સ્કીપ ટુ કન્ટેન્ટ

આપણું જીવન અને સેવાકાર્ય સભા માટે સૂચનાઓ

આપણું જીવન અને સેવાકાર્ય સભા માટે સૂચનાઓ

વિષય સૂચિ

 સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ ૬-૧૪

૧. આ ડોક્યુમેન્ટમાં આપવામાં આવેલી માહિતી—આપણું જીવન અને સેવાકાર્યની સભામાં ભાગ લેનારા તમામને મદદ કરશે. આવી વ્યક્તિઓએ પોતાનો ભાગ તૈયાર કરતાં પહેલાં આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકામાં અને આ ડોક્યુમેન્ટમાં દર્શાવ્યા મુજબ સૂચનાઓની સમીક્ષા કરવી જોઈએ. વિદ્યાર્થીઓની સોંપણીઓ પ્રસ્તુત કરવા માટે બધા પ્રકાશકોને આમંત્રિત કરવા જોઈએ. મંડળની સાથે સક્રિયપણે સંકળાયેલા બીજા લોકો જો બાઇબલના ઉપદેશો સાથે સંમત થતા હોય અને તેમનું જીવન ખ્રિસ્તી સિદ્ધાંતો સાથે સુમેળમાં હોય, તો તેઓ પણ ભાગ લઈ શકે છે. જો કોઈ પ્રકાશક ના હોય અને તે નોંધણી કરવાની ઇચ્છા વ્યક્ત કરે, તો જીવન અને સેવાકાર્યની સભાના નિરીક્ષક તેની સાથે નોંધણી માટેની જરૂરિયાતોની ચર્ચા કરશે અને પછી તે વ્યક્તિને જણાવશે કે તે લાયક ઠરે છે કે નહીં. જે વ્યક્તિ તેની સાથે બાઇબલ અભ્યાસ કરી રહ્યો છે (અથવા કોઈ માતા-પિતા જે યહોવાના સાક્ષી છે) તેની હાજરીમાં આ કામ કરવું જોઈએ. આ આવશ્યકતાઓ, જે વ્યક્તિ બાપ્તિસ્મા રહિત પ્રકાશક બનવા ચાહે છે, તેની સમાન છે.—od GU પ્રકરણ ૮ ફકરો ૮.

 સભાની ઝલક

૨. એક મિનિટ. દર અઠવાડિયે, પ્રારંભિક ગીત અને પ્રાર્થના પછી, જીવન અને સેવાકાર્ય સભા ચેરમેન કાર્યક્રમ માટે ઉત્સાહ પેદા કરશે. ચેરમેન એવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે કે જેનાથી મંડળને સૌથી વધુ ફાયદો થાય.

  બાઇબલમાં રહેલો ખજાનો

 ૩. ટૉક: દસ મિનિટ. વિષય અને એના બે કે ત્રણ મુખ્ય વિચારો જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકામાં આપેલા છે. આ ટૉક વડીલ અથવા યોગ્ય લાયકાત ધરાવતા સહાયક સેવકે આપવો. જ્યારે અઠવાડિયાના બાઇબલ વાંચનમાં બાઇબલનું નવું પુસ્તક શરૂ થાય, ત્યારે એની પ્રસ્તાવનાનો વીડિયો બતાવવામાં આવશે. ટૉક આપનાર ભાઈ વીડિયોને અને વિષયને પોતાની ટૉકમાં ચમકાવી શકે. પરંતુ, સભા પુસ્તિકામાં આપેલા મુદ્દાઓને તેમણે જરૂર જણાવવા જોઈએ. જો સમય હોય તો, એ વિષય માટે આપેલ ચિત્રો બતાવીને સમજાવી શકે. વિષયને લગતા બીજા સંદર્ભોનો પણ ઉપયોગ કરી શકાય, જો તે મુખ્ય મુદ્દો ચમકાવવામાં મદદ કરતા હોય.

 ૪. કીમતી રત્નો: દસ મિનિટ. આ ભાગમાં સવાલ-જવાબ છે. એમાં શરૂઆતમાં કે છેલ્લે કંઈ કહેવું નહિ. આ ભાગ વડીલ અથવા યોગ્ય લાયકાત ધરાવતા સહાયક સેવકે આપવો. ટૉક આપતા ભાઈએ બંને સવાલો પૂછવા જોઈએ. તે નક્કી કરી શકે છે કે આપેલી કલમો વાંચવી જોઈએ કે નહિ. જેઓ જવાબ આપે તેઓએ ૩૦ સેકંડ કે એનાથી ઓછા સમયમાં એ પૂરો કરવો.

