સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

લાખો નિરાશામાં એક આશા

લાખો નિરાશામાં એક આશા

લાખો નિરાશામાં એક આશા

“છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે.”—૨ તીમોથી ૩:૧.

શું તમે નીચે આપેલા દુઃખદ બનાવો વિષે સાંભળ્યું છે? શું તમે પોતે એ અનુભવ્યા છે?

● ભયંકર બીમારીને લીધે ઘણા લોકો માર્યા ગયા હોય.

● દુકાળને લીધે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોય.

● ધરતીકંપે હજારો લોકોનો ભોગ લીધો હોય અને ઘણા ઘરબાર વગરના થઈ ગયા હોય.

હવે પછીના લેખોમાં આપણે આના જેવી આફતો વિષે અમુક હકીકતો તપાસીશું. એ પણ જોઈશું કે આવી આફતો વિષે બાઇબલમાં પહેલેથી જ ભાખવામાં આવ્યું હતું. એ બધું આ દુનિયાના અંતના ‘છેલ્લા સમયʼમાં બનશે. *

આ લેખો ફક્ત મુશ્કેલ સંજોગો વિષે જ નહિ પણ ભાવિની સુંદર આશા વિષે જણાવે છે. એમાં એક પછી એક છ ભવિષ્યવાણીઓ તપાસીશું, જે સાબિત કરશે કે દુનિયાના ‘છેલ્લા સમયʼનો જલદી જ અંત આવશે. એ પણ જોઈશું કે અમુક લોકો આ ભવિષ્યવાણી પર કેવી દલીલો કરે છે. તેમ જ અમુક વચનો તપાસીશું જે બતાવશે કે આપણા માટે કેવું સુંદર ભાવિ રહેલું છે. (w11-E 05/01)

[ફુટનોટ]

^ પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું ૧૧મું પ્રકરણ “ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે?” જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.