સ્કીપ ટુ કન્ટેન્ટ

શું બાઇબલની ભવિષ્યવાણીઓ બતાવે છે કે ઈસુ જ મસીહ છે?

શું બાઇબલની ભવિષ્યવાણીઓ બતાવે છે કે ઈસુ જ મસીહ છે?

શાસ્ત્રમાંથી જવાબ

 હા. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે “મસીહ, એટલે કે આગેવાન” વિશેની ઘણી ભવિષ્યવાણીઓ પૂરી કરી હતી. બાઇબલમાં જણાવ્યું છે કે એ મસીહ “દુનિયાનો ઉદ્ધાર” કરશે. (દાનિયેલ ૯:૨૫; ૧ યોહાન ૪:૧૪) ઈસુના મરણ પછી પણ મસીહ વિશેની ઘણી ભવિષ્યવાણીઓ તેમનામાં પૂરી થઈ હતી.—ગીતશાસ્ત્ર ૧૧૦:૧; પ્રેરિતોનાં કાર્યો ૨:૩૪-૩૬.

 “મસીહ” એટલે શું?

 મસીઆક (મસીહ) હિબ્રૂ શબ્દ છે જેનો અર્થ થાય “અભિષિક્ત વ્યક્તિ.” ગ્રીક શબ્દ ખ્રિસ્તોસનો (ખ્રિસ્ત) પણ એ જ અર્થ થાય છે. એટલે “ઈસુ ખ્રિસ્ત”નો અર્થ થાય કે ઈસુ જ અભિષિક્ત વ્યક્તિ છે અથવા ઈસુ જ મસીહ છે.

 બાઇબલમાં જણાવ્યું છે કે જૂના જમાનામાં કોઈ વ્યક્તિને ખાસ અધિકાર કે હોદ્દો આપવામાં આવતો ત્યારે, તેનો અભિષેક કરવા તેના પર તેલ રેડવામાં આવતું. (લેવીય ૮:૧૨; ૧ શમુએલ ૧૬:૧૩) ઈશ્વરે ઈસુને મસીહ તરીકે પસંદ કર્યા હતા, એટલે કે તેમને બહુ મોટો અધિકાર આપ્યો હતો. (પ્રેરિતોનાં કાર્યો ૨:૩૬) પણ ઈશ્વરે તેલ રેડીને નહિ, પવિત્ર શક્તિથી ઈસુને અભિષિક્ત કર્યા હતા.—માથ્થી ૩:૧૬.

 શું એક કરતાં વધારે વ્યક્તિ મસીહ હોઈ શકે?

 ના. જ્યારે આપણે બાઇબલ ભવિષ્યવાણીઓની વિગતોને ધ્યાનથી તપાસીએ છીએ, ત્યારે જાણવા મળે છે કે એક જ વ્યક્તિ મસીહ કે ખ્રિસ્ત હોય શકે છે. પણ બાઇબલમાં ચેતવણી આપી છે: “જૂઠા ખ્રિસ્ત અને જૂઠા પ્રબોધકો ઊભા થશે. તેઓ મોટાં મોટાં ચમત્કારો અને કરામતો દેખાડશે. અરે, શક્ય હોય તો ઈશ્વરે પસંદ કરેલાઓને પણ તેઓ ભમાવવાની કોશિશ કરશે!”—માથ્થી ૨૪:૨૪.

 શું એવું બની શકે કે મસીહ હજી સુધી આવ્યા નથી?

 ના. બાઇબલમાં પહેલેથી જણાવ્યું હતું કે મસીહ ઇઝરાયેલના રાજા દાઉદના વંશજ હશે. (ગીતશાસ્ત્ર ૮૯:૩, ૪) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે યહૂદીઓ પાસે હજી વંશાવળીના અહેવાલો હતા. ઈસુએ પોતે જણાવ્યું હતું કે તે દાઉદના વંશજ છે. જો એ વાત ખોટી હોત, તો તેમના દુશ્મનોએ યહૂદી વંશાવળીના અહેવાલોથી એ વાત સાબિત કરી હોત. પણ એવું આપણને ક્યાંય જોવા મળતું નથી. એ બતાવે છે કે ઈસુ ખરેખર દાઉદના વંશજ હતા. (માથ્થી ૨૨:૪૧-૪૬) પણ જ્યારે ઈસવીસન ૭૦માં રોમનોએ યરૂશાલેમનો નાશ કર્યો a, ત્યારે યહૂદી વંશાવળીના અહેવાલો પણ નાશ થઈ ગયા હતા. એ પછી કોઈ પણ વ્યક્તિ સાબિત કરી શકતી ન હતી કે તે દાઉદના વંશની છે.

