સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સજાગ બનો! નં. ૨ ૨૦૧૮ | કુટુંબ સુખી બનાવો બાર રીતો અજમાવો

કુટુંબ સુખી બનાવો બાર રીતો અજમાવો

આપણને એવી ઘણી બાબતો વિશે સાંભળવા મળે છે, જેના લીધે કુટુંબોમાં તિરાડ પડે છે.

  • ૧૯૯૦થી ૨૦૧૫ સુધીમાં યુનાઈટેડ સ્ટેટ્‌સમાં છૂટાછેડાનું પ્રમાણ પ૦થી વધુ ઉંમરના લોકોમાં બે ગણું અને ૬૫થી વધુ ઉંમરના લોકોમાં ત્રણ ગણું થઈ ગયું છે.

  • માતા-પિતા આ કારણને લીધે ગૂંચવણમાં પડી ગયાં છે: અમુક નિષ્ણાતો સલાહ આપે છે કે બાળકોના વારંવાર વખાણ કરવા જોઈએ. બીજા અમુક કહે છે કે બાળકો સાથે કડક રહેવું જોઈએ.

  • સફળ થવા માટે આવડતો હોવી જરૂરી છે. પણ યુવાનો એ આવડતો વગર મોટા થઈ રહ્યા છે.

ભલે લોકો ગમે એ વિચારે, પણ કુટુંબો સફળ થઈ શકે છે:

  • લગ્‍નજીવન કાયમ માટે ટકી શકે છે અને આશીર્વાદો લાવી શકે છે.

  • માબાપ પોતાનાં બાળકોને પ્રેમથી શિસ્ત આપવાનું શીખી શકે છે.

  • યુવાનોને જે આવડતોની જરૂર પડે છે, એ તેઓ શીખી શકે છે.

સજાગ બનો!ના આ અંકમાં કુટુંબ સુખી બનાવવાની બાર રીતો આપી છે.

 

૧: વફાદાર રહો

ત્રણ વ્યવહારું સૂચનો, જે લગ્‍નસાથીઓને સાથે રહેવા મદદ કરે છે.

૨: ભેગા મળીને કામ કરો

શું તમારું સાથી રૂમ પાર્ટનર જેવું વર્તે છે?

૩: માન આપો

કેવાં વાણી-વર્તનથી તમારા સાથીનું માન જળવાય છે એ જાણો.

૪: માફી આપો

તમારા સાથીની ખામી પર ધ્યાન ન આપવા તમને ક્યાંથી મદદ મળી શકે?

૫: વાતચીત કરો

આ ત્રણ પગલાં દ્વારા તમે બાળકોની નજીક જઈ શકો છો.

૬: શિસ્ત આપો

શું શિસ્ત આપવાથી બાળકનું સ્વમાન ઘવાશે?

૭: સંસ્કાર આપો

તમારાં બાળકોને કયા ધોરણો શીખવવા જોઈએ?

૮: દાખલો બેસાડો

તમારાં બાળકો તમારું સાંભળે માટે જરૂરી છે કે તમે જે કહો એ પ્રમાણે તમારાં કાર્યો પણ હોવા જોઈએ.

૯: સારી ઓળખ બનાવો

કઈ રીતે યુવાનો પોતાની માન્યતાને વળગી રહી શકે?

૧૦: ભરોસાપાત્ર બનો

માબાપનો ભરોસો જીતવો એ જવાબદાર વ્યક્તિ બનવા માટેનું મહત્ત્વનું પગલું છે.

૧૧: મહેનતુ બનો

યુવાનીમાં મહેનતુ બનવાથી જીવનમાં જે કંઈ કરીએ એમાં સફળ થવા મદદ મળે છે.

૧૨: ધ્યેયો બાંધો

ધ્યેય હાંસલ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધી શકે છે, તમારી મિત્રતા ગાઢ બની શકે છે અને તમારી ખુશીમાં વધારો થઈ શકે છે.

કુટુંબ માટે વધારે મદદ

શાસ્ત્રની સલાહ તમને કુટુંબને સફળ બનાવવા અને સુખી કુટુંબ બનાવવા મદદ કરી શકે છે.