 ૫. બાઇબલ વાંચન: ચાર મિનિટ. આ વાંચન પુરુષ વિદ્યાર્થીએ કરવું. તેમણે શરૂઆતમાં કે છેલ્લે કંઈ કહેવું નહિ, પણ સળંગ વાંચી જવું. સભાના ચેરમેન ખાસ કરીને વિદ્યાર્થીને આ મુદ્દાઓ પર સારી રીતે વાંચવામાં મદદ આપી શકે: ભૂલો કર્યા વગર વાંચવું, સમજાય એ રીતે સરળતાથી વાંચવું, યોગ્ય ભાર મૂકવો, યોગ્ય જગ્યાએ અટકવું, અવાજનો ચઢાવ-ઉતાર તેમજ સહેલાઈથી વાંચવું. ક્યારેક બાઇબલ વાંચન લાંબું અથવા ટૂંકું હોઈ શકે છે તેથી જીવન અને સેવાકાર્ય સભા નિરીક્ષકે આ ભાગની સોંપણી આપતી વખતે વિદ્યાર્થીની ક્ષમતાને ધ્યાનમાં રાખવી જોઈએ.

 સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૬. પંદર મિનિટ. સભાનો આ વિભાગ સેવાકાર્યમાં કુશળતા વધારવા વાતચીતની કળા, પ્રચારની રીત, અને શીખવવાની ક્ષમતામાં સુધારો કરવા માટે બનાવવામાં આવ્યો છે. જરૂરિયાત મુજબ, વડીલોને વિદ્યાર્થી સોંપણીઓ મળી શકે છે. દરેક વિદ્યાર્થીએ જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકામાં સોંપણીની બાજુ આપેલ કૌંસમાં જોવા મળતી શીખવવાની કળા ચોપડી અથવા પ્રેમથી શીખવીએ પુસ્તિકામાંથી અભ્યાસના મુદ્દા પર કામ કરવું જોઈએ. કેટલીકવાર, નિયુક્ત ભાગ ચર્ચા તરીકે કરવામાં આવશે. આવા ભાગને કોઈ વડીલ અથવા લાયક સહાયક સેવક દ્વારા સંભાળવાનો હોય છે.—ચર્ચાના ભાગોને કેવી રીતે ચલાવવા તે માટે  ફકરો ૧૫ જુઓ.

 ૭. વાત શરૂ કરો: આ ભાગ પુરુષ અથવા સ્ત્રી વિદ્યાર્થી સંભાળી શકે છે. આ ભાગ માટેના સહાયક સમાન લિંગના હોવા જોઈએ અથવા કુટુંબના સભ્ય હોવા જોઈએ. વિદ્યાર્થી અને સહાયક બેસી શકે છે અથવા ઉભા રહી શકે છે.— આ સોંપણીના વિષય અને સેટિંગ્સ વિશે વધુ માહિતી માટે,  ફકરા ૧૨ અને  ૧૩ જુઓ.

 ૮. ફરી મળવા જાઓ: આ ભાગ પુરુષ અથવા સ્ત્રી વિદ્યાર્થી સંભાળી શકે છે. આ ભાગ માટેના સહાયક સમાન લિંગના હોવા જોઈએ અથવા કુટુંબના સભ્ય હોવા જોઈએ. (km ૫/૯૭-E પાન ૨) વિદ્યાર્થી અને સહાયક બેસી શકે છે અથવા ઉભા રહી શકે છે. વિદ્યાર્થીએ બતાવવું જોઈએ કે તે પહેલાંની વાતચીતને આગળ વધારે છે.— આ સોંપણીના વિષય અને સેટિંગ્સ વિશે વધુ માહિતી માટે,  ફકરા ૧૨ અને  ૧૩ જુઓ.

 ૯. શિષ્યો બનાવો: આ ભાગ પુરુષ અથવા સ્ત્રી વિદ્યાર્થી સંભાળી શકે છે. આ ભાગ માટેના સહાયક સમાન લિંગના હોવા જોઈએ. (km ૫/૯૭-E પાન ૨) વિદ્યાર્થી અને સહાયક બેસી શકે છે અથવા ઉભા રહી શકે છે. આ ભાગમાં બાઇબલ અભ્યાસ પહેલેથી જ ચાલી રહ્યો છે એવું બતાવવું જોઈએ. વિદ્યાર્થીએ પરિચય અથવા નિષ્કર્ષ આપવાની જરૂર નથી જો તેઓ એ અભ્યાસના મુદ્દા પર ખાસ કામ કરતાં ના હોય. સોંપાયેલ બધી જ માહિતીને મોટેથી વાંચવી જરૂરી નથી, જો કે એમ કરી પણ શકાય છે.