 બાઇબલમાં મસીહ વિશેની કેટલી ભવિષ્યવાણીઓ છે?

 એ સ્પષ્ટ રીતે જણાવવું અઘરું છે કે મસીહ વિશે કેટલી ભવિષ્યવાણીઓ છે. શા માટે? કારણ કે બાઇબલમાં જણાવેલી મસીહ વિશેની ભવિષ્યવાણીઓને લોકો અલગ અલગ રીતે ગણે છે. દાખલા તરીકે, યશાયા ૫૩:૨-૭માં મસીહ વિશે ઘણી બાબતો જણાવી છે. અમુક લોકો એ આખા અહેવાલને એક જ ભવિષ્યવાણી ગણે છે. જ્યારે કે બીજા લોકો એમાંની દરેક વિગતને અલગ અલગ ભવિષ્યવાણી ગણે છે.

 મસીહ વિશેની ભવિષ્યવાણીઓ ઈસુમાં પૂરી થઈ

ભવિષ્યવાણી

ક્યાં આપેલી છે

પૂરી થઈ

ઇબ્રાહિમના વંશમાંથી આવ્યા

ઉત્પત્તિ ૨૨:૧૭, ૧૮

માથ્થી ૧:૧

ઇબ્રાહિમના દીકરા ઇસહાકના વંશમાંથી આવ્યા

ઉત્પત્તિ ૧૭:૧૯

માથ્થી ૧:૨

ઇઝરાયેલના યહૂદાના કુળમાં જન્મ

ઉત્પત્તિ ૪૯:૧૦

માથ્થી ૧:૧,

દાઉદ રાજાના વંશમાંથી આવ્યા

યશાયા ૯:૭

માથ્થી ૧:૧

કુંવારીએ જન્મ આપ્યો

યશાયા ૭:૧૪

માથ્થી ૧:૧૮, ૨૨, ૨૩

બેથલેહેમમાં જન્મ થયો

મીખાહ ૫:૨

માથ્થી ૨:૧, ૫, ૬

ઈમ્માનુએલ નામથી ઓળખાયા b

યશાયા ૭:૧૪

માથ્થી ૧:૨૧-૨૩

ગરીબ કુટુંબમાં જન્મ લીધો

યશાયા ૫૩:૨

લૂક ૨:૭

તેમના જન્મ પછી નાના બાળકોને મારી નાખવામાં આવ્યાં

યર્મિયા ૩૧:૧૫

માથ્થી ૨:૧૬-૧૮

ઇજિપ્તથી બોલાવ્યા

હોશિયા ૧૧:૧

માથ્થી ૨:૧૩-૧૫

નાઝારી કહેવાયા c

યશાયા ૧૧:૧

માથ્થી ૨:૨૩

તેમની પહેલાં સંદેશવાહક આવ્યા

માલાખી ૩:૧

માથ્થી ૧૧:૭-૧૦

ઈસવીસન ૨૯માં મસીહ તરીકે અભિષિક્ત થયા d

દાનિયેલ ૯:૨૫

માથ્થી ૩:૧૩-૧૭

ઈશ્વરે તેમને પોતાના દીકરા કહ્યા

ગીતશાસ્ત્ર ૨:૭

પ્રેરિતોનાં કાર્યો ૧૩:૩૩, ૩૪

ઈશ્વરના મંદિર માટે ઉત્સાહ

ગીતશાસ્ત્ર ૬૯:૯

યોહાન ૨:૧૩-૧૭

ખુશખબર જણાવનાર

યશાયા ૬૧:૧

લૂક ૪:૧૬-૨૧

ગાલીલમાં પ્રચાર કરવાથી મોટો પ્રકાશ ઝળહળી ઊઠ્યો

યશાયા ૯:૧, ૨

માથ્થી ૪:૧૩-૧૬

મૂસાની જેમ ચમત્કારો કર્યા

પુનર્નિયમ ૧૮:૧૫

પ્રેરિતોનાં કાર્યો ૨:૨૨

મૂસાની જેમ તે ઈશ્વર તરફથી બોલ્યા

પુનર્નિયમ ૧૮:૧૮, ૧૯

યોહાન ૧૨:૪૯

બીમાર લોકોને સાજા કર્યા

યશાયા ૫૩:૪

માથ્થી ૮:૧૬, ૧૭

પોતાના તરફ ધ્યાન ન ખેંચ્યું

યશાયા ૪૨:૨

માથ્થી ૧૨:૧૭, ૧૯

દુઃખી લોકોને દયા બતાવી

યશાયા ૪૨:૩

માથ્થી ૧૨:૯-૨૦; માર્ક ૬:૩૪

ઈશ્વરનો ઇન્સાફ કેવો હોય એ જાહેર કર્યું

