સ્કીપ ટુ કન્ટેન્ટ

યહોવાના સાક્ષીઓનાં કાર્ય માટે પૈસા ક્યાંથી આવે છે?

યહોવાના સાક્ષીઓનાં કાર્ય માટે પૈસા ક્યાંથી આવે છે?

મોટા ભાગે, યહોવાના સાક્ષીઓએ રાજીખુશીથી આપેલાં દાનોથી અમારું પ્રચારકામ કરવામાં આવે છે. અમારી સભાઓમાં કોઈ દાન ઉઘરાવવામાં આવતું નથી અને સભ્યોએ કોઈ દશાંશ આપવો પડતો નથી. (માથ્થી ૧૦:૭, ૮) એને બદલે, અમારી સભાના સ્થળે દાન-પેટીઓ હોય છે, જેથી જે કોઈ ચાહે તે એમાં દાન નાંખી શકે. દાન આપનારનાં નામ જાહેર કરવામાં આવતાં નથી.

અમે ખર્ચને સહેલાઈથી પહોંચી વળીએ છીએ. કારણ કે, અમારે ત્યાં કોઈ પગારદાર પાદરીઓ હોતા નથી. ઉપરાંત, ઘરે-ઘરે પ્રચાર કરતા સાક્ષીઓને પણ કોઈ પગાર આપવામાં આવતો નથી. તેમ જ, અમારી સભાનાં સ્થળો પણ સાદાં હોય છે.

યહોવાના સાક્ષીઓની શાખા કચેરીને મોકલવામાં આવતાં દાનોનો ઉપયોગ આવાં કામો માટે કરવામાં આવે છે: કુદરતી આફતોનો ભોગ બનેલાઓને મદદ કરવા, મિશનરીઓ અને પ્રવાસી સેવકોને આર્થિક ટેકો આપવા, વિકાસશીલ દેશોમાં ભક્તિનાં સ્થળો બાંધવાં તેમજ બાઇબલ અને બાઇબલ આધારિત સાહિત્યને છાપવા અને એને અલગ અલગ જગ્યાએ પહોંચાડવા.

દરેક વ્યક્તિ નક્કી કરી શકે છે કે, સ્થાનિક મંડળના ખર્ચા માટે, જગતવ્યાપી કાર્ય માટે કે બંને માટે દાન આપશે. દરેક મંડળ પોતાના સભ્યોને નિયમિત રીતે મંડળનો હિસાબ અહેવાલ જણાવે છે.