સ્કીપ ટુ કન્ટેન્ટ

સજાતીય લગ્‍નો વિશે બાઇબલ શું કહે છે?

સજાતીય લગ્‍નો વિશે બાઇબલ શું કહે છે?

શાસ્ત્રમાંથી જવાબ

 સરકારોના કાયદા-કાનૂન અમલમાં આવ્યા એની સદીઓ પહેલાં આપણા સર્જનહારે લગ્‍ન વિશે અમુક નિયમો બનાવ્યા હતા. બાઇબલના પહેલા પુસ્તકમાં લખ્યું છે: “માણસ પોતાનાં માતા-પિતાને છોડીને પોતાની પત્ની સાથે રહેશે અને તેઓ બંને એક શરીર થશે.” (ઉત્પત્તિ ૨:૨૪) વાઈન્સ એક્પોઝીટરી ડિક્ષનરી ઑફ બિબલીકલ વર્ડ્‌સ પ્રમાણે “પત્ની” માટેનો હિબ્રૂ શબ્દ “સ્ત્રી” માટે વપરાય છે. ઈસુએ પણ કહ્યું કે ‘પુરુષ અને સ્ત્રીએ’ જ લગ્‍નના બંધનમાં જોડાવવું જોઈએ.—માથ્થી ૧૯:૪.

 ઈશ્વરે શરૂઆતથી જ લગ્‍નની ગોઠવણ એ હેતુથી કરી હતી કે પુરુષ અને સ્ત્રી હંમેશાં પ્રેમના અતૂટ બંધનમાં રહે. પુરુષ અને સ્ત્રીની રચના એ રીતે કરવામાં આવી છે કે તેઓ એકબીજાના જીવનસાથી બને જેથી તેઓ એકબીજાની શારીરિક જરૂરિયાતો પૂરી કરી શકે, એકબીજાની લાગણીઓ સમજી શકે અને બાળકોને જન્મ આપી શકે.