સ્કીપ ટુ કન્ટેન્ટ

યહોવાના સાક્ષીઓની સભાઓ

અમારી સભાઓ વિશે જાણો. નજીકમાં અમારી સભા ક્યાં થાય છે, એ જુઓ.

તમારી નજીકની જગ્યા શોધો (opens new window)

અમારી સભાઓમાં શું થાય છે?

અઠવાડિયામાં બે વાર યહોવાના સાક્ષીઓની સભાઓ થાય છે. (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) આ સભાઓમાં કોઈ પણ આવી શકે છે. અમે ત્યાં બાઇબલમાંથી શીખીએ છીએ. તેમ જ, એ શિક્ષણને જીવનમાં કઈ રીતે લાગુ પાડવું એ પણ શીખીએ છીએ.

એ સભા મોટા ભાગે ચર્ચાના રૂપમાં થાય છે. એમાં દરેક જણ રાજીખુશીથી ભાગ લે છે. સભાની શરૂઆત અને અંત ગીત અને પ્રાર્થનાથી થાય છે.

યહોવાના સાક્ષીઓની સભામાં આવવા દરેકને આમંત્રણ છે, જેઓ યહોવાના સાક્ષીઓ નથી તેઓ માટે પણ. એમાં નાના-મોટા દરેક જણ આવી શકે. એ તદ્દન ફ્રી છે અને કોઈ દાન ઉઘરાવવામાં આવતું નથી.