સ્કીપ ટુ કન્ટેન્ટ

વ્યક્તિગત માહિતીના વપરાશ અંગેની નીતિ—સ્વીડન

વ્યક્તિગત માહિતીના વપરાશ અંગેની નીતિ—સ્વીડન

પ્રકાશક બનતી દરેક વ્યક્તિ સ્વીકૃતિ આપે છે કે યહોવાના સાક્ષીઓનું વિશ્વવ્યાપી ધાર્મિક સંગઠન, જેમાં એના સ્થાનિક મંડળો, સ્થાનિક શાખા કચેરીઓ અને એના જેવી યહોવાના સાક્ષીઓની અન્ય સહકારી સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે, એ વ્યક્તિગત માહિતીને વાજબી ધાર્મિક હિતોને અર્થે કાયદા અનુસાર વાપરશે. પ્રકાશકો યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન પુસ્તકમાંના સૂચનોની સુમેળમાં રાજી-ખુશીથી પોતાની વ્યક્તિગત માહિતી પોતાના મંડળને આપે છે, જેથી પોતે ભક્તિને લગતી ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે તેમ જ ભક્તિને લગતો સહકાર મેળવી શકે.—૧ પીતર ૫:૨.

પ્રકાશકો યહોવાના સાક્ષીઓના સંગઠનની અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈ શકે માટે પોતાના વિશે સંગઠનને વધારાની માહિતી પણ આપી શકે છે. એવી વ્યક્તિગત માહિતીમાં વ્યક્તિનું નામ, જન્મ તારીખ, લિંગ, બાપ્તિસ્માની તારીખ, સંપર્ક વિગતો, આધ્યાત્મિક રીતે કેવું કરી રહ્યા છે એની વિગતો, પ્રચારકાર્યની પ્રવૃત્તિ, અથવા યહોવાના સાક્ષીઓના સંગઠનમાં કોઈ ખાસ જવાબદારી ઉઠાવતા હોય તો, એના વિશે માહિતી હોય શકે. એવી વિગતો પણ હોય શકે જે પ્રકાશક તરીકે તેની ધાર્મિક માન્યતાઓ વિશે બતાવતી હોય તેમ જ, તેના વિશે કોઈ સંવેદનશીલ કે ખાનગી માહિતી પણ હોય શકે. વ્યક્તિગત માહિતીનો વપરાશ કરવામાં માહિતી ભેગી કરવી, એનો હવાલો કરવો, એને ગોઠવવી, વર્ગીકરણ કે આયોજન કરવું વગેરે જેવી કામગીરી થઈ શકે.

આ દેશમાં માહિતી સંરક્ષણ કાયદો (ડેટા પ્રોટેક્શન લૉ) આમ છે:

General Data Protection Regulation (EU) 2016/679. [સર્વસામાન્ય માહિતી સંરક્ષણ નિયમ (ઇ.યુ.) ૨૦૧૬/૬૭૯]

અહીં માહિતી સંરક્ષણ કાયદા હેઠળ, પ્રકાશકો પોતાની વ્યક્તિગત માહિતીનો ધાર્મિક હેતુઓમાં વપરાશ કરવાની યહોવાના સાક્ષીઓને સંમતિ આપે છે, જેમાં નીચે આપેલ પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે:

  • યહોવાના સાક્ષીઓના સ્થાનિક મંડળમાંની કોઈ પણ સભામાં અને સ્વયંસેવાની કોઈ પ્રવૃત્તિ કે પછી પરિયોજનામાં ભાગ લેવો;

  • વિશ્વભરમાં યહોવાના સાક્ષીઓના આધ્યાત્મિક શિક્ષણ માટે વીડિયો કે ઑડિયોથી રેકોર્ડ કરેલી અને પ્રસારિત કરવામાં આવતી કોઈ સભા, કે સંમેલન અથવા મહાસંમેલનમાં ભાગ લેવાનું પસંદ કરવું;

  • કોઈ સોંપણી કે પછી મંડળમાં મળેલ કોઈ જવાબદારીને હાથ ધરવી, જેમાં પ્રકાશકનું નામ અને તેને મળેલ સોંપણી વિશેની માહિતી યહોવાના સાક્ષીઓના પ્રાર્થનાઘરમાં નોટિસ-બોર્ડ પર લગાડવાનો સમાવેશ થાય છે;

  • કોંગ્રીગેશન્સ પબ્લીશર રેકોર્ડ કાર્ડ જાળવી રાખવા;

  • યહોવાના સાક્ષીઓના સંગઠનમાં વડીલો તરીકે સેવા આપતા ભાઈઓ દ્વારા લેવામાં આવતી પ્રકાશકોની પ્રતિપાલન મુલાકાતો અને અન્ય સંભાળ લેવી (પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨૮; યાકૂબ ૫:૧૪, ૧૫);

  • આકસ્મિક બનાવો સમયે સંપર્ક અંગેની વિગતોની નોંધણી કરવી.

જ્યાં સુધી ઉપર જણાવેલ હેતુઓ અથવા અન્ય કાયદાકીય હેતુઓ લાગુ પડે ત્યાં સુધી વ્યક્તિગત માહિતીને અચોક્કસ સમય સુધી જાળવી રાખવામાં આવશે. કોઈ પ્રકાશક વ્યક્તિગત માહિતીના વપરાશ અંગેની ઘોષણા અને સંમતિ ફોર્મ ન ભરવાનું પસંદ કરે તો, યહોવાના સાક્ષીઓના મંડળમાં કેટલીક જવાબદારીઓ ઉપાડવા અથવા અમુક ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે તેની લાયકાત આંકવી શક્ય નહિ રહે.

