સ્કીપ ટુ કન્ટેન્ટ

શું શેતાન ખરેખર છે?

શું શેતાન ખરેખર છે?

શાસ્ત્રમાંથી જવાબ

 હા. શેતાન ખરેખર છે. તે એક દૂત હતો જે દુષ્ટ બની ગયો અને ઈશ્વરની સામે થયો. હવે તે “દુનિયાનો શાસક” છે. (યોહાન ૧૪:૩૦; એફેસીઓ ૬:૧૧, ૧૨) આપણને બાઇબલમાંથી શેતાન વિશે ઘણું જાણવા મળે છે. તેને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. ચાલો એ નામ જોઈએ:

શેતાન માણસમાં રહેલી દુષ્ટતા કે કોઈ ગુણ નથી

 અમુક લોકો માને છે કે શેતાન માણસમાં રહેલો એક ગુણ છે અથવા માણસનો સ્વભાવ છે. પણ એવું નથી. બાઇબલમાં જોવા મળે છે કે ઈશ્વર અને શેતાન વચ્ચે વાતચીત થઈ હતી. ઈશ્વરમાં કોઈ ખામી નથી, તેમનામાં જરાય દુષ્ટતા નથી. તો પછી તે કઈ રીતે પોતાનામાં રહેલી દુષ્ટતા સાથે વાત કરી શકે? (પુનર્નિયમ ૩૨:૪; અયૂબ ૨:૧-૬) એવી જ રીતે, બાઇબલમાં જણાવ્યું છે કે શેતાને ઈસુનું પરીક્ષણ કર્યું હતું, જેમનામાં કોઈ દુષ્ટતા ન હતી. (માથ્થી ૪:૮-૧૦; ૧ યોહાન ૩:૫) આમ, બાઇબલમાંથી જોવા મળે છે કે શેતાન ખરેખર છે અને માણસમાં રહેલી કોઈ દુષ્ટતા નથી.

 ઘણા લોકો માનતા નથી કે શેતાન ખરેખર છે, કારણ કે તેણે લોકોને ગેરમાર્ગે દોર્યા છે. (૨ થેસ્સાલોનિકીઓ ૨:૯, ૧૦) તેણે લોકોને છેતર્યા છે કે તે ખરેખર નથી. આ રીતે તેણે ઘણા લોકોના મન આંધળા કરી દીધા છે.—૨ કોરીંથીઓ ૪:૪.

શેતાન વિશે ખોટી માન્યતાઓ

 

 હકીકત: અમુક બાઇબલમાં જે હિબ્રૂ શબ્દનું ભાષાંતર લ્યુસિફર થયું છે, એનો અર્થ થાય, ‘ચમકતો તારો.’ (યશાયા ૧૪:૧૨) એ શબ્દ બાબેલોનના રાજાઓના વંશજો માટે વાપરવામાં આવ્યો હતો, જેના ઘમંડને ઈશ્વર તોડી નાખવાના હતા. (યશાયા ૧૪:૪, ૧૩-૨૦) બાબેલોનનો નાશ થયો પછી એ રાજાઓને મહેણાં મારવા માટે તેઓને “ચમકતા તારા” કહેવામાં આવ્યા હતા.

 

 હકીકત: શેતાન તો ઈશ્વરનો દુશ્મન છે, ચાકર નહિ. તે વફાદાર ઈશ્વરભક્તોનો વિરોધ કરે છે અને તેઓ પર ખોટા આરોપો મૂકે છે.—૧ પિતર ૫:૮; પ્રકટીકરણ ૧૨:૧૦.