સ્કીપ ટુ કન્ટેન્ટ

બાઇબલનો સારાંશ

બાઇબલનો સારાંશ

બાઇબલ ખૂબ જાણીતું પુસ્તક છે. ઘણા લોકો એનો ખૂબ આદર કરે છે. દુનિયામાં એના જેવું બીજું કોઈ પુસ્તક નથી. પણ તમને થશે, ‘આખરે એમાં એવું તો શું લખ્યું છે?’

બાઇબલનો સંદેશો શું છે? પુસ્તિકામાં બાઇબલનો સારાંશ ટૂંકમાં આપેલો છે. આ પુસ્તિકા વાંચવાથી તમે સમજી શકશો કે આખું બાઇબલ કયા એક જ મુખ્ય વિષય પર આધારિત છે. આ પુસ્તિકામાં બાઇબલના પહેલા પુસ્તક ઉત્પત્તિથી લઈને છેલ્લા પુસ્તક પ્રકટીકરણમાં શું જણાવ્યું છે એની ઝલક આપી છે. ઉત્પત્તિનાં પુસ્તકમાં જણાવ્યું છે કે ઈશ્વરે કઈ રીતે આખી દુનિયાનું સર્જન કર્યું. પ્રકટીકરણનાં પુસ્તકમાં જણાવ્યું છે કે ભવિષ્યમાં માણસોને સુખ-શાંતિનું જીવન મળશે. આ પુસ્તિકામાં એક સમય-રેખા આપવામાં આવી છે. એમાં બતાવ્યું છે કે અમુક મહત્ત્વના બનાવો ક્યારે બન્યા હતા. એમાં સુંદર ચિત્રો અને ચર્ચા માટે સવાલો પણ આપ્યા છે.

બાઇબલનો સંદેશો શું છે? પુસ્તિકા તમે વેબસાઇટ પરથી વાંચી શકો.