સ્કીપ ટુ કન્ટેન્ટ

લગ્‍ન વગર સાથે રહેવા વિશે પવિત્ર શાસ્ત્રમાં શું જણાવ્યું છે?

લગ્‍ન વગર સાથે રહેવા વિશે પવિત્ર શાસ્ત્રમાં શું જણાવ્યું છે?

શાસ્ત્રમાંથી જવાબ

 ઈશ્વર ચાહે છે કે લોકો ‘વ્યભિચારથી દૂર રહે.’ (૧ થેસ્સાલોનિકીઓ ૪:૩) બાઇબલમાં જ્યારે ‘વ્યભિચાર’ શબ્દ આવે છે, ત્યારે એમાં આનો સમાવેશ થાય છે: લગ્‍ન બહાર જાતીય સંબંધ, સજાતીય સંબંધ અને કુંવારા લોકો વચ્ચે જાતીય સંબંધ.

 ઈશ્વર કેમ ચાહે છે કે જો એક પુરુષ અને સ્ત્રી સાથે રહેવા માંગતાં હોય, તો તેઓએ લગ્‍ન કરવું જોઈએ?

  •   ઈશ્વરે લગ્‍નની ગોઠવણ કરી છે. તેમણે પ્રથમ પુરુષ અને સ્ત્રીને લગ્‍નબંધનમાં બાંધ્યાં. (ઉત્પત્તિ ૨:૨૨-૨૪) તે ચાહતા હતા કે પુરુષ અને સ્ત્રી ફક્ત થોડા સમય માટે નહિ, પણ લગ્‍ન કરીને કાયમ માટે સાથે રહે અને એકબીજાને વફાદાર રહે.

  •   ઈશ્વર જાણે છે કે માણસોની ભલાઈ શામાં છે. તેમણે લગ્‍નને કાયમી બંધન બનાવ્યું છે, કેમ કે તે જાણે છે કે એનાથી કુટુંબના દરેક સભ્યનું ભલું થશે. એ સમજવા આ દાખલાનો વિચાર કરો: ધારો કે તમારે એક ટેબલ બનાવવાનું છે. ટેબલના અલગ અલગ ભાગોને કઈ રીતે જોડવા એ વિશે કંપનીએ સૂચનો આપ્યાં છે. જો તમે એ સૂચનો પાળશો, તો સારી રીતે ટેબલ બનાવી શકશો અને એ લાંબું ટકશે. એવી જ રીતે, લગ્‍નજીવનને મજબૂત બનાવવા ઈશ્વરે પણ અમુક સૂચનો આપ્યાં છે. જો યુગલ એ સૂચનો પ્રમાણે કરશે, તો તેઓને ફાયદો થશે.—યશાયા ૪૮:૧૭, ૧૮.

    ટેબલના અલગ અલગ ભાગોને કઈ રીતે જોડવા એ વિશે કંપની સૂચનો આપે છે. એવી જ રીતે, લગ્‍નજીવનને કઈ રીતે મજબૂત બનાવવું એ વિશે ઈશ્વર પણ સૂચનો આપે છે

  •   આડા સંબંધોનાં ગંભીર પરિણામો આવી શકે છે. જેમ કે, તેઓને જાતીય રોગો થઈ શકે છે અને મનમાં પીડાનો ભાર લઈને જીવવું પડે છે તેમજ સ્ત્રીને લગ્‍ન પહેલાં ગર્ભ રહે છે.

  •   ઈશ્વરે પુરુષ અને સ્ત્રીને સેક્સ દ્વારા બાળકો પેદા કરવાની ક્ષમતા આપી છે. ઈશ્વર માટે જીવન ખૂબ પવિત્ર છે અને બાળકો પેદા કરવાની ક્ષમતા એક કીમતી ભેટ છે. ઈશ્વર ચાહે છે કે પુરુષ અને સ્ત્રી લગ્‍ન કર્યા પછી જ જાતીય સુખનો આનંદ માણે. ઈશ્વરની એ આજ્ઞા પાળીને તેઓ બતાવી આપે છે કે તેઓ એ ભેટની કદર કરે છે.—હિબ્રૂઓ ૧૩:૪.

 શું લગ્‍ન પહેલાં એક પુરુષ અને સ્ત્રીએ સાથે રહેવું જોઈએ?

 અમુક યુવક-યુવતીઓ લગ્‍ન પહેલાં થોડો સમય એકબીજાની સાથે રહે છે, જેથી જોઈ શકે કે લગ્‍ન પછી તેઓ ખુશ રહી શકશે કે નહિ. પણ એનાથી લગ્‍નજીવન મજબૂત નહિ થાય. જોકે, એક પુરુષ અને સ્ત્રી લગ્‍ન કરે છે ત્યારે, તેઓ એકબીજાને સાથ આપવાનું અને સાથે મળીને મુશ્કેલીઓનો સામનો કરવાનું વચન આપે છે. એ વચન પાળે છે ત્યારે તેઓનું લગ્‍નજીવન ખીલી ઊઠે છે.—માથ્થી ૧૯:૬.

 પતિ-પત્ની કઈ રીતે પોતાનો સંબંધ મજબૂત કરી શકે?

 લગ્‍નજીવનમાં મુશ્કેલીઓ તો આવવાની જ! પણ પતિ-પત્ની જ્યારે બાઇબલની સલાહ પાળે છે, ત્યારે તેઓનો સંબંધ મજબૂત થાય છે. દાખલા તરીકે: