનો સામનો કરવો અઘરું હોય. દાખલા તરીકે:

  • છોકરા-છોકરીઓએ એકાંતમાં સમય પસાર કરવો ન જોઈએ.

  • પોર્નોગ્રાફી જોવા લલચાવે એવા સમયે કે સ્થળે ઇન્ટરનેટ વાપરો નહિ.

  • જેઓના વાણી-વર્તનથી ખોટી બાબતો આકર્ષક લાગે તેઓથી દૂર રહો.

તમે કઈ સલાહને મનમાં ઉતારશો જે તમને લાલચથી દૂર રહેવા મદદ કરશે?—બાઇબલ સિદ્ધાંત: ૨ તીમોથી ૨:૨૨.

મદદ માટે પ્રાર્થના કરો. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું કે “જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો.” (માથ્થી ૨૬:૪૧) હકીકતમાં તો, યહોવા ચાહે છે કે લાલચ સામે તમે લડો, અને તે તમને એમ કરવા મદદ પણ કરશે. બાઇબલ જણાવે છે: “તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ; પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.”—૧ કોરીંથી ૧૦:૧૩. (g14-E 10)

^ ફકરો. 4 નામ બદલ્યું છે.