 ૧૦. તમારી માન્યતા વિશે સમજાવો: જ્યારે તેને ટૉક તરીકે નિયુક્ત કરવામાં આવે, ત્યારે આ ભાગ એક પુરુષ વિદ્યાર્થીએ સંભાળવો જોઈએ. જ્યારે ચર્ચા તરીકે નિયુક્ત કરવામાં આવે, ત્યારે પુરુષ અથવા સ્ત્રી વિદ્યાર્થી એ સંભાળી શકે છે. આ ભાગ માટેના સહાયક સમાન લિંગના હોવા જોઈએ અથવા કુટુંબના સભ્ય હોવા જોઈએ. વિદ્યાર્થીએ આપેલ સંદર્ભમાંની માહિતીનો ઉપયોગ કરીને મુખ્ય વિષયને સ્પષ્ટ અને કુશળતાથી ચમકાવવો જોઈએ. વિદ્યાર્થી તેના ભાગ દરમિયાન આપેલ પ્રકાશનનો સંદર્ભ લેવો કે નહીં તે નક્કી કરી શકે છે.

 ૧૧. ટૉક: આ સોંપણીને કોઈ એક પુરુષ વિદ્યાર્થીએ સંભાળવી જોઈએ, જે મંડળમાં ટૉક આપતા હોય એ રીતે તે રજૂ કરશે. જ્યારે આ ટૉક પ્રેમથી શીખવીએ પુસ્તિકાના વધારે માહિતી ક ના મુદ્દા પર આધારિત હોય, ત્યારે વિદ્યાર્થીએ પ્રચાર સેવામાં તે કલમનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે દર્શાવવું જોઈએ. ઉદાહરણ તરીકે, તે સમજાવી શકે છે કે કલમનો ઉપયોગ ક્યારે થઈ શકે, કલમનો અર્થ શું થાય અને વ્યક્તિ સાથે કેવી રીતે તર્ક કરી શકાય. જ્યારે ટૉક પ્રેમથી શીખવીએ પુસ્તિકાના પાઠમાંથી કોઈ એક મુદ્દા પર આધારિત હોય, ત્યારે વિદ્યાર્થીએ પ્રચાર સેવામાં તે પાઠના મુદ્દા ૧ માં દર્શાવવામાં આવેલ ઉદાહરણને ચમકાવી શકે છે અથવા જો મદદરૂપ હોય તો પાઠમાં સમાવિષ્ટ બીજી કલમોને સમજાવી શકે છે.

   ૧૨. વિષય: આ ફકરામાં અને નીચે આપેલ માર્ગદર્શન “વાત શરૂ કરો“ અને “ફરી મળવા જાઓ“ સોંપણીઓને લાગુ પડે છે. જ્યાં સુધી બીજું કશું જણાવવામાં ના આવે ત્યાં સુધી, વિદ્યાર્થીનો ધ્યેય જેની સાથે તે વાત કરી રહ્યો છે તેને એક સરળ બાઇબલ સત્યને બતાવવાનો અને ફરી મુલાકાત માટે પાયો નાખવાનો છે. વિદ્યાર્થીએ એવો વિષય પસંદ કરવો જોઈએ જે સમયસર અને સ્થાનિક રીતે અસરકારક હોય. તે આપણા ટીચિંગ ટૂલબોક્સમાંથી પ્રકાશન અથવા વીડિયો રજૂ કરવા કે નહીં તે નક્કી કરી શકે છે. મોઢે કરેલી પ્રસ્તાવના કરવાના બદલે, વિદ્યાર્થીઓએ વાતચીત કરવાની કળાનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે વ્યક્તિગત રસ દર્શાવવો અને સ્વાભાવિક રીતે વાત કરવી.

