સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

John Moore/Getty Images

ખાસ ઝુંબેશ

ઈશ્વરનું રાજ્ય કઈ રીતે લોકોને તંદુરસ્ત રહેવા મદદ કરશે?

ઈશ્વરનું રાજ્ય કઈ રીતે લોકોને તંદુરસ્ત રહેવા મદદ કરશે?

 “કોવિડ-૧૯ મહામારી આજે એવી મુશ્કેલી નથી, જેના માટે દેશોએ તરત પગલાં ભરવાં પડે. પણ એના લીધે આજે પણ લોકોનો જીવ જોખમમાં આવી શકે છે. . . બીજી મહામારી અચાનક આવી શકે છે, એ માટે આપણે હમણાંથી તૈયાર રહેવું જોઈએ.”—ડૉ. ટેડ્રોસ એડોનોમ ગેબ્રેયેસસ, વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર-જનરલ, ૨૨ મે, ૨૦૨૩.

 ઘણા લોકો આજે પણ કોવિડ-૧૯ મહામારીને લીધે શારીરિક અને માનસિક બીમારીઓથી ઝઝૂમી રહ્યા છે. સરકારો અને સ્વાસ્થ્ય સંગઠનો આજની બીમારીઓ દૂર કરી શકતાં નથી, તો શું તેઓ આવનાર મહામારીઓ માટે આપણને મદદ કરી શકશે?

 બાઇબલ એક એવી સરકાર વિશે જણાવે છે, જે લોકોને તંદુરસ્ત રહેવા જરૂરી મદદ આપશે. એમાં લખ્યું છે: “સ્વર્ગના ઈશ્વર એક રાજ્યની સ્થાપના કરશે,” એટલે કે પોતાની સરકાર લાવશે. (દાનિયેલ ૨:૪૪) એ સરકાર પૃથ્વી પર રાજ કરશે ત્યારે, “‘હું બીમાર છું,’ એવું કોઈ કહેશે નહિ.” (યશાયા ૩૩:૨૪) બધા તંદુરસ્ત હશે અને જુવાનીનું જોમ અનુભવશે.—અયૂબ ૩૩:૨૫.