સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

JW લાઇબ્રેરી

સાહિત્યને ડાઉનલોડ અને મૅનેજ કરો—એન્ડ્રોઇડ

સાહિત્યને ડાઉનલોડ અને મૅનેજ કરો—એન્ડ્રોઇડ

JW લાઇબ્રેરીમાં સેંકડો પુસ્તકો, પુસ્તિકાઓ, પત્રિકાઓ અને વીડિયો છે, જે તમે ઓફલાઇન વાંચી અને જોઈ શકો છો.

સાહિત્યને ડાઉનલોડ અને મૅનેજ કરવા માટે નીચેના સૂચનો પ્રમાણે કરો:

 પબ્લીકેશન્સ ડાઉનલોડ કરો

ઓફલાઇન વાંચવા અને અભ્યાસ કરવા તમે ચાહો એટલાં સાહિત્ય ડાઉનલોડ કરી શકો છો.

  • નેવિગેશન ખોલો અને સાહિત્યનું લિસ્ટ જોવા પબ્લીકેશન્સ દબાવો.

  • એ સાહિત્ય કઈ ભાષાઓમાં છે એ જોવા, લેંગ્વેજીસ દબાવો. તમારે જે ભાષા જોઈતી હોય એ પસંદ કરો. તમે વારંવાર જે ભાષાઓ વાપરો છો, એ લિસ્ટમાં ઉપર દેખાશે. તમે ભાષાનું નામ લખીને પણ શોધી શકો છો.

JW લાઇબ્રેરીમાં સાહિત્ય શોધવાની અમુક રીતો છે.

બાય ટાઈપ સેક્શનમાં પુસ્તકો, પત્રિકાઓ કે વીડિયો જેવા ગ્રૂપમાં સાહિત્ય આપવામાં આવ્યાં છે. સાહિત્ય દબાવવાથી વધારે ઓપ્શન ખૂલશે. જેમ કે, ચોકીબુરજ વર્ષ પ્રમાણે અને વીડિયો પ્રકાર પ્રમાણે. લિસ્ટની શરૂઆતમાં જવા ઓલ ટાઈપ્સ દબાવો.

વોટ્‌સ ન્યૂ સેક્શનમાં, તમારી ભાષામાં નવા બહાર પડેલાં સાહિત્યનું લિસ્ટ જોવા મળશે.

તમે જે સાહિત્યને ડાઉનલોડ કર્યાં નહિ હોય, એના પર વાદળનું નિશાન હશે. ડાઉનલોડ કરવા સાહિત્ય દબાવો. સાહિત્ય ડાઉનલોડ થઈ ગયા પછી વાદળનું નિશાન જતું રહેશે. પછી, સાહિત્ય દબાવો અને વાંચો.

ડાઉનલોડેડ સેક્શનમાં, જુદી જુદી ભાષામાં ડાઉનલોડ કરેલાં સાહિત્ય જોવા મળશે. તમે એ લિસ્ટને આ પ્રમાણે ગોઠવી શકો છો: ફ્રિકવન્ટલી યુસ્ડ, રેરલી યુસ્ડ અથવા લાર્જેસ્ટ સાઇઝ.

પબ્લીકેશન્સ ડિલીટ કરો

 જો તમને હવે કોઈ સાહિત્યની જરૂર ન હોય અથવા જગ્યા કરવી હોય, તો તમે સાહિત્યને ડિલીટ પણ કરી શકો છો.

નેવિગેશન ખોલો અને પબ્લીકેશન્સ પર ટેપ કરો પછી, સાહિત્યના પ્રકાર પર ટેપ કરો. (દાખલા તરીકે, પુસ્તકો) એટલે, બધા સાહિત્ય ખૂલશે. સાહિત્ય પર આપેલું મોર બટન દબાવો; પછી ડિલીટ દબાવો.

જો જગ્યા કરવી હોય, તો એવાં સાહિત્ય ડિલીટ કરો જે ઓછા વપરાતાં હોય અથવા બહુ મોટાં હોય. નેવિગેશન ખોલો અને પબ્લીકેશન્સ દબાવો. એ માટે, ડાઉનલોડેડ સેક્શનમાં જાઓ; પછી, રેરલી યુસ્ડ અથવા લાર્જેસ્ટ સાઇઝ ઓપ્શન પસંદ કરો. જરૂર ન હોય એવા સાહિત્યને ડિલીટ કરો.

પબ્લીકેશન્સ માટે અપડેટ્‌સ મેળવો

 તમે ડાઉનલોડ કરેલા સાહિત્યમાં સમય જતાં અપડેટ આવી શકે.

જે સાહિત્યને અપડેટ કરવામાં આવ્યું હશે, એના પર રીફ્રેશનું નિશાન હશે. સાહિત્ય દબાવાથી અપડેટ પ્રાપ્ય છે, એવો મૅસેજ આવશે. અપડેટ કરવું હોય તો, ડાઉનલોડ દબાવો અથવા લેટર દબાવીને તમે પછીથી પણ ડાઉનલોડ કરી શકો છો.

તમે ડાઉનલોડ કરેલાં સાહિત્યમાં અપડેટ આવ્યું છે કે નહિ એ જોવા નેવિગેશનમાં જઈને પબ્લીકેશન્સ દબાવો. અપડેટ હશે તો, પેન્ડીંગ અપડેટ્‌સમાં બતાવશે. બધાં સાહિત્યનું લિસ્ટ તમને ત્યાં જોવા મળશે. સાહિત્યને અપડેટ કરવા એના પર ટેપ કરો અથવા અપડેટ ઓલ બટન દબાવો એટલે બધાં સાહિત્ય અપડેટ થઈ જશે.

આ ફિચર્સ ફેબ્રુઆરી ૨૦૧૫માં JW લાઇબ્રેરી ૧.૪ સાથે બહાર પાડવામાં આવ્યા, જે એન્ડ્રોઇડ ૨.૩ કે પછીના વર્ઝનમાં ચાલે એમ છે. જો તમે આ ફિચર્સ જોઈ ન શકો, તો “JW લાઇબ્રેરી વાપરવાનું શરૂ કરો—એન્ડ્રોઇડ” લેખમાં આપેલા નવા ફિચર્સ મેળવો ભાગમાંથી સૂચનો મેળવો.