   ૧૩. સેટિંગ્સ: વિદ્યાર્થીએ સોંપેલ સામાન્ય સેટિંગને સ્થાનિક સંજોગો માટે લાગુ કરવા જોઈએ. દાખલા તરીકે:

(૧) ઘર-ઘરનો પ્રચાર: આ સેટિંગમાં ઘરે-ઘરે પ્રચાર કરવાનો સમાવેશ થાય છે—જેમકે રૂબરૂમાં, ફોન દ્વારા કે પત્ર દ્વારા—અને ઘર-ઘરના પ્રચારમાં સંપર્ક કરાયેલ વ્યક્તિ સાથે અગાઉની વાતચીતને ચાલુ રાખવાનો સમાવેશ થાય છે.

(૨) તક મળે ત્યારે પ્રચાર: આ સેટિંગમાં સામાન્ય વાતચીત દરમિયાન સાક્ષી આપવાની તકનો લાભ લેવાનું વર્ણન કરે છે. તેમાં કામ પર, શાળામાં, પડોશમાં, સાર્વજનિક વાહનવ્યવહાર પર અથવા અન્ય જગ્યાએ રોજિંદી પ્રવૃત્તિઓમાં, શાસ્ત્ર વચનમાંથી કોઈ વિચાર બતાવવાનો સમાવેશ થઈ શકે છે.

(૩) જાહેરમાં પ્રચાર: આ સેટિંગમાં ટ્રોલી દ્વારા સાક્ષી આપવી, વેપારી વિસ્તારમાં લોકો સાથે વાત કરવી, શેરીમાં, બાગ-બગીચાઓમાં, વાહનો પાર્ક કરવાની જગ્યાઓમાં અથવા જ્યાં-જ્યાં લોકો મળી છે તે જગ્યાઓ શામેલ થઈ શકે.

 ૧૪. વીડિયો અને સાહિત્યનો ઉપયોગ: સંજોગોને ધ્યાનમાં રાખતા વિદ્યાર્થી વીડિયો અથવા સાહિત્ય ઉપર ચર્ચા કરી શકે છે. જો વિદ્યાર્થીની સોંપણીમાં વીડિયોનો સમાવેશ હોય અને તે વિશે વાત કરવાનું પસંદ કરે, તો તેણે વીડિયોનો પરિચય આપીને તેની ચર્ચા કરવી જોઈએ પણ તેને ચલાવવો જોઈએ નહીં.

  યહોવાના સેવકો તરીકે આપણું જીવન

૧૫. ગીત પછીના આ ૧૫ મિનિટના ભાગમાં એક અથવા બે ભાગો હશે. એ બતાવશે કે બાઇબલના સિદ્ધાંતો કેવી રીતે જીવનમાં લાગુ પાળી શકીએ. જણાવવામાં આવ્યું ન હોય તો એ ભાગો વડીલ અથવા યોગ્ય લાયકાત ધરાવતા સહાયક સેવક આપી શકે છે. જો મંડળની જરૂરિયાતોનો ભાગ હોય તો એ ભાગ વડીલે લેવો. જો સભા પુસ્તિકાના કોઈ ભાગમાં લેખની ચર્ચા કરવાનું કહ્યું હોય, તો લેખના મુખ્ય મુદ્દાને ચમકાવવા વક્તા બીજા સવાલો પણ પૂછી શકે છે. તે શરૂઆત ટૂંકી રાખશે જેથી મુખ્ય મુદ્દાઓ માટે પૂરતો સામય મળે અને શ્રોતાઓ પૂરતા જવાબો આપી શકે. જો કોઈ ઇન્ટરવ્યૂ હોય, તો શક્ય હોય ત્યારે વધારે સારું થશે કે ઇન્ટરવ્યૂ આપનાર સ્ટેજ પરથી આપે, નહીં કે પોતાની ખુરસી પરથી.