યશાયા ૪૨:૧,

માથ્થી ૧૨: ૧૭-૨૦

બુદ્ધિશાળી સલાહકાર

યશાયા ૯:૬, ૭

યોહાન ૬:૬૮

યહોવાનું નામ જાહેર કર્યું

ગીતશાસ્ત્ર ૨૨:૨૨

યોહાન ૧૭:૬

ઉદાહરણો વાપર્યાં

ગીતશાસ્ત્ર ૭૮:૨

માથ્થી ૧૩:૩૪, ૩૫

આગેવાન

દાનિયેલ ૯:૨૫

માથ્થી ૨૩:૧૦

ઘણાએ તેમના પર ભરોસા ન કર્યો

યશાયા ૫૩:૧

યોહાન ૧૨:૩૭, ૩૮

ઠોકર ખવડાવનાર પથ્થર

યશાયા ૮:૧૪, ૧૫

માથ્થી ૨૧:૪૨-૪૪

ઘણાએ તેમનો નકાર કર્યો

ગીતશાસ્ત્ર ૧૧૮:૨૨, ૨૩

પ્રેરિતોનાં કાર્યો ૪:૧૦, ૧૧

કારણ વગર તેમનો ધિક્કાર કર્યો

ગીતશાસ્ત્ર ૬૯:૪

યોહાન ૧૫:૨૪, ૨૫

રાજાની જેમ યરૂશાલેમ આવ્યા; ગધેડા પર બેસીને આવ્યા

ઝખાર્યા ૯:૯

માથ્થી ૨૧:૪-૯

બાળકોએ તેમના વખાણ કર્યાં

ગીતશાસ્ત્ર ૮:૨

માથ્થી ૨૧:૧૫, ૧૬

યહોવાના નામમાં આવ્યા

ગીતશાસ્ત્ર ૧૧૮:૨૬

યોહાન ૧૨:૧૨, ૧૩

પોતાના સાથીએ દગો કર્યો

ગીતશાસ્ત્ર ૪૧:૯

યોહાન ૧૩:૧૮

ચાંદીના ૩૦ સિક્કા માટે તેમને દગો દીધો e

ઝખાર્યા ૧૧:૧૨, ૧૩

માથ્થી ૨૬:૧૪-૧૬; ૨૭:૩-૧૦

મિત્રો છોડીને જતા રહ્યા

ઝખાર્યા ૧૩:૭

માથ્થી ૨૬:૩૧, ૫૬

તેમની વિરુદ્ધ ખોટા સાક્ષીઓ ઊભા થયા

ગીતશાસ્ત્ર ૩૫:૧૧

માથ્થી ૨૬:૫૯-૬૧

આરોપ મૂકનારાઓ સામે ચૂપ રહ્યા

યશાયા ૫૩:૭

માથ્થી ૨૭:૧૨-૧૪

લોકો તેમના પર થૂંક્યા

યશાયા ૫૦:૬

માથ્થી ૨૬:૬૭; ૨૭:૨૭, ૩૦

તેમના માથા પર માર્યું

મીખાહ ૫:૧

માર્ક ૧૫:૧૯

તેમને કોરડા મારવામાં આવ્યા

યશાયા ૫૦:૬

યોહાન ૧૯:૧

મારનારાઓને રોક્યા નહિ

યશાયા ૫૦:૬

યોહાન ૧૮:૨૨, ૨૩

શાસકોએ તેમની વિરુદ્ધ કાવતરું ઘડ્યું

ગીતશાસ્ત્ર ૨:૨

લૂક ૨૩:૧૦-૧૨

હાથ-પગમાં ખીલા ઠોકવામાં આવ્યા

ગીતશાસ્ત્ર ૨૨:૧૬

માથ્થી ૨૭:૩૫; યોહાન ૨૦:૨૫

તેમના કપડાં માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવી

ગીતશાસ્ત્ર ૨૨:૧૮

યોહાન ૧૯:૨૩, ૨૪

તેમને ગુનેગારોમાંના એક ગણવામાં આવ્યા

યશાયા ૫૩:૧૨

માથ્થી ૨૭:૩૮

તેમની મશ્કરી કરી, અપમાન કર્યું

ગીતશાસ્ત્ર ૨૨:૭, ૮

માથ્થી ૨૭:૩૯-૪૩

પાપીઓ માટે દુઃખ સહન કર્યું

યશાયા ૫૩:૫, ૬

૧ પિતર ૨:૨૩-૨૫

તેમને લાગ્યું કે ઈશ્વરે તેમને છોડી દીધા

ગીતશાસ્ત્ર ૨૨:૧

માર્ક ૧૫:૩૪

તેમને સરકો અને કડવો રસ પીવા આપ્યો

ગીતશાસ્ત્ર ૬૯:૨૧

માથ્થી ૨૭:૩૪

