સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દુઃખ વગરની દુનિયા ઈશ્વરનું વચન

દુઃખ વગરની દુનિયા ઈશ્વરનું વચન

દુઃખ વગરની દુનિયા ઈશ્વરનું વચન

‘ઈશ્વર મનુષ્યની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ થશે નહિ; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.’—પ્રકટીકરણ ૨૧:૪.

તમને થશે કે શું આ વચનનો ભરોસો કરી શકાય? પ્રથમ માણસ આદમને આપેલી ચેતવણીનો વિચાર કરો. ઈશ્વરે આદમને કહ્યું હતું કે આજ્ઞા તોડશે તો ‘તે મરશે જ મરશે.’ (ઉત્પત્તિ ૨:૧૭) આદમે આજ્ઞા તોડી એટલે તે મરણ પામ્યો. આમ ઈશ્વરનું વચન સાચું પડ્યું. આદમ દ્વારા સર્વ મનુષ્યને વારસામાં બીમારી, ઘડપણ અને મરણ મળ્યા છે. એનાથી સાબિત થાય છે કે ઈશ્વરનો ભરોસો કરવો જોઈએ. ઈશ્વરે વચન આપ્યું છે કે તે ધરતી પરથી દુઃખનું નામોનિશાન મિટાવીને એને સુંદર બનાવશે. એ વચન પર શંકા કરવાનું કોઈ કારણ નથી.

આગલા લેખમાં ચર્ચા કરેલા ઈશ્વરના ગુણોનો વિચાર કરો. તેમના જેવા આપણામાં પણ ગુણો છે. જેમ કે દયા, પ્રેમ અને ન્યાય. એટલે જ સર્વ દુઃખ મિટાવવાની આપણા દિલમાં ઇચ્છા જાગે છે. એ ઉપરાંત દુનિયાના બનાવો અને લોકોના વાણી-વર્તનથી પુરાવો મળે છે કે જલદી જ ઈશ્વર દુઃખ મિટાવવા પગલાં લેશે.—“આ બધી બાબતો ક્યારે બનશે?” બૉક્સ જુઓ.

આપણે શાના પરથી કહી શકીએ કે યહોવા સર્વ દુઃખ મિટાવવા કાબેલ છે? દુઃખોને જડમૂળથી કાઢી નાખવા યહોવાએ પોતાના દીકરા ઈસુ દ્વારા જે ગોઠવણ કરી છે એનો વિચાર કરો.

પોતાની પસંદગી. આપણા પિતા આદમે ખોટી પસંદગી કરી. એટલે તેમના સર્વ બાળકોને વારસામાં પાપ અને મરણ મળ્યા. એના વિષે ઈશ્વરભક્ત પાઊલે લખ્યું: “આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને” દુઃખથી પીડાય છે. (રોમનો ૮:૨૨) એ દૂર કરવા ઈશ્વર પાસે જે ઇલાજ છે એ જ સૌથી સારો છે. રોમનો ૬:૨૩ આમ કહે છે: “પાપનો મુસારો મરણ છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરનું કૃપાદાન અનંતજીવન છે.”

ઈસુમાં આદમના પાપનો છાંટોય ન હતો. તે ન્યાયી મનુષ્યો માટે કુરબાની આપી શક્યા, જેથી તેઓને પાપ અને મરણની જંજીરમાંથી આઝાદી મળે. હવે આપણી પાસે સુંદર દુનિયામાં કાયમ માટે જીવવાનો મોકો રહેલો છે. ઈશ્વરની નવી દુનિયામાં ખોટાં કામો કરવાની આપણામાં વૃતિ હશે નહિ. અરે, જાણીજોઈને દુઃખ પહોંચાડતા લોકો પણ હશે નહિ. ગીતશાસ્ત્ર ૩૭:૯ કહે છે: ‘દુષ્ટ લોકોનો સંહાર થશે.’

અણધાર્યા બનાવો અને પાપની અસર. યહોવાએ પસંદ કરેલા રાજા, ઈસુ ખ્રિસ્ત છે. તેમની પાસે એટલી શક્તિ છે કે તે હવામાનને પણ કાબૂમાં રાખી શકે છે. એ સમજવા એક બનાવનો વિચાર કરીએ. એક વાર ઈસુ પોતાના શિષ્યો સાથે હોડીમાં મુસાફરી કરતા હતા. ત્યારે અચાનક “પવનનું મોટું તોફાન થયું, ને હોડીમાં મોજાંઓ એવાં ઊછળી આવ્યાં કે તે ભરાઈ જવા લાગી.” શિષ્યોએ મદદ માટે બૂમ પાડી ત્યારે ઈસુએ “ઊઠીને પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું, કે છાનો રહે, શાંત થા. અને પવન બંધ થયો, ને મહા શાંતિ થઈ.” એ જોઈને શિષ્યો આશ્ચર્ય પામ્યા. તેઓએ કહ્યું: “પવન તથા સમુદ્ર પણ તેનું માને છે.”—માર્ક ૪:૩૭-૪૧.