  ૧૬. મંડળમાં બાઇબલ અભ્યાસ: ત્રીસ મિનિટ. આ ભાગ યોગ્ય લાયકાત ધરાવતા વડીલને આપવો. (જો વડીલો ઓછા હોય, તો જરૂર પડ્યે લાયકાત ધરાવતા સહાયક સેવકને આ ભાગ આપી શકાય છે.) વડીલોના જૂથે નક્કી કરવું કે મંડળમાં કોણ બાઇબલ અભ્યાસ ચલાવવા માટે યોગ્ય છે. જેઓ બાઇબલ અભ્યાસ ચલાવવા માટે નિયુક્ત છે તેઓએ સરસ રીતે અભ્યાસ લેવો, સમયસર એને પૂરો કરવો, મુખ્ય કલમો ચમકાવવી, અને રોજિંદા જીવનમાં આ માહિતી કઈ રીતે પાળી શકાય એ શીખવવું. જેઓને નિયુક્ત કરવામાં આવે છે તેઓને સવાલ-જવાબ ભાગને કેવી રીતે ચલાવવો તે વિશેની માહિતીથી લાભ થશે. (w૨૩.૦૪-GU પાન ૨૪, બોક્સ) અભ્યાસની માહિતીને સારી રીતે આવરી લીધા પછી, એને વધારે લંબાવવો જોઈએ નહીં. જો શક્ય હોય તો, દર અઠવાડિયે અલગ-અલગ અભ્યાસ ચલાવનાર અને વાંચનાર હોવા જોઈએ. કોઈ વાર એવું બને કે જીવન અને સેવાકાર્ય સભાના ચેરમેન અભ્યાસનો સમયને ઘટાડવાનો કહે, તો અભ્યાસ ચલાવનાર ભાઈએ નક્કી કરવું પડશે કે તે કેવી રીતે કરશે. તે કદાચ અમુક ફકરાઓ ન વાંચવાનું નક્કી કરી શકે.

  છેલ્લે બે બોલ

૧૭. ત્રણ મિનિટ. જીવન અને સેવાકાર્ય સભાના ચેરમેન યાદ રાખવા જેવા મુદ્દાઓને ચમકાવશે. તેમણે આવતા અઠવાડિયાની સભાની ઝલક આપવી. જો સમય હોય તો, આવતા અઠવાડિયે જે વિદ્યાર્થીઓના ભાગ છે તેઓના નામ તે જણાવી શકે છે. જણાવવામાં આવ્યું હોય એ પ્રમાણે, કોઈ પણ જાહેરાતો કે પત્રો ચેરમેને આ સમયે વાંચવા જોઈએ. પ્રચારની ગોઠવણો કે પ્રાર્થનાઘરની સાફસફાઈ જેવી માહિતી પ્લેટફોર્મ પરથી જણાવવી નહિ, પણ એને નોટીસ બોર્ડ પર મૂકવી જોઈએ. જો ચેરમેને વધારે પત્રો વાંચવાના હોય કે જાહેરાતો જણાવવાની હોય અને સમય ખૂટતો હોય, તો તે અગાઉથી યહોવાના સેવકો તરીકે આપનું જીવન સભાના ભાગો લેતા ભાઈઓને તેઓના ભાગો ટૂંકા કરવાનું જણાવી શકે છે. ( ફકરા ૧૬ અને  ૧૯ જુઓ.) સભાની સમાપ્તિ ગીત અને પ્રાર્થનાથી થશે.

  શાબાશી અને સલાહ

૧૮. વિદ્યાર્થીના ભાગ પછી, જીવન અને સેવાકાર્ય સભાના ચેરમેન પાસે લગભગ એક મિનિટ હોય છે, જેમાં તે સોંપેલા અભ્યાસ મુદ્દા ઉપર જણાવી શકે કે વિદ્યાર્થીએ શું સારું કર્યું અને શાના પર એ વધારે કામ કરી શકે. જ્યારે ચેરમેન વિદ્યાર્થીને ભાગ રજૂ કરવા જણાવે ત્યારે, વિદ્યાર્થી કયા મુદ્દા પર કામ કરે છે એ જણાવવાની જરૂર નથી. પણ વિદ્યાર્થી એમનો ભાગ રજૂ કરી લે પછી, તેમણે શું સારું કર્યું એ વિશે બે શબ્દો કહેવા. પછી, ચેરમેન જણાવી શકે કે તે કયા અભ્યાસ મુદ્દા પર કામ કરતા હતા. તે જણાવી શકે કે વિદ્યાર્થીએ એ મુદ્દા પર શું સારું કર્યું, અથવા ક્યાં પ્રગતિ કરવાની જરૂર છે. દૃશ્યના કોઈ ભાગમાંથી વિદ્યાર્થી અથવા ભાઈ-બહેનોને વધારે શીખવા મળશે એવું ચેરમેનને લાગે, તો એના પર તે ધ્યાન દોરી શકે છે. એ ઉપરાંત, સોંપેલા અભ્યાસ મુદ્દા પર કે બીજા કોઈ મુદ્દા પર વિદ્યાર્થી વધારે પ્રગતિ કરી શકે એવી બાબતો હોય તો, સભા પછી ચેરમેન અલગથી કે બીજા કોઈ સમયે તેમને જણાવી શકે. એ સલાહ પ્રેમથી શીખવીએ પુસ્તિકા, શીખવવાની કળા ચોપડીમાંથી અથવા મિનિસ્ટ્રી સ્કૂલ (HI) પુસ્તકમાંથી હશે.—જીવન અને સેવાકાર્ય સભા ચેરમેન અને સહાયક સલાહકાર (ઓગ્ઝિલરી કાઉન્સિલર) શું ભાગ ભજવે છે, એ વિશે વધારે જાણવા માટે  ફકરા ૧૯,  ૨૪ અને  ૨૫ જુઓ.

