સ્કીપ ટુ કન્ટેન્ટ

દુનિયા પર કોણ રાજ કરે છે?

દુનિયા પર કોણ રાજ કરે છે?

તમને શું લાગે છે . . .

  • ઈશ્વર?

  • મનુષ્યો?

  • બીજું કોઈક?

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

“આખી દુનિયા શેતાનના કાબૂમાં છે.”—૧ યોહાન ૫:૧૯.

‘ઈશ્વરનો પુત્ર શેતાનનાં કામોનો નાશ કરવા માટે આવ્યો.’—૧ યોહાન ૩:૮, ઈઝી-ટુ-રીડ વર્ઝન.

એ હકીકત જાણવાથી . . .

દુનિયામાં તકલીફો કેમ છે, એની તમને ખરી સમજણ મળે છે.—પ્રકટીકરણ ૧૨:૧૨.

આપણી દુનિયા સારી થઈ શકે છે, એ માનવાનું કારણ મળે છે.—૧ યોહાન ૨:૧૭.

પવિત્ર શાસ્ત્ર જે કહે છે, એ શું આપણે ખરેખર માની શકીએ?

હા, એમાં માનવાનાં ઓછાંમાં ઓછાં ત્રણ કારણો છે:

  • શેતાનના રાજનો જરૂર અંત આવશે. યહોવા ઈશ્વરે નક્કી કર્યું છે કે મનુષ્યો પરથી શેતાનના રાજને તે કાઢી નાખશે. “શેતાનનો નાશ” કરવાનું તે વચન આપે છે. (હિબ્રૂઓ ૨:૧૪) શેતાને કરેલાં સર્વ નુકસાનને પણ યહોવા એ હદે સુધારશે કે જાણે નુકસાન થયું જ ન હોય.

  • ઈશ્વરે દુનિયા પર રાજ કરવા ઈસુ ખ્રિસ્તને પસંદ કર્યા છે. આજે દુનિયા પર રાજ કરનાર શેતાન ક્રૂર અને સ્વાર્થી છે. પણ ઈસુ એવા નથી. રાજા ઈસુ વિશે ઈશ્વર વચન આપે છે: ‘દીન-દુખિયાઓને તે કરુણા બતાવશે. તે તેઓને જુલમ અને હિંસામાંથી છોડાવશે.’—ગીતશાસ્ત્ર ૭૨:૧૩, ૧૪.

  • ઈશ્વર કદી જૂઠું બોલતા નથી. પવિત્ર શાસ્ત્ર સાફ જણાવે છે, “ઈશ્વર જૂઠું બોલે એ શક્ય જ નથી.” (હિબ્રૂઓ ૬:૧૮) જ્યારે યહોવા કંઈ કરવાનું વચન આપે, ત્યારે સમજો કે એ પૂરું થઈ ગયું છે! (યશાયા ૫૫:૧૦, ૧૧) “આ દુનિયાના શાસકને કાઢી મૂકવામાં આવશે.”—યોહાન ૧૨:૩૧.

વિચારવા જેવું

આજે રાજ કરનાર શેતાનને કાઢી નાખ્યા પછી દુનિયા કેવી હશે?

એનો જવાબ પવિત્ર શાસ્ત્રમાં અહીં જોવા મળે છે: ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧ અને પ્રકટીકરણ ૨૧:૩, ૪.