સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આફતથી ઘેરાયેલી દુનિયામાં

૨ | તમે સમજી-વિચારીને પૈસા વાપરો

૨ | તમે સમજી-વિચારીને પૈસા વાપરો

એ કેમ જરૂરી છે?

ઘણા લોકો માટે પહેલેથી જ ઘર ચલાવવું મુશ્કેલ હોય છે. એમાંય જ્યારે આફત આવી પડે ત્યારે એ વધારે મુશ્કેલ થઈ જાય છે. એવું કેમ?

  • આફતના સમયે મોંઘવારી વધી જાય છે. ખાવા-પીવાની વસ્તુઓના ભાવ વધી જાય છે. અરે, ઘરનાં ભાડાં પણ વધી જાય છે.

  • કેટલાય લોકોની નોકરી છૂટી જાય છે. અમુકને તો મજબૂરીમાં ઓછા પૈસે વધારે કામ કરવું પડે છે.

  • આફતના સમયે ઘરો તબાહ થઈ જાય છે. કામધંધા બંધ પડી જાય છે. કેટલાક લોકો તો ઘરબાર વિનાના થઈ જાય છે.

તમે શું ધ્યાનમાં રાખી શકો?

  • સમજી-વિચારીને ખર્ચ કરવાથી તમે પૈસાની બચત કરી શકશો, જે આફતના સમયે કામ લાગશે.

  • યાદ રાખો, આજે તમારી પાસે પૈસા કે જે કંઈ ચીજવસ્તુ છે એની કિંમત કાલે ઘટી શકે છે.

  • પૈસાથી ખુશીઓ, કુટુંબમાં પ્રેમ અને બીજી જરૂરી વસ્તુઓ ખરીદી શકાતી નથી.

તમે હમણાં શું કરી શકો?

શાસ્ત્રમાં લખ્યું છે: “જે ખોરાક અને કપડાં મળે, એમાં આપણે સંતોષ માનીએ.”—૧ તિમોથી ૬:૮.

સંતોષ માનવાનો અર્થ થાય કે આપણી ઇચ્છાઓ નહિ, પણ જરૂરિયાતો પૂરી કરવામાં ખુશ રહીએ. ખાસ કરીને ઓછા પૈસા હોય ત્યારે એમ કરવું વધારે જરૂરી છે.

એક કહેવત પ્રમાણે, ‘જેટલી ચાદર હોય એટલા જ પગ લાંબા કરાય.’ પોતાની આવક કરતાં વધારે ખર્ચો કરશો તો મુશ્કેલીઓ વધશે.