     સમય

૧૯. કોઈ પણ ભાગ માટે વધારે સમય લેવો ન જોઈએ. જીવન અને સેવાકાર્ય સભાના ચેરમેને પણ આપેલા સમયથી વધારે ન લેવો જોઈએ. જો જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકામાં જણાવેલા સમય પહેલાં બધી માહિતી સારી રીતે રજૂ કરી દીધી હોય, તો સમય પર ભાગ પૂરો કરવા માટે વધારાની મહિતીઓ જણાવવાની જરૂર નથી. જો સભાના કોઈ પણ ભાગ ઓવરટાઈમ જાય, તો સહાયક સલાહકારે અથવા જીવન અને સેવાકાર્ય સભાના ચેરમેને તેઓને ખાનગીમાં સલાહ આપવી. ( ફકરો ૨૪ અને  ૨૫ જુઓ.) ગીતો અને પ્રાર્થનાઓ સહિત આખી સભા ૧ કલાક અને ૪૫ મિનિટમાં ચાલવી જોઈએ.

 સરકીટ નિરીક્ષકની મુલાકાત

૨૦. મંડળમાં સરકીટ નિરીક્ષકની મુલાકાત હોય ત્યારે, જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા પ્રમાણે જ સભા ચલાવવી, સિવાય કે: યહોવાના સેવકો તરીકે આપણું જીવન કાર્યક્રમમાં મંડળમાં બાઇબલ અભ્યાસના ૩૦ મિનિટના ભાગને બદલે સરકીટ નિરીક્ષક સેવા પ્રવચન આપશે. સેવા પ્રવચન અગાઉ, જીવન અને સેવાકાર્ય સભાના ચેરમેન સભામાં જે શીખવા મળ્યું એને ચમકાવશે, આવતા અઠવાડિયાની સભાની ઝલક આપશે, કોઈ જાહેરાત હોય તો એ જણાવશે, પત્રો વાંચવાના હોય તો એ વાંચશે. એ પછી, સરકીટ નિરીક્ષકનો આવકાર કરીને તેમને બોલાવશે. સેવા પ્રવચન આપ્યા પછી, સરકીટ નિરીક્ષક પોતે જે ગીત પસંદ કર્યું હોય એનાથી સભા સમાપ્ત કરશે. તે ચાહે તો પ્રાર્થના માટે બીજા કોઈને જણાવી શકે. સરકીટ નિરીક્ષકની મુલાકાત વખતે મંડળની ભાષામાં સ્કૂલના બીજા ક્લાસ ચલાવવામાં નહિ આવે. જો બીજું કોઈ ગ્રૂપ હોય, તો તેઓ પોતાની સભા અલગ રીતે ચલાવી શકે છે. પણ પછી જ્યારે સરકીટ નિરીક્ષક સેવા પ્રવચન આપે ત્યારે તેઓ મંડળ સાથે જોડાઈ જશે.

 સંમેલન કે મહાસંમેલન હોય એ અઠવાડિયે

૨૧. સંમેલન કે મહાસંમેલન હોય ત્યારે કોઈ સભા ન ચલાવવી. મંડળને એ યાદ અપાવવું જોઈએ કે એ અઠવાડિયાની સભાની માહિતીને દરેકે પોતે અથવા કુટુંબ તરીકે જોઈ લેવી.

 સ્મરણપ્રસંગ હોય એ અઠવાડિયે

૨૨. જો સ્મરણપ્રસંગ અઠવાડિયાના દિવસો દરમિયાન હોય, તો જીવન અને સેવાકાર્ય સભા ગોઠવશો નહિ.

