સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૪

પૈસા કઈ રીતે વાપરવા?

પૈસા કઈ રીતે વાપરવા?

‘સલાહ લેવાથી દરેક યોજના સફળ થાય છે.’—નીતિવચનો ૨૦:૧૮

કુટુંબની જરૂરિયાતો પૂરી પાડવા પૈસા જરૂરી છે. (નીતિવચનો ૩૦:૮) ખરું કે પૈસાથી સલામતી મળે છે. (સભાશિક્ષક ૭:૧૨) પતિ-પત્ની તરીકે પૈસા વિશે વાત કરવી અઘરી હોય શકે. તોપણ, લગ્નજીવનમાં પૈસાને ઝઘડાનું કારણ બનવા ન દો. (એફેસી ૪:૩૨) એકબીજા પર ભરોસો રાખવો જોઈએ અને પૈસા કઈ રીતે વાપરવા, એની સાથે મળીને ચર્ચા કરવી જોઈએ.

૧ પહેલેથી નક્કી કરો

બાઇબલ શું કહે છે? ‘તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલા બેસીને ખર્ચ નહિ ગણે કે એ પૂરો કરવા જેટલા પૈસા મારી પાસે છે કે નહિ?’ (લુક ૧૪:૨૮) તમે કઈ રીતે પૈસા વાપરશો, એ સાથે મળીને નક્કી કરવું ખૂબ જરૂરી છે. (આમોસ ૩:૩) નક્કી કરો કે શું ખરીદવાની જરૂર છે અને તમે કેટલો ખર્ચ કરી શકશો. (નીતિવચનો ૩૧:૧૬) જરૂરી નથી કે તમારી પાસે પૈસા હોય એટલે ખરીદી કરવી જ જોઈએ. દેવું કરવાનું ટાળો. પૈસા હોય તો જ ખર્ચ કરો.—નીતિવચનો ૨૧:૫; ૨૨:૭.

તમે શું કરી શકો?

  • મહિનાના અંતે પૈસા બચે તો, સાથે મળીને નક્કી કરો કે એનું શું કરશો

  • વધારે ખર્ચ થયો હોય તો, નક્કી કરો કે ક્યાં કાપ મૂકશો. દાખલા તરીકે, બહાર જમવાને બદલે, જમવાનું ઘરે બનાવી શકો

૨ ખુલ્લા મનથી હકીકત સ્વીકારો

બાઇબલ શું કહે છે? ‘પ્રભુ યહોવાની નજરમાં જ નહિ, પરંતુ માણસની નજરમાં પણ’ બધી રીતે ઈમાનદારીથી વર્તો. (૨ કોરીંથી ૮:૨૧) તમારી આવક અને ખર્ચ વિશે લગ્નસાથીથી કંઈ છુપાવશો નહિ.

મોટો ખર્ચ કરતા પહેલાં હંમેશાં તમારા સાથી સાથે વાત કરો. (નીતિવચનો ૧૩:૧૦) પૈસા વિશે વાતચીત કરવાથી તમારા કુટુંબમાં શાંતિ જળવાશે. આવકના પૈસા મારા છે, એવું નહિ પણ કુટુંબના છે એવું વિચારો.—૧ તીમોથી ૫:૮.

તમે શું કરી શકો?

  • સાથે મળીને નક્કી કરો કે કેટલા પૈસા એકબીજાને પૂછ્યા વગર વાપરી શકાય

  • અગાઉથી પૈસા વિશે વાતચીત કરો, મુશ્કેલી આવે ત્યાં સુધી રાહ ન જુઓ