સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૭

ઈશ્વરનું રાજ્ય શું છે?

ઈશ્વરનું રાજ્ય શું છે?

૧. ઈશ્વરનું રાજ્ય શું છે?

શાના લીધે ઈસુ સૌથી સારા રાજા છે?માર્ક ૧:૪૦-૪૨.

ઈશ્વરનું રાજ્ય સ્વર્ગમાંથી રાજ કરતી સરકાર છે. એ સરકાર ધરતી પરની બધી જ સરકારોને મિટાવી દેશે. ઈશ્વરની સરકાર સ્વર્ગમાં અને ધરતી પર તેમની ઇચ્છા પૂરી કરશે. આ સરકાર એક આનંદના સમાચાર છે! જલદી જ ઉત્તમ સરકાર માટેની મનુષ્યોની માંગને, ઈશ્વરનું રાજ્ય પૂરી કરશે. એ રાજ્ય ધરતી પર રહેતા સર્વ લોકોને સંપમાં લાવશે.દાનીયેલ ૨:૪૪; માથ્થી ૬:૯, ૧૦; ૨૪:૧૪ વાંચો.

રાજ્ય હોય તો રાજા પણ હોય. એટલે યહોવાએ પોતાના દીકરા ઈસુને એ રાજ્યના રાજા બનાવ્યા છે.પ્રકટીકરણ ૧૧:૧૫ વાંચો.

૨. શાના લીધે ઈસુ સૌથી સારા રાજા છે?

ઈશ્વરના દીકરા ઈસુ દયાળુ અને ભલા છે. તે જે ખરું હોય એ જ કરે છે. (યોહાન ૧:૧૪) ઈસુ સ્વર્ગમાંથી પૃથ્વી પર રાજ કરશે. એટલે દરેક લોકોને મદદ કરવા તેમની પાસે ખૂબ શક્તિ છે. આમ, ઈસુ સૌથી સારા રાજા છે. તેમને જીવતા કરવામાં આવ્યા એ પછી, તે સ્વર્ગમાં ગયા અને યહોવાના જમણે હાથે બેઠા. (હિબ્રૂ ૧૦:૧૨, ૧૩) થોડા સમય પછી, ઈશ્વરે તેમને સ્વર્ગમાંથી રાજ શરૂ કરવા સત્તા આપી.દાનીયેલ ૭:૧૩, ૧૪ વાંચો.

૩. ઈસુ સાથે બીજું કોણ રાજ કરશે?

‘પવિત્ર જનો’ તરીકે ઓળખાતા લોકો ઈસુ સાથે સ્વર્ગમાંથી રાજ કરશે. (દાનીયેલ ૭:૨૭) ઈસુએ પોતાના શિષ્યોમાંથી અમુકને ‘પ્રેરિતો’ તરીકે પસંદ કર્યા હતા. ‘પવિત્ર જનો’માં પ્રેરિતો સૌથી પહેલા પસંદ થયા હતા. યહોવા હજી પણ પોતાના ભક્તોમાંથી અમુકને પવિત્ર જનો તરીકે પસંદ કરી રહ્યા છે, પછી ભલે તેઓ પુરુષ હોય કે સ્ત્રી. મરણ પછી તેઓને પણ ઈસુની જેમ સ્વર્ગદૂત જેવા શરીરમાં સજીવન કરવામાં આવે છે.યોહાન ૧૪:૧-૩; ૧ કોરીંથી ૧૫:૪૨, ૪૩ વાંચો.

કેટલા લોકો સ્વર્ગમાં જશે? સ્વર્ગમાં જનારા લોકોને ઈસુએ “નાની ટોળી” કહ્યા. (લુક ૧૨:૩૨) તેઓની પૂરી સંખ્યા “એક લાખ ચુમ્માળીસ હજાર” છે. તેઓ ઈસુ સાથે સ્વર્ગમાંથી પૃથ્વી પર રાજ કરશે.પ્રકટીકરણ ૧૪:૧ વાંચો.

૪. ઈસુ રાજ કરવા લાગ્યા ત્યારે શું થયું?

ઈશ્વરના રાજ્યએ ૧૯૧૪માં રાજ કરવાનું શરૂ કર્યું. * રાજા ઈસુએ સૌથી પહેલા તો શેતાન અને તેના દુષ્ટ દૂતોને પૃથ્વી પર ફેંકી દીધા. એટલે શેતાને ક્રોધે ભરાઈને આખી ધરતી પર મુશ્કેલીઓ વધારી. (પ્રકટીકરણ ૧૨:૭-૧૦, ૧૨) એ સમયથી મનુષ્યોની મુશ્કેલીઓમાં પુષ્કળ વધારો થયો છે. યુદ્ધો, દુકાળો, બીમારીઓ અને ધરતીકંપો એક ‘નિશાની’ છે કે બહુ જલદી ઈશ્વરનું રાજ્ય ધરતી પર રાજ કરશે.લુક ૨૧:૭, ૧૦, ૧૧, ૩૧ વાંચો.

૫. ઈશ્વરનું રાજ્ય શું કરે છે?

આખી દુનિયામાં થતાં પ્રચાર કામ દ્વારા એ રાજ્ય સર્વ પ્રજાઓમાંથી એક મોટા ટોળાને એકતામાં લાવે છે. લાખો નમ્ર લોકો ઈસુના રાજ્યની પ્રજા બની રહ્યા છે. ઈશ્વરનું રાજ્ય દુષ્ટ દુનિયાનો નાશ કરશે ત્યારે, નમ્ર પ્રજાનું રક્ષણ કરશે. જેઓ ઈશ્વરના રાજ્યના આશીર્વાદો પામવા ચાહે છે, તેઓએ ઈસુનું કહેવું માનતા શીખવું જોઈએ.પ્રકટીકરણ ૭:૯, ૧૪, ૧૬, ૧૭ વાંચો.

હજાર વર્ષના સમયગાળામાં, એ રાજ્ય મનુષ્ય માટેનો ઈશ્વરનો મૂળ હેતુ પૂરો કરશે. ત્યારે આખી ધરતી સુંદર બગીચા જેવી બની જશે. ઈસુ છેવટે યહોવા પિતાને એ રાજ્ય પાછું સોંપી દેશે. (૧ કોરીંથી ૧૫:૨૪-૨૬) શું તમે એવી કોઈ વ્યક્તિને જાણો છો, જેને તમારે ઈશ્વરના રાજ્ય વિષે જણાવવું છે?ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯ વાંચો.

 

^ ફકરો. 6 કઈ રીતે બાઇબલની ભવિષ્યવાણીએ ૧૯૧૪નું વર્ષ ભાખ્યું, એ વિષે વધારે જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકના પાન ૨૧૫-૨૧૭ જુઓ.