 જીવન અને સેવાકાર્ય સભા નિરીક્ષક

૨૩. વડીલોના જૂથે પસંદ કર્યા હોય એવા એક વડીલ જીવન અને સેવાકાર્ય સભા નિરીક્ષક તરીકે સેવા આપશે. સભા વ્યવસ્થિત રીતે ચાલે અને સભાને લગતું બધું માર્ગદર્શન પાળવામાં આવે એ જોવાની જવાબદારી તેમની છે. તેમણે સહાયક સલાહકાર સાથે સભાના વિષે વાત કરતા રહેવું જોઈએ. જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા બહાર પડે ત્યારે, બને એટલું જલ્દી જીવન અને સેવાકાર્ય સભા નિરીક્ષકે બે મહિનાઓનું શેડ્યૂલ તૈયાર કરવું જોઈએ. તે નક્કી કરશે કે વિદ્યાર્થી ભાગ કોણ હાથ ધરશે. એટલું જ નહિ, તે એ પણ નક્કી કરશે કે બીજા ભાગોની અને ચેરમેનની સોંપણી કોણ હાથ ધરશે. એ સોંપણી ફક્ત એવા ભાઈઓને આપવી જોઈએ, જેને વડીલોના જૂથે મંજૂરી આપી હોય. ( ફકરા ૩-૧૬ અને  ૨૪ જુઓ.) વિદ્યાર્થીઓને સોંપણી કરતી વખતે, તેણે વિદ્યાર્થીની ઉંમર, અનુભવ અને જે બાબતની ચર્ચા કરવામાં આવી રહી છે તે બાબતે તેમની વાણીની સ્વતંત્રતાને ધ્યાનમાં લેવી જોઈએ. સભાના અન્ય ભાગો સોંપતી વખતે તેણે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. દરેક વ્યક્તિને તેની સોંપણી ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા અગાઉ મળી જવી જોઈએ. વિદ્યાર્થી ભાગો માટે આપણું જીવન અને સેવાકાર્ય સભાની સોંપણી (S-૮૯) ફોર્મ વાપરો. જીવન અને સેવાકાર્ય સભા નિરીક્ષકે ખાતરી કરવી જોઈએ કે દર અઠવાડિયાની સભાનું શેડ્યૂલ નોટિસ બોર્ડ પર અગાઉથી લગાવેલું હોય. જીવન અને સેવાકાર્ય સભાના નિરીક્ષકને મદદ કરવા વડીલોનું જૂથ બીજા કોઈ વડીલ અથવા સહાયક સેવકને કહી શકે છે. જોકે, વિદ્યાર્થી ભાગો સિવાયના ભાગો કોણ હાથ ધરશે, એ ફક્ત વડીલોએ જ નક્કી કરવું જોઈએ.

    જીવન અને સેવાકાર્ય સભા ચેરમેન

૨૪. દર અઠવાડિયે એક વડીલ જીવન અને સેવાકાર્ય સભા માટે ચેરમેન હશે. (જ્યાં વડીલો ઓછા હોય ત્યાં જરૂર પડ્યે યોગ્ય લાયકાત ધરાવતા સહાયક સેવકોનો ઉપયોગ થઈ શકે.) તે શરૂઆતમાં અને સમાપ્તિમાં શું કહેવું એ અગાઉથી તૈયાર કરશે. સભાના બધા ભાગો એક પછી એક કોણ લેશે એ પણ તે જણાવશે. મંડળમાં ઓછા વડીલો હોય તો, સભાના અમુક ભાગ રજૂ કરવાની જવાબદારી તે પોતે નિભાવી શકે. ખાસ કરીને, એવા ભાગ જેમાં વીડિયો જ બતાવવાનો હોય, પણ એના પર કોઈ ચર્ચા કરવાની ના હોય. એક ભાગ પૂરો થાય અને બીજો શરૂ થાય એની વચ્ચે ચેરમેન જે ટીકા આપે એ બહુ ટૂંકી હોવી જોઈએ. કોણ ચેરમેન તરીકે સેવા આપવા યોગ્ય છે, એ વડીલોનું જૂથ નક્કી કરશે. પછી યોગ્યતા ધરાવતા વડીલો અલગ અલગ અઠવાડિયે ચેરમેન તરીકે ભાગ લઈ શકે. તમારા મંડળના સંજોગો પ્રમાણે, ચેરમેન તરીકે જીવન અને સેવાકાર્ય સભા નિરીક્ષકનો બીજા વડીલો કરતાં વધારે ઉપયોગ થઈ શકે. જો કોઈ વડીલ મંડળમાં બાઇબલ અભ્યાસ ચલાવી શકતા હોય, તો તે સભાના ચેરમેન તરીકે પણ સેવા આપી શકે. એક વાત ખાસ કરીને યાદ રાખજો, કે જે ચેરમેન હોય તે વિદ્યાર્થીઓને સારું કાર્ય બદલ પ્રેમથી શાબાશીના બે શબ્દો કહે અને જરૂર પડ્યે પ્રેમથી સલાહ આપે. ચેરમેનની જવાબદારી છે કે સભા સમયસર પૂરી થાય. ( ફકરા ૧૭ અને  ૧૯ જુઓ.) જો ચેરમેન ચાહે અને પ્લેટફોર્મ પર જગ્યા હોય, તો એક બીજું સ્ટેન્ડિંગ માઇક્રોફોન ત્યાં ગોઠવી શકાય, જેના પરથી ચેરમેન ભાઈઓને તેમના ભાગો રજૂ કરવા બોલાવશે. એ દરમિયાન જે તે ભાઈ કે વિદ્યાર્થી પોતાનો ભાગ રજૂ કરવા મુખ્ય માઇક્રોફોન આગળ આવીને ઊભા રહી શકે. અથવા, બાઇબલ વાંચન હોય ત્યારે અને સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ ભાગ હોય ત્યારે ચેરમેન સ્ટેજ પર ટેબલ ગોઠવીને બેસી શકે છે. એમ કરવાથી સમય બચી શકે છે.

