સ્કીપ ટુ કન્ટેન્ટ

કૂકીઝ અને એના જેવી અન્ય ટૅક્નોલૉજીના વપરાશ અંગેની વૈશ્વિક નીતિ

કૂકીઝ અને એના જેવી અન્ય ટૅક્નોલૉજીના વપરાશ અંગેની વૈશ્વિક નીતિ

મોટા ભાગની વેબસાઇટના કિસ્સામાં બને છે તેમ, તમે આ વેબસાઇટ ખોલો છો ત્યારે, નાના પ્રમાણમાં અમુક માહિતી (Data) તમારા મોબાઇલ ફોન, ટેબ્લેટ અથવા કૉમ્પ્યુટરના સંગ્રહસ્થાનમાં (હાર્ડ-ડ્રાઈવમાં) કૂકીઝ, વેબ બીકન્સ અને એના જેવી બીજી ટૅક્નોલૉજી મારફતે આપમેળે સંગ્રહ થઈ જાય છે. અહીં વૈશ્વિક નીતિમાં વાપરવામાં આવેલ શબ્દ “કૂકીઝ”નો (Cookies) બહોળો અર્થ રહેલો છે અને એમાં લોકલસ્ટોરેજ (localStorage) જેવી બીજી ટૅક્નોલૉજીનો પણ સમાવેશ થાય છે. કૂકીઝ દ્વારા આ વેબસાઇટ સફળ રીતે કામ કરી શકે છે. તેમ જ આ વેબસાઇટના યુસર્ઝ કેવો પ્રતિસાદ આપી રહ્યા છે, એની માહિતી મેળવવા મદદ મળે છે. આ માહિતીને લીધે અમને અમારી વેબસાઇટ વધુ સારી બનાવવામાં મદદ મળે છે. વેબસાઇટ ખોલી જોનાર ત્યાં આપેલ કોઈ ફોર્મ કે અરજી મોકલવાના વેબપેજ પરથી પોતે સંપર્ક માહિતી પૂરી પાડે ત્યારે જ અમને તેની ઓળખ વિશે માહિતી મળે છે. વેબસાઇટ ખોલી જોનાર દરેક વ્યક્તિ વિશે જાણકારી મેળવવાનો અમે પ્રયાસ કરતા નથી.

કૂકીઝ: અલગ અલગ પ્રકારનાં કાર્યો માટે જુદી જુદી કૂકીઝ હોય છે, જે વેબસાઇટ વાપરવું વધુ સહેલું અને આનંદમય બનાવે છે. તમે આ વેબસાઇટ પહેલાં ક્યારેય વાપરી છે કે નહિ, અથવા વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમે પસંદ કરેલી પસંદગીઓને યાદ રાખવામાં કૂકીઝનો ઉપયોગ કરી શકીએ. જેમ કે, તમે કઈ ભાષાને પસંદ કરી એની માહિતી અમે કોઈ કૂકીમાં રાખી શકીએ, જેથી તમે ફરી વાર વેબસાઇટ ખોલો ત્યારે એ જ ભાષામાં માહિતી બતાવી શકીએ. અમે કૂકીઝનો ઉપયોગ જાહેરાતો માટે કરતા નથી.

આ વેબસાઇટ પર વાપરવામાં આવેલી કૂકી(ઝ) નીચેના ત્રણ પ્રકારમાંની એક હોય શકે:

  1. ૧. અત્યંત જરૂરી (Strictly Necessary) કૂકીઝ: આ પ્રકારની કૂકીઝ વગર વેબસાઇટની અમુક ખાસિયતોનો ઉપયોગ થઈ જ ન શકે. દાખલા તરીકે, લૉગ-ઈન કરવું કે પછી વેબસાઇટ પરથી કોઈ ફોર્મ ભરવું. એ કૂકીઝ વાપર્યા વગર ઓનલાઇન પ્રદાનોની સેવા આપવી અમારી માટે શક્ય જ નથી. આમાં એવી કૂકીઝ પણ સામેલ છે, જે બ્રાઉઝર સેશનમાં (એટલે કે વેબસાઇટ ખોલીને વાપરતા હો એ દરમિયાન) તમારા દ્વારા મોકલાયેલી કોઈ ખાસ સેવાની અરજીને પૂરી કરવી અમારી માટે શક્ય બનાવે છે. આ કૂકીઝ તમારા વિશે એવી કોઈ માહિતી ભેગી કરતી નથી જે ક્રય-વિક્રય (માર્કેટિંગ) કે પછી, ઇન્ટરનેટ પર તમે કઈ કઈ વેબસાઇટ ખોલી એ યાદ રાખવા માટે ઉપયોગમાં લેવાય.

