સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય

માનસિક બીમારી વિશે શું જાણવું જોઈએ?

માનસિક બીમારી વિશે શું જાણવું જોઈએ?

ક્લોડિયાને હમણાં જ જાણવા મળ્યું કે, તેને બાયપોલાર ડિસઓર્ડર અને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર છે. પોતાની લાગણી જણાવતા તે કહે છે: ‘મને લાગ્યું કે જાણે પલભર મારો શ્વાસ થંભી ગયો. હું વિચાર્યા કરતી કે લોકો મારા વિશે શું કહેશે અને હું એને કઈ રીતે સહન કરીશ.’

ક્લોડિયાના પતિ માર્ક જણાવે છે કે, ‘એ પરિસ્થિતિ સ્વીકારતા મહિનાઓ લાગી ગયા. પણ, મને ખ્યાલ આવ્યો કે મારે મારી પત્નીની લાગણીઓને ધ્યાન આપવાની જરૂર છે.’

જો તમને કે તમારા સ્નેહીજનને માનસિક બીમારી થઈ હોય, તો તમને કેવું લાગશે? જોકે, માનસિક બીમારીની સારવાર થઈ શકે છે. ચાલો, એના વિશે વધારે સમજણ મેળવવા અમુક બાબતોનો વિચાર કરીએ. *

માનસિક બીમારી વિશે અમુક માહિતી

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા પ્રમાણે, ‘આખી દુનિયામાં લાખો ને લાખો લોકો માનસિક બીમારીથી પીડાઈ રહ્યા છે. એની અસર તેમના કુટુંબીજનોને પણ થાય છે. દર ચારમાંથી એક વ્યક્તિ પોતાના જીવન દરમિયાન ક્યારેક ને ક્યારેક માનસિક બીમારીનો શિકાર બને છે. એમાં ડિપ્રેશનનું પ્રમાણ સૌથી વધારે છે. ત્યાર પછી સ્કિઝોફ્રેનિયા અને બાયપોલાર ડિસઓર્ડર આવે છે. એ સૌથી વધારે ખતરનાક છે અને જીવન અઘરું બનાવી દે છે. જોકે, ઘણા લોકો માનસિક બીમારીથી પીડાતા હોય છે. તેમ છતાં, અમુક દર્દીઓ અથવા તેઓના કુટુંબીજનોને એ સ્વીકારતા શરમ લાગતી હોય છે. તેઓને જરૂરી મદદ કે સારવાર મળતી નથી અને તેઓ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે.’

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા પ્રમાણે માનસિક બીમારીથી પીડાતા ઘણા લોકો ડરને લીધે સારવાર લેતા અચકાય છે.

એક સંસ્થાના અહેવાલ પ્રમાણે મોટા ભાગની માનસિક બીમારીની સારવાર થઈ શકે છે. તેમ છતાં, અમેરિકામાં ગયા વર્ષે લગભગ ૬૦ ટકા મોટાઓને અને ૮થી ૧૫ વર્ષના ૫૦ ટકા તરુણોને સારવાર મળી ન હતી.—નેશનલ અલાયન્સ ઑન મેન્ટલ ઈલનેસ.

માનસિક બીમારી સમજવી

માનસિક બીમારી એટલે શું? વ્યક્તિના વિચારો, લાગણી અને વર્તન કાબૂમાં ન રહે તો, ડૉક્ટરો એને માનસિક બીમારી કહે છે. ઘણી વખત દર્દીની હાલત એટલી બગડી જાય કે, તે બીજાઓને ઓળખી ન શકે અને રોજિંદા કામ કરી ન શકે.

કોઈ નબળાઈ કે ખામીને કારણે વ્યક્તિને માનસિક બીમારી થતી નથી

એ બીમારીની ગંભીરતા વ્યક્તિના સંજોગો અને કયા પ્રકારની માનસિક બીમારી છે એના આધારે જુદી જુદી હોય શકે. આ બીમારી કોઈ પણ જાતિ, ઉંમર, સમાજ, ધર્મ અથવા ભણેલા ગણેલા કે ગમે તેટલું કમાતા સ્ત્રી કે પુરુષને થઈ શકે છે. કોઈ નબળાઈ કે ખામીને કારણે વ્યક્તિને માનસિક બીમારી થતી નથી. યોગ્ય સારવાર લેવાથી વ્યક્તિ સાજી થઈ શકે છે. તેમ જ, સામાન્ય અને સંતોષકારક જીવન જીવી શકે છે.

માનસિક બીમારીની સારવાર લેવી

માનસિક બીમારીના ડૉક્ટરો મોટા ભાગે કોઈ પણ પ્રકારની માનસિક બીમારીની સારવાર સફળતાથી કરી શકે છે. એટલે, એની સારવાર કરતા અનુભવી ડૉક્ટરની સલાહ લઈએ એ મહત્ત્વનું છે.

