સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

JW લાઇબ્રેરી

JW લાઇબ્રેરી વાપરવાનું શરૂ કરો—એન્ડ્રોઇડ

JW લાઇબ્રેરી વાપરવાનું શરૂ કરો—એન્ડ્રોઇડ

JW લાઇબ્રેરી પર તમારું સ્વાગત છે. બાઇબલ વાંચવા અને એનો અભ્યાસ કરવા આ એપ બનાવવામાં આવી છે. તમે એપના મુખ્ય ભાગો નેવિગેશન દ્વારા ખોલી શકો. નેવિગેશન ખોલવા, સ્ક્રીનની ડાબી બાજુથી સ્વાઇપ કરો અથવા ડાબી બાજુ આપેલું મેનુ બટન દબાવો.

 બાઇબલ

બાઇબલ વ્યૂ તમને બાઇબલ ઇન્સ્ટોલ કરવા અને વાંચવા મદદ કરશે. વાંચવા માટે બાઇબલ પુસ્તક દબાવો અને પછી, અધ્યાય દબાવો. વાંચતી વખતે સ્ટડી પેનલમાં ફૂટનોટ જોઈ શકો, સંદર્ભો જોઈ શકો અને એક સાથે બીજા અનુવાદો જોઈ શકો.

બીજી કલમ જોવા માટે, નેવિગેશન ખોલો અને બાઇબલ ફરીથી દબાવો, જેથી પાછું બાઇબલ પુસ્તકોમાં જવાય.

 પબ્લીકેશન્સ

પબ્લીકેશન્સ વ્યૂની મદદથી તમે લખાણમાં, ઓડિયોમાં અને વીડિયોમાં સાહિત્ય જોઈ શકશો. વાંચવા માટે સાહિત્ય અને પછી લેખ દબાવો. વાંચતી વખતે એમાં આપેલી કલમો પણ તમે જોઈ શકશો. કલમ દબાવો એટલે એ સ્ટડી પેનલમાં દેખાશે. સ્ટડી પેનલમાં કલમ દબાવવાથી બાઇબલ ખુલશે.

બીજું સાહિત્ય જોવા, નેવિગેશન ખોલો અને ફરીથી પબ્લીકેશન્સ દબાવો. એનાથી સાહિત્યનું લિસ્ટ ખુલશે.

 ડેઇલી ટેક્સ્ટ

નેવિગેશન ખોલો અને ડેઇલી ટેક્સ્ટ દબાવીને આજનું વચન જુઓ.

 ઓનલાઇન

ઓનલાઇન સેક્શન, જે નેવિગેશનમાં છે, ત્યાંથી આપણી વેબસાઇટ પર જઈ શકશો.

 નવા ફિચર્સ મેળવો

JW લાઇબ્રેરીના નવા ફિચર્સ માટે હંમેશાં તમારા ડિવાઇસને અપટુડેટ રાખો.

તમારા ડિવાઇસ પર હંમેશાં લેટેસ્ટ એન્ડ્રોઇડ હોય, તો સારું કહેવાય. વધારે માહિતી માટે નીચેની લિંક જુઓ:

https://support.google.com/nexus/answer/4457705.

તમારી સવલત માટે, તમે ડિવાઇસ સેટિંગ્સમાં ઓટોમેટિક એપ અપડેટ ઓન કરી શકો. વધારે માહિતી માટે નીચેની લિંક જુઓ:

https://support.google.com/googleplay/answer/113412.