જરૂરી અને યોગ્ય હોય ત્યારે યહોવાના સાક્ષીઓના કોઈ પણ સહકારી સંગઠનને વ્યક્તિગત માહિતી મોકલી શકાય. પ્રકાશકો એ સમજે છે કે યહોવાના સાક્ષીઓના અમુક સહકારી સંગઠનો જુદા-જુદા દેશમાં હોવાથી જે તે દેશનો કાયદો માહિતી સંરક્ષણ માટેનું જુદું-જુંદુ સ્તર આપી શકે. માહિતી જ્યાંથી મોકલવામાં આવતી હોય એ દેશ કરતાં આ બીજા દેશનો કાયદો કદાચ માહિતી સંરક્ષણનું એટલું જ ઊંચું સ્તર ન પણ આપી શકે. જોકે, પ્રકાશકો એ પણ સમજે છે કે તેઓની વ્યક્તિગત માહિતીને મેળવનાર આ સંગઠનો માહિતીના સંરક્ષણ અંગેની યહોવાના સાક્ષીઓની વૈશ્વિક નીતિની સુમેળમાં જ એને વાપરશે, જેમાં અમેરિકામાં આવેલ યહોવાના સાક્ષીઓના મુખ્યમથકના સહકારી સંગઠનોનો પણ સમાવેશ થઈ શકે છે.

પ્રકાશકો યહોવાના સાક્ષીઓ પાસે રહેલી પોતાની વ્યક્તિગત માહિતીને જોવાનો, એને રદ કરવાનો અથવા એના પરની કામગીરી સ્થગિત કરવાનો અને કંઈ ખોટું હોય તો સુધારવાનો હક ધરાવે છે. પ્રકાશકો ચાહે તો તેમની અમુક વ્યક્તિગત માહિતીના ભાવિ ઉપયોગને લગતી પોતાની સંમતિ કોઈ પણ સમયે રદ કરી શકે છે. પ્રકાશક જો વ્યક્તિગત માહિતીના ઉપયોગ અંગે સંમતિ પાછી ખેંચી લે, તોપણ યહોવાના સાક્ષીઓ, આ પ્રકારની સંમતિ વગર, કેટલીક વ્યક્તિગત માહિતીનો ઉપયોગ ચાલુ રાખી શકશે, જે તેઓ યહોવાના સાક્ષીઓના વિશ્વવ્યાપક સભ્યપદ અંગેની માહિતીને જાળવવાના અને એનું સંચાલન કરવાના વાજબી ધાર્મિક હેતુસર અથવા માહિતી સંરક્ષણ કાયદાના કોઈ નિયમ/કલમના આધારે કરશે. પ્રકાશકો જાણે છે કે માહિતી સંરક્ષણ અંગેની કોઈ પણ ફરિયાદ તેઓ પોતાના હાલના રહેઠાણના દેશમાં માહિતી સંરક્ષણના કોઈ પરિનિરીક્ષક અધિકારી પાસે નોંધાવી શકે છે.

વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખવા માટે, યહોવાના સાક્ષીઓએ માહિતી સંરક્ષણ કાયદા અનુસાર, વિવિધ કાર્યવાહી અને પ્રાવિધિક (technical) સાવચેતી અને સલામતી અપનાવી છે. પ્રકાશકો સમજે છે કે ઉપરોક્ત જણાવેલ હેતુઓ પૂરા કરવા તેઓની વ્યક્તિગત માહિતીને અધિકૃત વ્યક્તિઓની મર્યાદિત સંખ્યા દ્વારા જ જોવામાં કે કામગીરી કરવામાં આવશે.

એ અંગેની કોઈ પૂછપરછ માટે માહિતી સંરક્ષણ અધિકારીને આ ઈ-મેઇલ પર સંપર્ક કરી શકાય:

DataProtectionOfficer.DK@jw.org.

પ્રકાશકો સમજે છે કે, તેઓના રહેઠાણના દેશમાં માહિતી નિયંત્રકની (ડેટા કંટ્રોલરની), તેમજ જ્યાં કંઈ લાગુ પડે ત્યાં, એ માટે પ્રતિનિધિની અને એના માહિતી સંરક્ષણ કર્મચારીની ઓળખ તેમજ સંપર્ક વિગતો વેબસાઇટ jw.org પર માહિતી સંરક્ષણ સંપર્ક વેબપેજ ઉપર મળી રહેશે.

અમારી ધાર્મિક પ્રવૃત્તિઓમાં, કાયદાઓમાં, અથવા ટેક્નૉલોજિમાં ફેરફારો થતાં હોવાથી માહિતીને હાથ ધરવાના અમારાં નીતિ-નિયમોમાં પણ જરૂરી ફેરફારો થઈ શકે. જો જરૂર પડવાથી અમને આ વ્યક્તિગત માહિતીના વપરાશમાં કોઈ ફેરફાર કરવો પડે, તો અમે એ ફેરફારો આ વેબપેજ પર જરૂર મૂકીશું, જેથી અમારા પ્રકાશકો માહિતગાર રહે કે અમે કઈ માહિતી ભેગી કરીએ છીએ અને એનો કઈ રીતે વપરાશ કરીએ છીએ. આ વેબપેજ પર થનાર ફેરફારોથી માહિતગાર રહેવા આ વેબપેજને સમયાંતરે ખોલી વાંચતા રહેવા વિનંતી.