દર્દીને ત્યારે જ ફાયદો થશે, જ્યારે તે યોગ્ય સારવાર સ્વીકારશે. એમાં આવી બાબતોનો પણ સમાવેશ થાય છે: ઇચ્છા ન હોવા છતાં પણ બીજાઓ સાથે પોતાની માનસિક બીમારી વિશે વાત કરો. તેમ જ, માનસિક બીમારીના નિષ્ણાત ડૉક્ટર સાથે વાત કરો. તે તમને તમારી બીમારી સમજવા, રોજિંદા જીવનને લગતી મુશ્કેલીઓનો ઉકેલ લાવવા અને સારવાર છોડી ન દેવા ઉત્તેજન આપી શકે. આવા સમયે કુટુંબના સભ્યો કે મિત્રો દર્દીને ઉત્તેજન અને ટેકો પૂરો પાડીને મદદ કરી શકે.

બીમારી વિશે જાણકારી લેવાથી અને ડૉક્ટરની સલાહ પ્રમાણે કરવાથી ઘણા લોકો એને સહન કરતા શીખ્યા છે. લેખની શરૂઆતમાં જોઈ ગયેલા માર્ક જણાવે છે: ‘મારી પત્નીને માનસિક બીમારી થઈ એ પહેલાં અમે એના વિશે બહુ જાણતા ન હતા. પણ, હવે મુશ્કેલીને હાથ ધરતા અને સંજોગો પ્રમાણે પોતાને ઢાળતા શીખ્યા. સમય જતાં, અમને અનુભવી ડૉક્ટરો, કુટુંબીજનો અને મિત્રોની મદદથી ખૂબ જ ફાયદો થયો છે.’

માનસિક બીમારીની સારવાર કરતા અનુભવી ડૉક્ટરની સલાહ લઈએ એ મહત્ત્વનું છે

ક્લોડિયા પણ એ વાતે સહમત છે. તે જણાવે છે, ‘આ બીમારી વિશે જાણ થઈ ત્યારે, મારી આઝાદી છીનવાઈ ગઈ હોય એવું મને લાગ્યું. બીમારીને લીધે અમારા બંને પર અમુક નિયંત્રણો આવી ગયા. તેમ છતાં, હું શીખી કે અશક્ય સંજોગોનો પણ સામનો કરી શકાય છે. એટલે, મેં સારવાર આપતા ડૉક્ટરોને સાથ આપવાનું, બીજાઓ સાથે સારા સંબંધો બાંધવાનું અને એક સમયે એક જ કામ કરવાનું શરૂ કર્યું.’

ઈશ્વરની ભક્તિ પણ જરૂરી છે

બાઇબલ એ શીખવતું નથી કે ઈશ્વરની ભક્તિ કરવાથી બીમારીઓ મટી જશે. પણ, બાઇબલ શિક્ષણથી આખી દુનિયામાં ઘણાં કુટુંબોને ખૂબ જ દિલાસો અને હિંમત મળ્યાં છે. દાખલા તરીકે, આપણા પ્રેમાળ સરજનહાર ખાતરી આપે છે કે તે “નિરાશામાં ડૂબેલા” અને “ભાંગી પડેલા” લોકોની ખાસ કાળજી લે છે.—ગીતશાસ્ત્ર ૩૪:૧૮, સંપૂર્ણ.

બાઇબલ સારવારનું પુસ્તક નથી. તેમ છતાં, એ જરૂરી માર્ગદર્શન આપે છે, જેથી આપણે લાગણીઓ અને નિરાશ કરતા સંજોગો સહન કરી શકીએ. બાઇબલ એ પણ આશા આપે છે કે, ભવિષ્યમાં આ પૃથ્વી પરથી બીમારી અને દુઃખ તકલીફોને કાઢી નાખવામાં આવશે. ઈશ્વરે બાઇબલમાં વચન આપ્યું છે: “ત્યારે આંધળાઓની આંખો ઉઘાડવામાં આવશે, ને બહેરાઓના કાન પણ ઉઘાડવામાં આવશે. લંગડો હરણની પેઠે કૂદશે, ને મૂંગાની જીભ ગાયન કરશે.”—યશાયા ૩૫:૫, ૬. (g14-E 12)

^ ફકરો. 5 આ લેખમાં વપરાયેલા શબ્દ “માનસિક બીમારી”માં આ બાબતોનો પણ સમાવેશ થાય છે: મગજની બીમારી અને વર્તનને લગતી બીમારી.

^ ફકરો. 32 સજાગ બનો! જણાવતું નથી કે કેવો ઇલાજ કરવો જોઈએ. સારવાર લેવા વિશે યહોવાના ભક્તે કાળજી રાખવી જોઈએ, જેથી બાઇબલનો કોઈ સિદ્ધાંત ન તૂટે.

સ્ટ્રેસ!—ઓછું કરવા તમે શું કરી શકો?” ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૧૦નું સજાગ બનો! પણ જુઓ.