ઈસુના રાજમાં ન્યાયી લોકો ‘સહીસલામત અને ભય વગર શાંતિમાં રહેશે.’ (નીતિવચનો ૧:૩૩) ત્યારે કોઈ જાતની કુદરતી આફતો આવશે નહિ. પૃથ્વીનો બગાડ કરનાર, પૃથ્વીના કુદરતી બળની અવગણના કરનાર કે અસલામત ઘરો બાંધનાર કોઈ નહિ હોય. મનુષ્યની ભૂલનો અને અણધાર્યા બનાવોનો કોઈ ભોગ બનશે નહિ.

ઈસુ ધરતી પર હતા ત્યારે તેમણે એક અજોડ બાબત કહી જે બતાવે છે કે તેમનું રાજ અણધાર્યા બનાવોથી આવતા દુઃખને મૂળમાંથી કાઢી નાખશે. તેમણે કહ્યું હતું: “પુનરુત્થાન તથા જીવન હું છું.” (યોહાન ૧૧:૨૫) ઈસુની તમન્‍ના છે અને તેમની પાસે શક્તિ પણ છે કે કુદરતી આફતોમાં ગુજરી ગએલા લાખો લોકોને સજીવન કરે. શું આ વચન આકાશમાં મિનારા બાંધવા જેવું છે? ના! ઈસુ ધરતી પર હતા ત્યારે તેમણે ત્રણ વ્યક્તિને સજીવન કર્યાં હતા. એનાથી તેમના પરનો આપણો ભરોસો વધારે મજબૂત થાય છે. એ ચમત્કારો વિષે આપણને માર્ક ૫:૩૮-૪૩; લુક ૭:૧૧-૧૫; અને યોહાન ૧૧:૩૮-૪૪માં જોવા મળે છે.

“આ જગતનો અધિકારી.” યહોવા ઈશ્વરે, ઈસુ ખ્રિસ્તને જવાબદારી સોંપી છે કે “મરણ પર સત્તા ધરાવનારનો, એટલે શેતાનનો, નાશ કરે.” (હેબ્રી ૨:૧૪) ઈસુએ આનંદથી પોકાર કર્યો: “આ જગતનો ન્યાય કરવામાં આવે છે; હવે આ જગતના અધિકારીને [શેતાનને] કાઢી નાખવામાં આવશે.” (યોહાન ૧૨:૩૧) ઈસુ આ દુનિયામાંથી શેતાનની અસર નાબૂદ કરશે. આમ મૂળમાંથી “શેતાનનાં કામનો નાશ” કરશે. (૧ યોહાન ૩:૮) કલ્પના કરો કે નવી દુનિયામાં સ્વાર્થી વલણ, ભ્રષ્ટાચારી અને લાલચું મનુષ્યો નહિ હોય ત્યારે સમાજ કેવો હશે! (g11-E 07)

[પાન ૯ પર બોક્સ]

“આ બધી બાબતો ક્યારે બનશે?”

ઈસુના શિષ્યોએ તેમને પૂછ્યું: ‘આ બધી બાબતો ક્યારે બનશે તે અમને જણાવો. તમારા આવવાની અને દુનિયાના અંતની નિશાની શું હશે એ કહો?’ (માત્થી ૨૪:૩) ઈસુએ આપેલો જવાબ અને તેમના મરણ પછી લખાયેલા બાઇબલના પુસ્તકો જણાવે છે કે ક્યારે ઈશ્વર દુષ્ટતાનો અંત લાવશે. અને એ સમય નજીક આવશે ત્યારે દુનિયામાં શું બનશે. * એના વિષે આજના બનાવો અને લોકોના વાણી-વર્તન વિષેની ભવિષ્યવાણીઓ તપાસીએ.

● આખી દુનિયામાં લડાઈઓમાત્થી ૨૪:૭; પ્રકટીકરણ ૬:૪.

● દુકાળ અને બીમારીલુક ૨૧:૧૧; પ્રકટીકરણ ૬:૫-૮.

● પૃથ્વીનો નાશપ્રકટીકરણ ૧૧:૧૮.

● પૈસાના પ્રેમી૨ તીમોથી ૩:૨.

● ‘માબાપનું નહિ માનનારા’૨ તીમોથી ૩:૨.

● ‘ઈશ્વર પર નહિ પણ વિલાસ પર પ્રીતિ રાખનારા’૨ તીમોથી ૩:૪.

યહોવાના સાક્ષીઓ રાજી-ખુશીથી તમને બતાવશે કે દુઃખ વગરનું જીવન જલદી જ આવશે. તમારા વિસ્તારમાં રહેતા યહોવાના સાક્ષીનો સંપર્ક સાધો. તેઓ તમારા ઘરે કે બીજી કોઈ જગ્યાએ ખુશીથી તમને બાઇબલમાંથી શીખવશે.

[ફુટનોટ]

^ વધારે માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું નવમું પ્રકરણ, “શું દુનિયાનો ‘અંત’ નજીક છે” જુઓ. આ પુસ્તક યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.