સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શોકમાં ડૂબેલાઓ માટે આશ્વાસન

શોકમાં ડૂબેલાઓ માટે સૌથી સારું આશ્વાસન

શોકમાં ડૂબેલાઓ માટે સૌથી સારું આશ્વાસન

કોઈ વહાલી વ્યક્તિને ગુમાવવાનું દુઃખ કેવું હોય છે, એને લગતું ઘણું સંશોધન હાલમાં થઈ રહ્યું છે. અગાઉ જોઈ ગયા તેમ સૌથી સારા નિષ્ણાતોની સલાહ બાઇબલની સલાહ સાથે મેળ ખાય છે. બાઇબલનું માર્ગદર્શન આજના જમાનામાં પણ કામ લાગે છે. બાઇબલની સલાહ પર ભરોસો રાખી શકાય છે. એમાં આપેલી માહિતી બીજે ક્યાંય જોવા મળતી નથી. શોકમાં ડૂબેલાઓને એનાથી ઘણું આશ્વાસન મળી શકે.

  • ગુજરી ગયેલા આપણા સ્નેહીજનો કોઈ પીડા ભોગવતા નથી એવી ખાતરી મળે છે

    બાઇબલમાં સભાશિક્ષક ૯:૫માં લખ્યું છે, ‘મરણ પામેલા લોકો કંઈ જાણતા નથી.’ તેઓના ‘વિચારો નાશ પામે છે.’ (ગીતશાસ્ત્ર ૧૪૬:૪) બાઇબલ એમ પણ જણાવે છે કે, ગુજરી ગયેલી વ્યક્તિ જાણે ગાઢ ઊંઘમાં છે.—યોહાન ૧૧:૧૧.

  • ઈશ્વરમાં ઊંડી શ્રદ્ધા રાખવાથી આશ્વાસન મળે છે

    બાઇબલમાં ગીતશાસ્ત્ર ૩૪:૧૫માં લખ્યું છે, ‘ન્યાયીઓ પર યહોવાની * કૃપા છે, તેઓની અરજને તે કાન ધરે છે.’ ઈશ્વર યહોવા આગળ પ્રાર્થનામાં દિલ ઠાલવવું, સારવાર જેવું કામ કરે છે અને ખોટા વિચારોમાં તણાઈ ન જવા મદદ કરે છે. એનાથી ભગવાન સાથે આપણો સંબંધ સારો થાય છે. તે દરેક રીતે શક્તિશાળી હોવાથી, આપણને અદ્‍ભુત રીતે આશ્વાસન આપે છે.

  • સોનેરી ભાવિની આશા

    ઈશ્વરે બાઇબલમાં ઘણી વાર જણાવ્યું છે કે જેઓ ગુજરી ગયા છે, તેઓ ભાવિમાં જીવતા થશે. એ સમયે ધરતી ખીલી ઊઠશે. બાઇબલ જણાવે છે, ‘ઈશ્વર આપણી આંખોમાંથી દરેક આંસુ લૂછી નાખશે અને મરણ હશે જ નહિ, શોક કે રૂદન કે દુઃખ હશે નહિ.’ (પ્રકટીકરણ ૨૧:૩, ૪) એ સમયે લોકોની આંખોમાં ખુશીના આંસુ હશે!

ઈશ્વર યહોવામાં ભરોસો રાખનારાઓને હિંમત અને આશા મળી છે. ઈશ્વરે વચન આપ્યું છે કે મોતની નીંદરમાં પોઢી ગયેલા આપણાં સ્નેહીજનોને તે ઉઠાડશે. તેઓને આપણે ફરી જોઈ શકીશું. ઍનબહેનનો વિચાર કરો. તેમનાં લગ્‍નને ૬૫ વર્ષ થયાં હતાં અને તેમનાં પતિ ગુજરી ગયા. બહેન જણાવે છે: ‘બાઇબલ વાંચવાથી મને ખાતરી મળી છે કે આપણાં સ્નેહીજનો ક્યાંય પીડા ભોગવતાં નથી. એમાંથી મને એવી આશા પણ મળી છે કે ઈશ્વર જેઓને યાદ રાખે છે તેઓને જીવતા કરશે. પતિની ખોટ સાલતી હોય ત્યારે, ઈશ્વરે બાઇબલમાં આપેલી આશા મનમાં તાજી થઈ જાય છે. મને પડેલી સૌથી આકરી ખોટને ખમવા હિંમત મળે છે.’

શરૂઆતના લેખમાં જેમના વિશે જોઈ ગયા એ ટીનાબહેન જણાવે છે: ‘મારા પતિ ટીમો ગુજરી ગયા ત્યારથી આજ દિન સુધી ઈશ્વરે ક્યારેય મારો સાથ છોડ્યો નથી. મેં અનુભવ્યું છે કે યહોવાએ મારી દુઃખ-તકલીફોમાં હંમેશાં મદદનો હાથ લંબાવ્યો છે. બાઇબલમાં ઈશ્વરે વચન આપ્યું છે કે મરણ પામેલા લોકોને તે જીવતા કરશે. મને પૂરો ભરોસો છે કે એ વચન હકીકતમાં પૂરું થશે. ટીમોને ફરી મળું ત્યાં સુધી જીવનના માર્ગ પર દોડતા રહેવા એ વચનથી મને હિંમત મળે છે.’

બાઇબલમાં ભરોસો રાખનારા લાખો લોકોને પણ ટીનાબહેન જેવું લાગે છે. પણ કદાચ તમને આ શિક્ષણમાં માનવું અઘરું લાગે. અથવા લાગે કે એવું શક્ય જ નથી. એ તો ખુલ્લી આંખે સપના જોવા જેવું છે. એમ હોય તો બાઇબલમાં આપેલાં વચનો કેટલાં ખાતરીભર્યાં છે, એ તમે પોતે તપાસી જુઓ. તમે પારખી શકશો કે શોકમાં ડૂબેલા લોકોને બાઇબલ સૌથી સારું આશ્વાસન આપે છે.

ગુજરી ગયેલા લોકો માટે શું કોઈ આશા છે એ વિશે વધુ જાણો

અમારી વેબસાઇટ jw.org/gu પર જાઓ

બાઇબલમાં વચન આપ્યું છે કે ગુજરી ગયેલાઓ ભાવિમાં જીવતા થશે અને આપણે તેઓને મળી શકીશું

ગુજરી ગયા પછી વ્યક્તિનું શું થાય છે?

બાઇબલ એ સવાલનો સ્પષ્ટ જવાબ આપે છે, જેનાથી વ્યક્તિને આશ્વાસન મળે છે

લાઇબ્રેરી > વીડિયો વિભાગ જુઓ (વીડિયો પસંદ કરો: બાઇબલ > બાઇબલનું શિક્ષણ વિભાગમાં જુઓ)

શું તમારે ખુશખબર જાણવી છે?

ખરાબ સમાચારોથી ઘેરાયેલી દુનિયામાં શું કોઈ ખુશખબર છે?

શાસ્ત્રનું શિક્ષણ > સુખ-શાંતિ વિભાગ જુઓ

^ ફકરો. 7 બાઇબલ જણાવે છે કે ઈશ્વરનું નામ યહોવા છે.