સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૫

અમારી સભાઓમાં તમને શું જોવા મળશે?

અમારી સભાઓમાં તમને શું જોવા મળશે?

આર્જેન્ટિના

સિએરા લીઓન

બેલ્જિયમ

મલેશિયા

ઘણા લોકોએ ધર્મ-સ્થળોએ જવાનું છોડી દીધું છે, કેમ કે તેઓને જીવનના મહત્ત્વના સવાલોના જવાબ કે દિલાસો મળતા નથી. તમારે કેમ યહોવાના સાક્ષીઓની સભાઓમાં જવું જોઈએ? ત્યાં તમને શું જોવા મળશે?

પ્રેમાળ અને સંભાળ રાખતા લોકોની સંગતમાં મળતો આનંદ. પહેલી સદીના ખ્રિસ્તીઓ યહોવાની ભક્તિ માટે મંડળોમાં મળતા. તેઓ ઈશ્વરની ભક્તિ કરતા, શાસ્ત્રનો અભ્યાસ કરતા અને એકબીજાને ઉત્તેજન આપતા. (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) મંડળમાં પ્રેમાળ માહોલ હતો. તેઓ ખરા મિત્રો હતા અને ભાઈ-બહેન જેવો સંબંધ અનુભવતા. (૨ થેસ્સાલોનીકી ૧:૩; ૩ યોહાન ૧૪) આજે અમે પણ તેઓની જેમ સભાઓ રાખીએ છીએ અને એવો જ આનંદ અનુભવીએ છીએ.

બાઇબલ સિદ્ધાંતોને કઈ રીતે લાગુ પાડવા એ શીખવાથી થતા લાભ. બાઇબલ જમાનાની જેમ આજે પણ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો ઈશ્વરની ભક્તિ કરવા ભેગા મળે છે. કુશળ શિક્ષકો બાઇબલ દ્વારા આપણને સમજવા મદદ કરે છે કે એના સિદ્ધાંતો કઈ રીતે જીવનમાં લાગુ પાડી શકીએ. (પુનર્નિયમ ૩૧:૧૨; નહેમ્યા ૮:૮) ચર્ચામાં દરેક જણ ભાગ લઈ શકે અને ઈશ્વરની સ્તુતિમાં ગીતો ગાઈ શકે છે. આમ, બાઇબલમાંથી મળતી આશા જાહેર કરવાની અમને તક મળે છે.—હિબ્રૂ ૧૦:૨૩.

ઈશ્વરમાં તમારી શ્રદ્ધા મજબૂત થાય છે. પ્રેરિત પાઊલે પોતાના સમયના મંડળને લખ્યું: “તમને મળવાને હું ઘણો ઉત્સુક છું, હું તમને વિશ્વાસમાં દૃઢ કરી શકું એટલું જ નહિ, પરંતુ હું ઇચ્છું છું કે મને પણ તમારા વિશ્વાસમાંથી ઉત્તેજન મળે અને એમ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ.” (રોમન ૧:૧૧, ૧૨, IBSI ) મંડળના ભાઈ-બહેનોને સભાઓમાં નિયમિત મળવાથી આપણો વિશ્વાસ કે શ્રદ્ધા મજબૂત થાય છે. બાઇબલનાં ધોરણો પ્રમાણે જીવવાની આપણી તમન્ના પણ વધે છે.

તમે પણ અમારી સભામાં આવો અને આ બધાનો અનુભવ કરો. તમને પ્રેમથી આવકાર આપવામાં આવશે. અમારી બધી સભાઓમાં પ્રવેશ મફત છે અને કોઈ ફાળો ઉઘરાવવામાં આવતો નથી.

  • આજે કોની જેમ અમારી સભાઓ રાખવામાં આવે છે?

  • મંડળની સભાઓમાં આવવાથી આપણને કઈ રીતે લાભ થઈ શકે?