સ્કીપ ટુ કન્ટેન્ટ

લાંબા સમયની બીમારીનો સામનો કરવા શું બાઇબલ મદદ કરી શકે?

લાંબા સમયની બીમારીનો સામનો કરવા શું બાઇબલ મદદ કરી શકે?

શાસ્ત્રમાંથી જવાબ

 હા. ઈશ્વર બીમાર લોકોની સંભાળ રાખે છે, તેઓની પરવા કરે છે. એક ઈશ્વરભક્ત વિશે બાઇબલ આમ કહે છે: “બીમારીના બિછાનામાં પણ યહોવા તેનો સાથ નિભાવશે. તમે બીમારીમાં તેની સંભાળ રાખશો.” (ગીતશાસ્ત્ર ૪૧:૩) જો તમે લાંબા સમયથી બીમારીનો સામનો કરતા હોવ, તો તમને નીચે આપેલી ત્રણ બાબતો મદદ કરશે:

  1.  ૧. સહનશક્તિ માટે પ્રાર્થના કરો. ઈશ્વર એવી શાંતિ આપે છે, “જે આપણી સમજશક્તિની બહાર છે.” (ફિલિપીઓ ૪:૬, ૭) એનાથી આપણને તકલીફોનો સામનો કરવા મદદ મળે છે.

  2.  ૨. ખુશ રહો. બાઇબલ કહે છે: “આનંદી હૃદય ઉત્તમ દવા છે, પણ ઉદાસ મન વ્યક્તિને કમજોર બનાવી દે છે.” (નીતિવચનો ૧૭:૨૨) રમૂજી સ્વભાવ કેળવો. એનાથી તમે ખુશ રહી શકશો અને તબિયતમાં સુધારો થશે.

  3.  ૩. ભાવિ માટે આશા રાખો. આશા રાખવાથી તમે ખુશ રહી શકશો. (રોમનો ૧૨:૧૨) એ આશા કઈ છે? બાઇબલ એવા સમય વિશે જણાવે છે જ્યારે ‘કોઈ કહેશે નહિ કે, “હું બીમાર છું.”’ (યશાયા ૩૩:૨૪) આજના ડૉક્ટરો અમુક બીમારીઓનો ઇલાજ નથી શોધી શક્યા. પણ જલદી જ ઈશ્વર બધી જ બીમારીઓ કાઢી નાખશે. બાઇબલ જણાવે છે કે ઘરડાઓ જુવાન થઈ જશે, ‘તેઓનું શરીર બાળકના શરીર કરતાં વધારે તંદુરસ્ત થશે; અને તેઓનું જુવાનીનું જોમ પાછું આવશે.’—અયૂબ ૩૩:૨૫.

 નોંધ: યહોવાના સાક્ષીઓને ભરોસો છે કે ઈશ્વર મદદ કરે છે. એની સાથે તેઓ બીમારી માટે જરૂરી સારવાર પણ લે છે. (માર્ક ૨:૧૭) ઇલાજ કયો હોવો જોઈએ એ અમે નથી જણાવતા. અમે માનીએ છીએ કે એ દરેકનો પોતાનો નિર્ણય છે.