તેમને મરણ પહેલાં તરસ લાગી

ગીતશાસ્ત્ર ૨૨:૧૫

યોહાન ૧૯:૨૮, ૨૯

ઈશ્વરના હાથમાં જીવન સોંપી દીધું

ગીતશાસ્ત્ર ૩૧:૫

લૂક ૨૩:૪૬

પોતાનું જીવન આપી દીધું

યશાયા ૫૩:૧૨

માર્ક ૧૫:૩૭

પાપમાંથી મુક્ત કરવા તેમણે છુટકારાની કિંમત ચૂકવી

યશાયા ૫૩:૧૨

માથ્થી ૨૦:૨૮

તેમનું એક પણ હાડકું ભાંગવામાં ન આવ્યું

ગીતશાસ્ત્ર ૩૪:૨૦

યોહાન ૧૯:૩૧-૩૩, ૩૬

વીંધવામાં આવ્યા

ઝખાર્યા ૧૨:૧૦

યોહાન ૧૯:૩૩-૩૫, ૩૭

ધનવાનો સાથે દફનાવવામાં આવ્યા

યશાયા ૫૩:૯

માથ્થી ૨૭:૫૭-૬૦

મરણમાંથી જીવતા કરવામાં આવ્યા

ગીતશાસ્ત્ર ૧૬:૧૦

પ્રેરિતોનાં કાર્યો ૨:૨૯-૩૧

દગાખોરને બદલે બીજા કોઈને પસંદ કરવામાં આવ્યા

ગીતશાસ્ત્ર ૧૦૯:૮

પ્રેરિતોનાં કાર્યો ૧:૧૫-૨૦

ઈશ્વરના જમણે હાથે બેઠા

ગીતશાસ્ત્ર ૧૧૦:૧

પ્રેરિતોનાં કાર્યો ૨:૩૪-૩૬

a મૅકક્લિન્ટોક અને સ્ટ્રોંગની સાઇક્લોપીડિયા જણાવે છે: ‘જ્યારે યરૂશાલેમનો નાશ થયો હતો, ત્યારે જ યહૂદી કુળો અને કુટુંબોના અહેવાલો પણ નાશ થયા હતા. એ પહેલાં એનો નાશ થયો ન હતો.’

b હિબ્રૂ શબ્દ, ઈમ્માનુએલનો અર્થ થાય, “ઈશ્વર અમારી સાથે છે.” એ નામથી જાણવા મળે છે કે મસીહ શું કરવાના હતા. ઈસુએ પૃથ્વી પર જે કામો કર્યાં, એ બતાવે છે કે ઈશ્વર પોતાના ભક્તોને સાથ આપે છે.—લૂક ૨:૨૭-૩૨; ૭:૧૨-૧૬.

c “નાઝારી” શબ્દ કદાચ હિબ્રૂ શબ્દ નેસ્તરમાંથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ થાય, “અંકુર.”

d બાઇબલમાં જણાવેલા ઇતિહાસથી કઈ રીતે જાણવા મળે છે કે મસીહ ઈસવીસન ૨૯માં આવશે? એ વિશે વધારે જાણવા દુઃખ જશે, સુખ આવશે ચોપડીમાં આપેલી નોંધ ૨ જુઓ: “મસીહ ક્યારે આવશે?”

e આ ભવિષ્યવાણી ઝખાર્યાના પુસ્તકમાં છે. છતાં, બાઇબલના લેખક માથ્થીએ કહ્યું, “યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું એ પૂરું થયું.” (માથ્થી ૨૭:૯) શા માટે? કારણ કે પવિત્ર શાસ્ત્રના અમુક ભાગને ‘પ્રબોધકોનાં લખાણો’ કહેવામાં આવતા. આપણને જોવા મળે છે કે પ્રબોધકોનાં લખાણોમાં અમુક વાર યર્મિયાનું પુસ્તકને પહેલા રાખવામાં આવતું. (લૂક ૨૪:૪૪) એટલે જ્યારે માથ્થીએ ‘યર્મિયાની’ વાત કરી, ત્યારે તે પ્રબોધકોનાં લખાણો વિશે વાત કરી રહ્યા હતા, જેમાં ઝખાર્યાના પુસ્તકનો પણ સમાવેશ થાય છે.