સ્કીપ ટુ કન્ટેન્ટ

શું કોઈ ધાર્મિક સંગઠનમાં જોડાવું જરૂરી છે?

શું કોઈ ધાર્મિક સંગઠનમાં જોડાવું જરૂરી છે?

શાસ્ત્રમાંથી જવાબ

 હા, ઈશ્વર ચાહે છે કે તેમના ભક્તો ભેગા મળીને તેમની ભક્તિ કરે. શાસ્ત્રમાં લખ્યું છે: ‘પ્રેમ અને સારાં કામો કરવા ઉત્તેજન મળે એ માટે ચાલો આપણે એકબીજાનો દિલથી વિચાર કરીએ અને ભેગા મળવાનું છોડી ન દઈએ.’—હિબ્રૂઓ ૧૦:૨૪, ૨૫.

 ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખશો, તો એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહાન ૧૩:૩૫) પ્રેમ બતાવવાની એક રીત છે, ઈશ્વરભક્તો સાથે ભેગા મળવું. આજે પણ ઈસુના શિષ્યો ભેગા મળીને ઈશ્વરની ભક્તિ કરે છે. તેઓના નાના નાના સમૂહો કે મંડળો છે. (૧ કોરીંથીઓ ૧૬:૧૯) તેઓ અલગ અલગ જગ્યાએ રહે છે, છતાં એક કુટુંબનો ભાગ છે.—૧ પિતર ૨:૧૭.

કોઈ ધાર્મિક સંગઠન સાથે જોડાવું જ પૂરતું નથી

 શાસ્ત્રમાં લખ્યું છે કે લોકોએ ભેગા મળીને ઈશ્વરની ભક્તિ કરવી જોઈએ. પણ કોઈ ધાર્મિક સંગઠનના સભ્ય હોઈશું તો શું ઈશ્વરની કૃપા મળી જશે? ના. ઈશ્વરની કૃપા મેળવવા આપણે તેમના નિયમો અને સિદ્ધાંતો પાળવા જોઈએ. દાખલા તરીકે, શાસ્ત્રમાં લખ્યું છે: “આપણા ઈશ્વર અને પિતાની નજરમાં શુદ્ધ અને પવિત્ર ધર્મ આ છે: અનાથો અને વિધવાઓ પર મુશ્કેલી આવે ત્યારે, તેઓની સંભાળ રાખવી અને દુનિયાના ખરાબ માર્ગોથી દૂર રહેવું.”—યાકૂબ ૧:૨૭, ફૂટનોટ.