સ્કીપ ટુ કન્ટેન્ટ

શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે?

શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે?

તમે શું કહેશો . . .

  • હા?

  • ના?

  • કદાચ?

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

“ઈશ્વર તેઓની આંખોમાંનું એકેએક આંસુ લૂછી નાખશે. શોક કે વિલાપ કે દુઃખ રહેશે નહિ. અરે, મરણ પણ રહેશે નહિ!”—પ્રકટીકરણ ૨૧:૪.

એ વચનમાં ભરોસો મૂકવાથી . . .

ઈશ્વર આપણા પર તકલીફો લાવતા નથી, એવી ખાતરી મળે છે.—યાકૂબ ૧:૧૩.

ઈશ્વર આપણું દુઃખ પૂરી રીતે સમજે છે, એ જાણીને દિલાસો મળે છે.—ઝખાર્યા ૨:૮.

સર્વ દુઃખ-તકલીફોનો અંત આવશે, એવી આશા મળે છે.—ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧.

પવિત્ર શાસ્ત્ર જે કહે છે, એ શું આપણે ખરેખર માની શકીએ?

હા, એમાં માનવાનાં ઓછાંમાં ઓછાં બે કારણો છે:

  • દુઃખ-તકલીફો અને અન્યાયને ઈશ્વર ધિક્કારે છે. જૂના જમાનાનો વિચાર કરો. દુશ્મનો ક્રૂર બનીને ઈશ્વરભક્તોને સતાવતા હતા ત્યારે યહોવા ઈશ્વરને કેવું લાગ્યું? પવિત્ર શાસ્ત્ર કહે છે કે તેઓ “જુલમને લીધે નિસાસા નાખતા ત્યારે” ઈશ્વરને દુઃખ થયું હતું.—ન્યાયાધીશો ૨:૧૮.

    જેઓ બીજાને નુકસાન પહોંચાડે છે, તેઓથી ઈશ્વર નારાજ થાય છે. દાખલા તરીકે, પવિત્ર શાસ્ત્ર જણાવે છે કે “નિર્દોષનું ખૂન” કરનાર વ્યક્તિને ઈશ્વર ધિક્કારે છે.—નીતિવચનો ૬:૧૬, ૧૭.

  • ઈશ્વર આપણા દરેકની સંભાળ રાખે છે. ફક્ત દરેક વ્યક્તિ “પોતાની વેદના અને પોતાનું દુઃખ જાણે છે” એવું નથી, યહોવા ઈશ્વર પણ આપણાં દુઃખો જાણે છે.૨ કાળવૃત્તાંત ૬:૨૯, ૩૦.

    યહોવા પોતાના રાજ્ય દ્વારા દરેક વ્યક્તિનાં દુઃખો કાઢી નાખશે. (માથ્થી ૬:૯, ૧૦) એ સમય આવે ત્યાં સુધી, જેઓ સાચા દિલથી તેમની તરફ મદદ માટે ફરે છે, તેઓને તે ખરો દિલાસો આપે છે.—પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૭; ૨ કોરીંથીઓ ૧:૩, ૪.

વિચારવા જેવું

ઈશ્વરે કેમ દુઃખ-તકલીફોને છૂટ આપી છે?

એનો જવાબ પવિત્ર શાસ્ત્રમાં અહીં જોવા મળે છે: રોમનો ૫:૧૨ અને ૨ પિતર ૩:૯.