સ્કીપ ટુ કન્ટેન્ટ

યહોવાના સાક્ષીઓ કઈ રીતે બાઇબલમાંથી શીખવે છે?

યહોવાના સાક્ષીઓ કઈ રીતે બાઇબલમાંથી શીખવે છે?

 તમે બાઇબલનો સંદેશો સારી રીતે સમજી શકો, એ માટે યહોવાના સાક્ષીઓ તમને મદદ કરવા ચાહે છે. તમને બાઇબલમાંથી આવા વિષયો વિશે શીખવા મદદ મળશે:

  •   સુખ-શાંતિથી જીવવું

  •   ઈશ્વરના દોસ્ત બનવું

  •   ભાવિની આશા વિશે બાઇબલમાં આપેલાં વચનો વિશે શીખવું

આ લેખમાં તમને આ સવાલોના જવાબ મળશે:

 બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે?

 તમને બાઇબલમાંથી શીખવવા કોઈ યહોવાના સાક્ષી તમારો સંપર્ક કરશે. તમને દુઃખ જશે, સુખ આવશે ચોપડીમાંથી શીખવવામાં આવશે. એની મદદથી તમે બાઇબલનો સંદેશો સારી રીતે સમજી શકશો. તમને એ પણ શીખવા મળશે કે મુશ્કેલીઓનો સામનો કરવા બાઇબલની સલાહ કઈ રીતે મદદ કરે છે. જો તમારે વધારે જાણવું હોય, તો આ વીડિયો જુઓ.

 શું બાઇબલમાંથી શીખવા મારે કોઈ ફી આપવી પડશે?

 ના. યહોવાના સાક્ષીઓ ઈસુએ આપેલી આ સલાહ પાળે છે: “તમને મફત મળ્યું છે, મફત આપો.” (માથ્થી ૧૦:૮) આ અભ્યાસ માટે વપરાતાં સાહિત્ય તમને વિના મૂલ્યે આપવામાં આવશે, જેમ કે, બાઇબલ અને દુઃખ જશે, સુખ આવશે ચોપડી.

 બાઇબલમાંથી શીખવા મારે કેટલો સમય આપવો પડશે?

 આ પુસ્તકમાં ૬૦ પાઠ છે. ઘણાને લાગે છે કે તેઓ માટે અઠવાડિયામાં એક કે બે પાઠ પૂરા કરવા સહેલું છે. પણ તમે પોતે નક્કી કરી શકો કે તમારા માટે શું સારું રહેશે.

 મારે બાઇબલમાંથી શીખવું હોય તો શું કરવું જોઈએ?

  1.  ૧. ઓનલાઇન ફોર્મ ભરો. ફોર્મમાં તમે જે માહિતી ભરશો એનો ઉપયોગ અમે ફક્ત તમારો સંપર્ક કરવા માટે કરીશું. અમે બીજા કોઈ હેતુ માટે તમારી માહિતીનો ઉપયોગ નહિ કરીએ.

  2.  ૨. યહોવાના સાક્ષી તમારો સંપર્ક કરશે. તે તમને સમજાવશે કે બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે. જો તમને કોઈ સવાલ હોય, તો તે એના જવાબ પણ આપશે.

  3.  ૩. બાઇબલમાંથી શીખવા ગોઠવણ કરો. જો તમે ચાહો, તો તે તમારા ઘરે આવીને તમને શીખવી શકે. તમે ચાહો તો, ફોન પર, વીડિયો કોલ દ્વારા, પત્ર દ્વારા કે ઈ-મેઈલ દ્વારા પણ અભ્યાસ કરી શકો. તમે બાઇબલમાંથી એકાદ કલાક માટે ચર્ચા કરી શકો. પણ તમારા સંજોગો પ્રમાણે તમે વધારે કે ઓછો સમય પણ આપી શકો.

 શું હું શરૂઆતમાં ફક્ત બે કે ત્રણ અઠવાડિયાં માટે અભ્યાસ કરી શકું?

