સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“એકદમ નવી રીત!”

“એકદમ નવી રીત!”

દક્ષિણ કોરિયાની એક ઉચ્ચતર-માધ્યમિક શાળામાં સુ-જૂન ગાઇડન્સ કાઉન્સીલર છે. તે પોતાના વર્ગોમાં jw.org વેબસાઇટના વીડિયો બતાવે છે. તે કહે છે: “વિદ્યાર્થીઓને વોટ્સ અ રિઅલ ફ્રેન્ડ? વીડિયો બહુ ગમ્યો. વીડિયો જોઈને તેઓ કહે છે, ‘મેં ફ્રેન્ડશીપ વિશે પહેલાં આવું વિચાર્યું ન હતું. આ તો ભણવાની એકદમ નવી રીત છે!’ કેટલાકે જણાવ્યું કે જ્યારે તેઓને સલાહની જરૂર પડશે, ત્યારે તેઓ આ વેબસાઇટ પર જશે. મારા જેવા બીજા ઘણા કાઉન્સીલરને મેં આ વીડિયો વિશે જણાવ્યું છે. તેઓ પોતાના વર્ગોમાં એ બતાવવા ઉત્સુક છે.”

દક્ષિણ કોરિયાના ઘણા વિદ્યાર્થીઓને બીજો એક વીડિયો પણ ખૂબ મદદરૂપ થયો છે. એ વીડિયો છે: હેરાનગતિનો સામનો ગુસ્સે થયા વગર કરો. તરુણોમાં થતી હિંસા અટકાવવા કામ કરતી સંસ્થા સાથે જોડાયેલા એક પ્રોફેસરે આ વીડિયો પોતાના વર્ગમાં બતાવ્યો. તે કહે છે: “યુવાનોને એ વીડિયો ગમે છે, કેમ કે એનું ઍનિમેશન ઘણું આકર્ષક છે. વધુમાં, ફક્ત હિંસા સહન કરવા વિશે જ નહિ, એ અટકાવવાનાં પગલાં વિશે પણ એમાં જણાવ્યું છે.” એ સંસ્થાએ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં થતા પોતાના વર્ગોમાં એ વીડિયો બતાવવાની રજા માંગી હતી. એ માટે તેઓને મંજૂરી મળી છે. jw.org પર જોવા મળતા વીડિયો પોલીસ પણ વાપરે છે.

જો તમે હજી વેબસાઇટ જોઈ ન હોય, તો મોડું થયું નથી. એ વાપરવામાં સહેલી છે. આ વેબસાઇટ પરથી પવિત્ર શાસ્ત્ર, બીજાં સાહિત્ય અને ઑડિયો-વીડિયો બધું જ મફતમાં ડાઉનલોડ કરી શકાય છે. (g16-E No. 5)