સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે જિંદગીથી થાકી ગયા છો?

શું તમે જિંદગીથી થાકી ગયા છો?

જીવનમાં બધું જ સારું સારું હોય ત્યારે જીવવાની મઝા જ કંઈક અલગ હોય છે. પણ સંજોગોને લીધે જીવન આકરું બની જાય ત્યારે શું?

અમેરિકામાં રહેતાં સેલીબેનનો * વિચાર કરો. વાવાઝોડામાં તે મોટા ભાગનું બધું ગુમાવી બેઠાં હતાં. તે કહે છે: ‘હું સહી સહીને કેટલું સહું? હવે તો હદ થઈ ગઈ. ઘણા દિવસો સુધી મને થતું કે હવે મારાથી વધારે નહિ ખેંચાય.’

આપણું કોઈ સગું-વહાલું ગુજરી જાય ત્યારે શું? ઑસ્ટ્રૅલિયામાં રહેતાં જેનીસબેન કહે છે: ‘મારા બંને દીકરાઓ મરણ પામ્યા ત્યારે, મારું જીવન વેરવિખેર થઈ ગયું. હું જાણે મરી મરીને દિવસો કાઢતી હતી. મેં ઈશ્વરને કાલાવાલા કર્યા: “બસ, હું આનાથી વધારે સહન નહિ કરી શકું! મારું મોત લાવી દો. જીવનમાં સવાર જ ન પડે તો સારું.”’

દાનિયેલની પત્ની બેવફા બની ત્યારે તેમનું હૈયું વીંધાઈ ગયું હતું. તે કહે છે: ‘જ્યારે મારી પત્નીએ કહ્યું કે તેને બીજા કોઈ સાથે સંબંધ છે ત્યારે મારું દિલ ચિરાઈ ગયું. જાણે દિલમાં કોઈએ ચાકુ મારી દીધું ન હોય. એ પારાવાર પીડા હું મહિનાઓ સુધી સહેતો રહ્યો.’

શું તમે નીચે જણાવેલી કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો? શું તમને પણ એવું લાગે છે કે હવે વધારે નથી જીવવું?

ચોકીબુરજના આ અંકમાં આપણે જોઈશું કે દુઃખનો પહાડ તૂટી પડે ત્યારે કેમ જીવનથી હારી જવું ન જોઈએ, પણ હિંમત રાખીને જીવવું જોઈએ.

ચાલો પહેલા એ જોઈએ કે આફત આવી પડે ત્યારે કઈ રીતે એનો સામનો કરી શકીએ.

^ આ લેખોમાં અમુક નામો બદલવામાં આવ્યાં છે.