સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૧૨

રાજ્યની ખુશખબર ફેલાવવા અમે કેવી ગોઠવણ કરીએ છીએ?

રાજ્યની ખુશખબર ફેલાવવા અમે કેવી ગોઠવણ કરીએ છીએ?

સ્પેન

બેલારુસ

હૉંગકૉંગ

પેરુ

ઈસુએ પોતાના મરણના થોડા જ સમય પહેલાં જણાવ્યું હતું: ‘સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે રાજ્યની આ ખુશખબર આખા જગતમાં પ્રગટ કરાશે અને ત્યારે જ અંત આવશે.’ (માથ્થી ૨૪:૧૪) પરંતુ, આખી દુનિયામાં આ ખુશખબર કઈ રીતે ફેલાશે? ઈસુ ધરતી પર હતા ત્યારે તેમણે જે દાખલો બેસાડ્યો એ પ્રમાણે કરવાથી.—લુક ૮:૧.

લોકોને તેઓના ઘરે મળવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. ઈસુએ પોતાના શિષ્યોને ઘરે ઘરે જઈને ખુશખબર ફેલાવવાની તાલીમ આપી હતી. (માથ્થી ૧૦:૧૧-૧૩; પ્રેરિતોનાં કૃત્યો ૫:૪૨; ૨૦:૨૦) પહેલી સદીના એ શિષ્યોને કહેવામાં આવ્યું હતું કે તેઓએ ક્યાં પ્રચાર કરવો જોઈએ. (માથ્થી ૧૦:૫, ૬) એવી જ રીતે, આજે અમારા પ્રચાર કાર્ય માટે યોગ્ય ગોઠવણ કરવામાં આવી છે. દરેક મંડળને જણાવવામાં આવે છે કે તેઓ ક્યાં પ્રચાર કરશે. એનાથી અમે ઈસુની આ આજ્ઞા પાળી શકીએ છીએ: “લોકોને ઉપદેશ કરો” અને સારી રીતે “સાક્ષી આપો.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૪૨.

બધી જગ્યાએ લોકોને મળવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. ઈસુએ દરિયાકાંઠે અને ગામના કૂવા જેવી જાહેર જગ્યાઓએ પણ લોકોને પ્રચાર કરીને દાખલો બેસાડ્યો. (માર્ક ૪:૧; યોહાન ૪:૫-૧૫) અમે પણ લોકો મળે ત્યાં તેઓ સાથે બાઇબલ વિશે વાત કરીએ છીએ. જેમ કે, રસ્તા પર, વેપાર-ધંધાની જગ્યાઓએ, બાગ-બગીચામાં અથવા ફોન પર. અમને યોગ્ય તક મળે ત્યારે પાડોશીઓ, સાથે કામ કરનારા, સાથે ભણતા વિદ્યાર્થીઓ અને સગાં-વહાલાંને પણ ખુશખબર જણાવીએ છીએ. આવા પ્રયત્નોને લીધે લાખો-કરોડો લોકો ‘તારણ’ની ખુશખબર સાંભળી શક્યા છે.—ગીતશાસ્ત્ર ૯૬:૨.

ઈશ્વરના રાજ્યની ખુશખબર લોકોને સુંદર ભાવિની આશા આપે છે. શું તમારા ધ્યાનમાં કોઈ છે, જેમને તમે એ ખુશખબર જણાવી શકો? આ સંદેશો પોતાના પૂરતો જ ન રાખો. જેમ બને તેમ જલદી જ બીજાઓને જણાવો!

  • કઈ ‘ખુશખબર’ ફેલાવવી જ જોઈએ?

  • યહોવાના સાક્ષીઓ કઈ રીતે ઈસુની જેમ પ્રચાર કરે છે?