સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

Maremagnum/Corbis Documentary via Getty Images

જુઓ, શું બની રહ્યું છે!

શું આર્માગેદનનું યુદ્ધ ઇઝરાયેલથી શરૂ થશે?—બાઇબલ શું કહે છે?

શું આર્માગેદનનું યુદ્ધ ઇઝરાયેલથી શરૂ થશે?—બાઇબલ શું કહે છે?

 બાઇબલમાં જણાવ્યું છે કે આર્માગેદનનું યુદ્ધ માણસોની સરકારો અને ઈશ્વર વચ્ચે થશે. એની અસર કોઈ એક દેશમાં નહિ, પણ આખી દુનિયામાં થશે.

  •   તેઓ આખી પૃથ્વીના રાજાઓ પાસે જાય છે. તેઓને સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈ માટે ભેગા કરે છે. . . . હિબ્રૂ ભાષામાં જેને આર્માગેદન કહેવાય છે, ત્યાં તેઓએ રાજાઓને ભેગા કર્યા.”—પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬.

 “આર્માગેદન” હિબ્રૂ શબ્દ હર મેગિદ્દોન પરથી ઊતરી આવેલો શબ્દ છે, જેનો અર્થ થાય, “મગિદ્દોનો પર્વત.” પ્રાચીન ઇઝરાયેલમાં મગિદ્દો નામનું એક શહેર હતું. એટલે અમુક લોકોનું માનવું છે કે આર્માગેદનનું યુદ્ધ ઇઝરાયેલમાં લડાશે. પણ હકીકત તો એ છે કે “આખી પૃથ્વીના રાજાઓ” અને તેઓનાં લશ્કરો, મગિદ્દો શહેરમાં કે મધ્ય પૂર્વના દેશોના કોઈ વિસ્તારમાં સમાઈ ન શકે.

 પ્રકટીકરણનાં પુસ્તકમાં ‘દૃશ્ય’ અને નિશાનીઓ આપેલાં છે. (પ્રકટીકરણ ૧:૧) એ પુસ્તકમાં આર્માગેદન વિશે જણાવેલી માહિતી કોઈ એક જગ્યાને બતાવતી નથી. પણ એ એવા સંજોગોને બતાવે છે જ્યારે દુનિયાભરના દેશો ભેગા મળીને ઈશ્વરના રાજ્યનો વિરોધ કરશે.—પ્રકટીકરણ ૧૯:૧૧-૧૬, ૧૯-૨૧.