સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એક મહત્ત્વનો નિર્ણય

એક મહત્ત્વનો નિર્ણય

જો તમારે એવી કોઈ જગ્યાએ જવું હોય જ્યાં તમે પહેલાં ક્યારેય નથી ગયા, તો તમે શું કરશો?

  1. ૧. તમને બરાબર લાગે એ રસ્તા પર જશો.

  2. ૨. બીજાને રસ્તો ખબર હશે એમ માનીને તેની પાછળ પાછળ જશો.

  3. ૩. ફોનમાં કે છાપેલો નકશો જોશો અથવા ગાઇડ કે પાકા મિત્રને પૂછશો, જેમને રસ્તો ખબર છે.

જો પહેલી અથવા બીજી રીત પસંદ કરશો, તો બની શકે કે તમે રસ્તો ભટકી જશો અને તમારે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી નહિ શકો. પણ ત્રીજી રીત પસંદ કરશો તો ચોક્કસ તમારી મંજિલે પહોંચી શકશો.

જીવન એક મુસાફરી જેવું છે. આપણે બધા ચાહીએ છીએ કે એ મુસાફરી ખુશીઓથી ભરેલા ભવિષ્ય તરફ લઈ જાય. પણ એનો આધાર આપણે કોની સલાહ લઈએ છીએ એના પર છે.

મોટા ભાગના નિર્ણયોની આપણા જીવનમાં ખાસ અસર થતી નથી, પણ અમુક નિર્ણયો ઘણા મહત્વના હોય છે. એનાથી ખબર પડે છે કે આપણે કેવી વ્યક્તિ છીએ અને આપણી નજરે સાચું શું છે અને ખોટું શું છે. એ નિર્ણયોની સારી કે ખરાબ અસર આપણા દોસ્તો અને કુટુંબના સભ્યો પર પડે છે. એ નિર્ણયો આ વિષયો પર હોય શકે:

  • સેક્સ અને લગ્‍ન

  • પ્રમાણિકતા, નોકરી-ધંધો અને પૈસા

  • બાળકોનો ઉછેર

  • બીજાઓ સાથે આપણું વર્તન

આ વિષયો પર તમે એવા નિર્ણયો લેવા માંગતા હશો, જેનાથી તમે અને તમારું કુટુંબ ખુશ રહે.

પણ એક સવાલ છે, જે આપણને બધાને અસર કરે છે: સારા નિર્ણયો લેવા મને ક્યાંથી મદદ મળી શકે?

આ મૅગેઝિનમાં જોઈશું કે બાઇબલમાં આપેલી સલાહ પર આપણે કેમ ભરોસો કરી શકીએ. એ પણ જાણીશું કે સારો નિર્ણય લેવા બાઇબલ કઈ રીતે મદદ કરી શકે છે.