   સહાયક સલાહકાર

૨૫. શક્ય હોય તો અનુભવી વડીલને આ સોંપણી આપવી, જે એક સારા વક્તા પણ છે. તેમની જવાબદારી એ છે કે વડીલોને અને સહાયક સેવકોને તેઓની કોઈ પણ ટૉક કે ભાગ વિશે ખાનગીમાં સલાહ આપીને મદદ કરવી, પછી ભલે એ જીવન અને સેવાકાર્ય સભાનો કોઈ ભાગ હોય, જાહેર પ્રવચન હોય, ચોકીબુરજ કે મંડળમાં બાઇબલ અભ્યાસ ચલાવતા હોય અથવા વાંચતા હોય. ( ફકરો ૧૯ જુઓ.) જો તમારા મંડળમાં અનેક લાયક વડીલો હોય જેઓ સારી રીતે ટૉક આપે છે અને શીખવે છે, તો દર વર્ષે એક નવા વડીલ સહાયક સલાહકાર તરીકે સેવા આપી શકે. એવું જરૂરી નથી કે દરેક ભાગ વિશે સહાયક સલાહકાર સલાહ આપે.

 સ્કૂલના બીજા ક્લાસ

૨૬. મંડળમાં વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને, મંડળો ચાહે તો વિદ્યાર્થી ભાગો માટે બીજા ક્લાસની ગોઠવણ કરવા વિચારી શકે. બીજા ક્લાસ માટે એક યોગ્ય સલાહકાર હોવા જરૂરી છે અને એ વડીલ હોય તો વધારે સારું. જરૂર પડ્યે કોઈ લાયક સહાયક સેવકને આ જવાબદારી સોંપી શકાય. વડીલોના જૂથે નક્કી કરવું જોઈએ કે સલાહકાર તરીકે કોને નીમવા. એ પણ નક્કી કરવું જોઈએ કે એને એક જ ભાઈ ચલાવશે કે પછી જુદા જુદા ભાઈઓને વારાફરતી એ જવાબદારી સોંપવામાં આવશે. સલાહકારે  ફકરા ૧૮માં આપેલા માર્ગદર્શન પ્રમાણે કરવું જોઈએ. જો બીજા ક્લાસ રાખવામાં આવે, તો બાઇબલમાં રહેલો ખજાનો કાર્યક્રમમાં કીમતી રત્નોના ભાગ પછી, વિદ્યાર્થીઓને બીજા ક્લાસમાં જવા માટે કહેવું જોઈએ. છેલ્લા વિદ્યાર્થી ભાગ પછી, બધાં ભાઈ-બહેનો ફરીથી મંડળની મુખ્ય સભામાં જોડાઈ જશે.

 વીડિયો

૨૭. આ સભામાં પસંદ કરેલા વીડિયોનો ઉપયોગ કરવામાં આવશે. અઠવાડિયા દરમિયાન થતી સભા માટે આ વીડિયો JW લાઇબ્રેરી® એપ દ્વારા પ્રાપ્ય હશે, જે ભિન્‍ન સાધનોમાં ડાઉનલોડ કરી શકાય છે.

© 2023 Watch Tower Bible and Tract Society of Pennsylvania

S-38-GU 11/23