  2. ૨. વિશેષ કાર્યલક્ષી (Functionality) કૂકીઝ: આ કૂકીઝ તમે કરેલી પસંદગીઓને યાદ રાખવા (જેમ કે તમારું યુઝરનેમ, ભાષા અથવા પ્રાંત) અને એને લગતી વધુ સારી સુવિધા આપવા વપરાય છે, જેથી વેબસાઇટનો તમે પૂરો આનંદ લઈ શકો.

  3. ૩. પૃથક્કરણલક્ષી (analytical) કૂકીઝ: આ કૂકીઝનો ઉપયોગ વેબસાઇટ કઈ રીતે વાપરવામાં આવી રહી છે એની માહિતી ભેગી કરવામાં થાય છે. જેમ કે, કોઈ વ્યક્તિએ કેટલી વાર આ વેબસાઇટ ખોલી છે અથવા તેણે આ વેબસાઇટ પર કેટલા વખત સુધી વાંચન કર્યું કે એને ખુલ્લી રાખી છે. આ જાણકારી વેબસાઇટની કામગીરી સુધારવાના હેતુ માત્રથી લેવામાં આવે છે.

અમારી વેબસાઇટ દ્વારા મૂકવામાં આવતી મોટા ભાગની કૂકીઝ ફર્સ્ટ-પાર્ટી કૂકીઝ હોય છે. બીજી અમુક થર્ડ-પાર્ટી કૂકીઝ હોય છે, જે બીજી કોઈ વેબસાઇટ દ્વારા મૂકવામાં આવે છે. કૂકીઝની યાદીમાં અમે થર્ડ-પાર્ટી કૂકીઝ સ્પષ્ટ રીતે ઓળખાવતા હોઈએ છીએ.

વેબ બીકન્સ: અમારી વેબસાઇટના અમુક વેબપેજ પર કેટલીક ઇલેક્ટ્રોનિક ફાઈલ હોય શકે, જેને વેબ બીકન્સ (web beacons) કહે છે, અને જે અમને વેબસાઇટ પર થનાર અમુક પ્રવૃત્તિઓનો અહેવાલ રાખવા મદદ કરે છે. જેમ કે તમારા દ્વારા અમારી વેબસાઇટ પરનું કોઈ વેબપેજ ખોલવું. વેબ બીકન્સની મદદથી આ વેબસાઇટના વપરાશ અને એની કામગીરી પર નજર રાખી શકાય છે.

આઈપી એડ્રેસનો ઉપયોગ: આઈપી એડ્રેસ (IP Address) એવો નંબર (સંકેત અંક) છે, જે દુનિયાભરના ઇન્ટરનેટમાં તમારા કૉમ્પ્યુટરની ઓળખ બને છે. અમે તમારો આઈપી એડ્રેસ અને ક્યા પ્રકારનું બ્રાઉસર તમે વાપરો છો, એની માહિતી મેળવીએ છીએ, જેથી આ વેબસાઇટના તમારા વપરાશ પર પૃથક્કરણ કરી શકાય અને કોઈ મુશ્કેલી હોય તો ઉકેલ આપી શકાય, તેમ જ અમારી સેવાઓ વધુ સારી બનાવી શકાય. જોકે, અતિરિક્ત માહિતી વિના તમારું આઈપી એડ્રેસ તમને વ્યક્તિગત રીતે ઓળખાવી શકતું નથી.

તમારી પસંદગી: તમે આ વેબસાઇટ વાપરી ત્યારે અમે તમારા વેબ બ્રાઉઝર પર અમારી કૂકીઝ મોકલી હતી જેને તમારું કૉમ્પ્યુટર આપમેળે સંગ્રહ કરી લે છે. અમારી આ વેબસાઇટ વાપરીને એક જોતા તમે કૂકીઝ અને એના જેવી બીજી ટૅક્નોલૉજીના વપરાશ અંગે સંમતિ આપી છે. જો તમે એ કૂકીઝને કાઢી નાખવા માંગતા હો, તો તમારા બ્રાઉઝરમાં સેટીંગ્સ વિભાગમાં જઈ શકો. જોકે, એ વાત ધ્યાનમાં લેજો કે કૂકીઝ વિના તમે અમારી વેબસાઇટની ખાસિયતોનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકશો નહિ. કૂકીઝ કાઢી નાંખવાની રીતો બ્રાઉઝર પ્રમાણે જુદી-જુદી હોય શકે. એ વિશે મદદનાં સૂચનો મેળવવાં તમે તમારા વેબ બ્રાઉઝરના હેલ્પ (Help) વિભાગમાં જોઈ શકો.

અમે નીચેમાંની વેબસાઇટ પર કૂકીઝનો કેવો ઉપયોગ કરીએ છીએ એનો નમૂનો જોવા નીચેની જે તે વેબસાઇટ જુઓ.

ઉપરાંત, આ વેબપેજ પણ જુઓ: અમારી અમુક વેબસાઇટ પર કૂકીઝ અને એના જેવી ટૅક્નોલૉજીનો વપરાશ.