 હા. એમ કરવા ઓનલાઇન ફોર્મ ભરો. જ્યારે કોઈ યહોવાના સાક્ષી તમારો સંપર્ક કરે, ત્યારે તેમને જણાવો કે તમે ફક્ત બે કે ત્રણ અઠવાડિયાં માટે જ અભ્યાસ કરવા માંગો છો. તમે એ પણ જણાવી શકો કે જો તમને ગમશે તો તમે અભ્યાસ ચાલુ રાખશો. તે ભાઈ કે બહેન દુઃખ જશે, સુખ આવશે પુસ્તિકામાંથી તમારી સાથે ચર્ચા કરશે. એમાં ફક્ત ત્રણ જ પાઠ છે.

 જો હું બાઇબલમાંથી શીખવાનું શરૂ કરું, તો શું મારે યહોવાના સાક્ષી બનવું પડશે?

 ના. યહોવાના સાક્ષીઓને બીજાઓને બાઇબલમાંથી શીખવવાનું ગમે છે. પણ અમે કોઈને યહોવાના સાક્ષી બનવા દબાણ કરતા નથી. એના બદલે, અમે પૂરા આદર સાથે બીજાઓને બાઇબલનું શિક્ષણ બતાવીએ છીએ. અમે જાણીએ છીએ કે દરેક વ્યક્તિને એ નક્કી કરવાનો હક છે કે પોતે કઈ માન્યતા અપનાવશે.—૧ પિતર ૩:૧૫.

 શું હું મારું પોતાનું બાઇબલ વાપરી શકું?

 હા. તમે કોઈ પણ બાઇબલ ભાષાંતર વાપરી શકો. અમને પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર બાઇબલ વાપરવું ગમે છે, કેમ કે એ એકદમ સાચું અને વાંચવામાં સહેલું છે. પણ અમે સમજીએ છીએ કે દરેકને પોતાનું બાઇબલ વાપરવું વધારે ગમે છે.

 શું હું બીજાઓને પણ બોલાવી શકું?

 હા. તમે તમારા આખા કુટુંબને અને મિત્રોને તમારી સાથે અભ્યાસમાં જોડાવા કહી શકો.

 જો મેં યહોવાના સાક્ષીઓ જોડે પહેલાં અભ્યાસ કર્યો હોય, તો શું હું ફરી અભ્યાસ કરી શકું?

 હા, ચોક્કસ. તમે પહેલાં જે ચોપડીમાંથી શીખતા હતા, એના બદલે આ નવી ચોપડીમાંથી શીખવામાં તમને વધારે મજા આવશે. કેમ કે એ ચોપડી લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. એમાં ઘણાં વીડિયો અને ચિત્રો છે. એની મદદથી ચર્ચા કરવામાં તમને બહુ જ મજા આવશે.

 શું હું મારી પોતાની રીતે બાઇબલમાંથી શીખી શકું?

 હા. અમુક લોકોને શરૂઆતમાં પોતાની રીતે શીખવું ગમે છે. પણ જો તમે કોઈ બીજાની પાસેથી શીખશો, તો બાઇબલની માહિતી સારી રીતે સમજી શકશો. જો તમારે પણ પોતાની રીતે શીખવું હોય, તો અમારી વેબસાઇટનો “શાસ્ત્રના અભ્યાસ માટે મદદ” વિભાગ જુઓ. ત્યાં અમુક સાહિત્ય અને વીડિયો છે, જેની મદદથી તમે બાઇબલની માહિતી સારી રીતે સમજી શકશો. જેમ કે,

  •   શાસ્ત્રનું શિક્ષણ. આ વિભાગમાં અમુક લેખો છે, જેમાં બાઇબલની સલાહ આપવામાં આવી છે. જેમ કે, ચિંતાઓનો સામનો કઈ રીતે કરવો, ખર્ચો કઈ રીતે કાબૂમાં રાખવો, બાળકોનો ઉછેર કઈ રીતે કરવો.

  •   બાઇબલ વીડિયો. આ વિભાગમાં નાના નાના વીડિયો છે. એમાં બાઇબલના મૂળ શિક્ષણ વિશે જણાવ્યું છે.

  •   સવાલોના શાસ્ત્રમાંથી જવાબ. આ લેખોમાં અલગ અલગ સવાલોના બાઇબલમાંથી જવાબ આપ્યા છે.

  •   બાઇબલના નકશાઓ. આ વિભાગમાં અલગ અલગ સમયગાળા દરમિયાન બાઇબલની જગ્યા બતાવતા નકશાઓ અને ચાર્ટ આપ્યા છે.